સુશી

                            આજે ફાગણ વદ છઠ

આજનો સુવિચાર:- આજે પાડેલા પરસેવાના બિંદુઓ કાલ માટેનાં મૂલ્યવાન મોતી છે.

હેલ્થ ટીપ્સ:- દરરોજ 10 સેકેંડ સૂર્યદર્શન કરવાથી સમગ્ર શરીરની કાર્યક્ષમતા વધશે.

                            સુશી

    સુશીનો જન્મ ખૂબ ગર્ભ શ્રીમંત કુટુંબમાં થયો હતો. તેને બે ભાઈઓ હતાં. મુંબઈમાં તેનું બાળપણ વીત્યું. બાપુનો ધીકતો ધંધો હતો. મા બાપે એકની એક દીકરીને ખૂબ ભણાવી અને ભાવિ જીવન માટે તૈયાર કરી. મૃદુભાષી, મિત્રોમાં પ્રિય, દેખાવે સુંદર સુશી પોતાના વિચારોમાં ખૂબ ક્રાંતિકારી હતી. લગ્નમાં ન માનનારી સુશી ભણીગણીને નોકરીએ લાગી ગઈ. ભાઈઓ ભણીગણીને, પરણીને ધંધામાં સ્થાઈ ગયા. સુશીએ સુંદર નાનું મકાન ખરીદી, પોતાની ઢબે સજાવ્યું, રસોઈ માટે અને ઘરકામ માટે બે બાઈઓને રાખી તેણે પોતાનું જીવન વ્યવસ્થિત રીતે ગોઠવ્યું. જૂના ગીતોની શોખીન સુશી ગીતો સાંભળતી રાતનાં મોડી રાત સુધી વાંચે અને પછે સૂઈ જાય.

       આમ, એકલાં રહેતાં રહેતાં વર્ષો પસાર થઈ ગયાં. હવે એકલતા એને કોરી ખાવા લાગી. કોઈ સારી કંપની હોય તો ? માતૃત્વની ઝંખના સુશીમાં જાગવા લાગી. ક્યારેક ભાઈઓનાં બાળકોને જઈ રમાડી આવે. બાજુનાં બંગલામાં રહેતા સુહાસભાઈ સાથે સુશીને સારું લાગવા લાગ્યું હતું. તેમનાં પત્ની ત્રણેક વર્ષથી ગુજરી ગયાં હતાં. તેમનાં બે બાળકો….. અને સુહાસભાઈ ! એક ઘરડો નોકર તેમનાં ધરનાં બધાં જ કાર્ય કરતો. બાળકોને પ્રેમપૂર્વક જમાડે-ભણવા બેસાડે. મોડી રાતે સુવાસ સુશીને મળવા જાય . સુખ દુઃખની વાત કરે. ધીમે ધીમે બંને વચ્ચે અંતર ઘટતું ગયું. એક દિવસે સુહાસે હિંમતભેર સુશીને હિંમતભેર કહી નાખ્યું,” હું તને ચાહું છું. તારા વગર રહી શકું તેમ નથી. જો હું બાળકોને શાળાની હૉસ્ટેલમાં મૂકી દઈશ. વેકેશનમાં થોડોક વખત માટે આવશે.બાળકોની ચિંતા જવાબદારી તારે માથે નહીં પડે.”

      સુશીની આંખમાં પાણી આવ્યાં, તેણે સુહાસને મનની વાત કહેવા માંડી, “ તારા બાળકો એ મારાં બાળકો થાય ને ! બાળકો ભલે ને તારા હોય પણ મને બાળકો ખૂબ વ્હાલાં છે. હું તેમને છાતી સરસા ચાંપીને રાખીશ. તેમની જવાબદારી હું સહર્ષ ઉપાડીશ. ફરી મને આવી વાત કરશો નહીં. મા વગરનાં બાળકોની મા બની તેમને હુંફ અને પ્રેમ આપીશ.” સુહાસે સુશીનો હાથ પકડી લીધો.

      થોડાંક જ વખતમાં રજીસ્ટર્ડ લગ્ન કરી સુહાસને ત્યાં સુશી છોકરાંની મા બની કાયમ માટે રહેવા આવી. નાની નાની બાબતોમાં કાળજી રાખી સુશીએ બાળકોનાં જીવનને સુંદર રીતે ઘડ્યું. આમ સુહાસનું જીવન સુશીમય અને બાળકોમય બની ગયું. ઘરનું વાતાવરણ હુંફમય અને હર્યું ભર્યું બની ગયું.

    એક દિવસ સુહાસે સુશીને પૂછ્યું,” તારે એકાદ બાળક જોઈએ છે?” સુશીએ એક સુંદર વાત કહી,” તારું ને મારું વળી શું? આ બધાં મારાં જ બાળકો છે. હું બધાંને પ્રેમ કરું છું મને ખાતરી છે કે મને પ્રેમ મળશે. માએ કોઈ બાળક જોઈતું નથી. જે પ્રભુએ મને આપ્યાં છે તેમને સુંદર જીવન આપું એટલે મારું કાર્ય પૂરું થાય છે.”

      સુહાસ, સુશીનાં જીવન મૂલ્યોનું ઉદારીકરણ જોતો જ રહ્યો. કેવું વિશાળ મન ..! કેવું વિશાળ હૃદય…! કેવું વિશાળ જીવનફલક. ભીંત ટાંગેલાં પહેલી પત્નીના ફોટાને નમન કરી સુહાસ બોલ્યો,” તારાં બાળકોને તારા જેવી જે મા મળી છે. તું જરા પણ ચિંતા ન કરતી.” મરક મરક હસતાં ફોટામાં એક સંતોષ દેખાયો.

                                                                    –સ્વ. દક્ષા દેસાઈ

                                                    ૐ નમઃ શિવાય

સ્વસૂચન

                                        આજે ફાગણ વદ પાંચમ

આજનો સુવિચાર:- પશુને નહિ બોલી શકવાથી તો મનુષ્યને બોલવાને કારણે પીડાવું પડે છે.

હેલ્થ ટીપ્સ:- વાળમાં નાખવાનાં તેલમાં આંમળાનાં ટુકડા મૂકી રાખી એ તેલ વાપરવાથી વાળ સુંદર થાય છે.

                        સ્વસૂચનો [ઑટો સજેશન] કેવીરીતે આપશો.

  કહેવાય છે કે જો આપણે આપણાં મનને જો હકારાત્મક સૂચનો આપતા રહીએ તો એ સૂચનો અચૂક સફળ થાય છે. દા. ત. કે આપણે કોઈ કસરત કરવાની શરૂઆત કરીએ અને આપણું મન કસરત કરતાં કરતાં એમ વિચારીએ કે મારું શરીર બહુ દુઃખે છે એનાં કરતાં એમ વિચારીએ કે મારું શરીર દુઃખતું નથી એમ વિચારશો તો શરીરના દુઃખાવાનો અનુભવ નહી થાય. એમાં પણ જો એનાં સોનેરી નિયમોનો પાલન કરશો તો આપણા મનમાં નકારાત્મક વિચારો [નેગેટીવીટી] દૂર થશે. તો આપણે જોઈએ કે સ્વસૂચનો કેવી રીતે બનાવવા.

• સ્વસૂચનો બને તેટલા હકારાત્મક હોવા જોઈએ. એટલે એમ વિચારો કે મારું સ્વાસ્થય સારું થઈ રહ્યું છે નહીં કે મારી બીમારી ઓછી થઈ રહી છે.

• સ્વસૂચનનું વાક્ય હંમેશા ચાલુ વર્તમાનકાળનું હોવું જરૂરી છે. જેમ કે વજન ઉતારવું હોય તો એમ તમારા મનને એ સૂચન મોકલો કે દિવસે દિવસે હું પાતળો થતો કે થતી જાઉં છું.

• સ્વસૂચન જો લાંબું હોય તો ધારી અસર થતી નથી. માટે સૂચન બને તેટલું ટુંકું બનાવો. કદાચ બે શબ્દોનું સૂચન બની શકે જેમ મંગલ હો, કે પછી ૐ શાંતી જેવું બની શકે.

• સ્વસૂચનમાં સહેલા શબ્દોનો ઉપયોગ કરો.

• એક સાથે વધુ સૂચનનો ઉપયોગ ન કરવો. જો એમ થશે તો અર્ધજાગૃત મન મુંઝવણમાં મુકાઈ જશે.

• નિયમિત સમયે સ્વસૂચન આપવાની ટેવ પાડો અને તેનો સંતોષકારક પરિણામ ન આવે ત્યાં સુધી સૂચનો આપતાં રહો.

ટીપ્સ:- ‘સ્વ’ને સૂચન આપવાથી સફળતા મળશે. અન્યને સૂચનો આપવાનું બંધ કરો.
                                                                                      —- સંકલિત

                                    ૐ નમઃ શિવાય

ડૉ. ગૌતમભાઈ પટેલ સાથે એક મુલાકાત [2]

                             આજે ફાગણ વદ ચોથ [અંગારકી ચોથ]

આજનો સુવિચાર:- કંજૂસો પોતાનું ધન છુપાવે છે, શૂરવીર શક્તિ છુપાવે છે, જ્ઞાની દુઃખ છુપાવે છે, ચતુર વ્યક્તિ પોતાનું નામ છુપાવે છે. – શેખ સાદી

હેલ્થ ટીપ્સ:- અઠવાડિયામાં બે વખત વાળમાં તેલ નાખવાથી વાળ મુલાયમ રહેશે.

                                      ડૉ. ગૌતમ પટેલ:- એક પરિચય

     ડૉ. શ્રી ગૌતમ પટેલ સંસ્કૃત ભાષાના વિદ્વાન અને ભારતીય સંસ્કૃતિના જ્ઞાતા છે. તેઓ દેશ વિદેશમાં વિવિધ વુષયો પર વ્યાખ્યાનો કરે છે. તેમણે હિંદુ ધર્મ, ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મના મહાન ગ્રંથો, વેદ, ઉપનિષદ, ગીતા વગેરે વિષે ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેઓ સફળ અને પ્રભાવક વક્તા પણ છે. હાલમાં અમેરિકાના ‘ગુજરાત ટાઈમ્સ’માં તેમણે કરેલી કૈલાસ માનસરોવરની યાત્રા વિષે અનોખું વર્ણન કરે છે. અત્યાર સુધી 15 મણકા પ્રગટ થઈ ચુક્યાં છે.

     આપણા માનવંતા વાચક શ્રી મનવંતભાઈ પટેલ જે અમેરિકામાં રહે છે, તેઓ મને અચૂક આ મણકાઓ મોકલી આપે છે. તેમનો હું મેઘધનુષ તરફથી આભાર માનું છું.

    વાંચકોની માંગને ધ્યાનમાં રાખતા તેમણે બાલાસિનોરમાં કરેલા પ્રવચનની થોડી વધુ વિડીયો ક્લિપ્સ રજુ કરું છું. આશા રાખું છું કે આપ સહુને ગમશે.

                                       ૐ નમઃ શિવાય

ડૉ. ગૌતમભાઈ પટેલ સાથે એક મુલાકાત

                 આજે ફાગણ વદ બીજ

આજનો સુવિચાર:- જીવનનો જીવન તરીકે સ્વીકાર કરો. – શ્રી કૃષ્ણ

હેલ્થ ટીપ્સ:- બાળકોને ઝીણો તાવ કે ખાંસી હોય તો થોડા ગરમ પાણીમાં એક ચમચો મધ ભેળવીને પીવડાવવાથી મટી જશે.

          ડૉ. ગૌતમભાઈ પટેલ સાથેની એક મુલાકાત

     તા.14/3/2008ના રોજ મારે કારણોસર બાલાસિનોર જવાનું થયું હતું. ત્યાં ગયા બાદ ખબર પડી કે ‘બાલાસિનોર વિદ્યામંડળ’ સંચાલિત વ્યાખ્યાનમાળાનો 17મો મણકો રજુ થવાનો હતો અને તેમાં ગુજરાતનાં ‘સંસ્કૃત સહિત્ય ઍકેડમી’ના માજી ચૅરમેન છે અને તેમને ‘પ્રેસિડંટ ઑફ ઈંડિયા’ દ્વારા સંમાનિત કરવામાં આવ્યા છે, એવા વિદ્વાન ડૉ. શ્રી ગૌતમભાઈ પટેલનું વ્યાખ્યાન છે. તેમનો વિષય હતો ‘કૃષ્ણ’ જીવન જીવવાની કળા. હું તો એકદમ આનંદિત થઈ ગઈ કે આવા મહાનુભવને સાંભળવા આટલી સુંદર તક પ્રાપ્ત થઈ. શ્રી મોરારીબાપુ હંમેશા તેમની કથામાં શ્રી ગૌતમભાઈનો ઉલ્લેખ કરતાં હોય છે. મોરારીબાપુનાં શબ્દોમાં ‘મોટા ગજાનાં માનવી’

     શ્રી ગૌતમભાઈએ ડારવીનની જીવસૃષ્ટિની ઉત્પત્તિ વિષેની વાતો અને આપણા વેદોમાં કહેલી ભગવાન શ્રી વિષ્ણુના અવતારો સાથે સરખામણી કરી સમજાવ્યું. અને શ્રી કૃષ્ણ એ પૂર્ણપુરુષોત્તમ છે તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે

• કૃષ્ણ કહે છે કે જીવનને જીવન તરીકે સ્વીકાર કરો..

• કૃષ્ણનાં જીવનમાં ક્યાંય ફરિયાદ નથી જ્યારે આપણું જીવ ફરિયાદથી ભરપૂર છે. છે તેનો સ્વીકાર કરો..

• કૃષ્ણનું જીવન એક ક્રાંતિ છે. તેમણે ગોકુળનાં લોકોના શોષણ વિરુદ્ધ ક્રાંતિ કરી.

• ગોવર્ધન પર્વતનું પૂજન એ ઈંદ્ર વિરુદ્ધ ક્રાંતિ હતી. ‘પ્રત્યક્ષને પૂજતાં શીખો’

• કૃષ્ણે ગૌસેવાનો આદર્શ આપ્યો.. કૃષ્ણની બાળલીલા એ આનંદની પરાકાષ્ઠા છે.

• પાંડવોના અશ્વમેઘ યજ્ઞમાં એંઠી પતરાળી ઉપાદવાનું કામ સ્વીકારી તેમણે એ સાબિત કર્યું કે ‘જીવનમાં જે કામ આવ્યું તે કામ કરવામાં શરમ ન હોવી જોઈએ. જીવનમાં કોઈપણ કામ ખોટું નથી.’

• કૃષ્ણ અને અર્જુન એ મિત્રતાના આદર્શ સમ છે. એ ઉપરાંત કૃષ્ણા[દ્રોપદી] અને કૃષ્ણ પણ મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ છે.

• કૃષ્ણ એટલે પ્રેમ, સત્ય, સ્નેહ. રાધા અને કૃષ્ણનો પ્રેમ કામ રહિત હતો. જ્યાં વિષય કે ભોગનું સ્થાન નથી તે રાધાકૃષ્ણનો પ્રેમ.

• રામ કહે તે ધર્મ જ્યારે કૃષ્ણ કરે ધર્મ.

• સત્ય, સાહસ, સ્નેહ, સેવા, સ્વાર્થનો ત્યાગ એ કૃષ્ણનો સંદેશ છે.

• ગીતામાં કૃષ્ણ કહે છે કે ‘હું તને પ્રેમ કરું છું’ પણ આપણે તો પ્રકાશ તરફ પીઠ માંડીને બેઠાં છીએ. પ્રભુ તો આપણને પ્રતિપલ ચાહે છે પણ આપણને ક્યાં તેની સમજ છે? આપણી પ્રત્યેક ક્ષણ કૃષ્ણને આધીન છે.

• અભયની સાક્ષાત મૂર્તિ એટલે કૃષ્ણ.

અંતમાં શ્રી કૃષ્ણાય નમઃ કહી પૂર્ણવિરામ આપ્યો.

                             ૐ નમઃ શિવાય

HAPPY HOLI

                         આજે ફાગણ વદ એકમ [ધુળેટી]

આજનો સુવિચાર:- આભાર માનવાનું ભૂલશો તો તે તમારી ભાવિ તકનાં બારણાં બંધ કરી શકે.

હેલ્થ ટીપ્સ:- ખોરાકમાં વધુ પડતું મીઠું લેવાથી મોતિયો જલ્દી આવશે.

HAPPY   HOLI

હોરી આઈ હોરી આઈ, કોયલ બોલી આવો રે
કલી કલી તુમ ગલી ગલીમેં, કેસર રસ બરસાવો રે
  હોરી આઈ

શ્રી જી શ્રી ગોવર્ધન ધરકુ, હાથ પકડ કર લાવો રે
શ્રી રાધાકે સંગમેં વાંકુ, ચૌહટ ખેલ રચાવો રે
  હોરી આઈ

બડો ગાવરીયાઁ સાઁવરીયાં હૈ, વાંકી ડાંડી રંગાવો રે
લાલમ લાલ ગુલાલ લગાકર, લાલમલાલ બનાવો રે
  હોરી આઈ

છડી હાથમેં લેકર ઠાડો, છલબલ વાંકું ઊડાવો રે
રંગ રંગીલી હોરીમેં સખી, રસીયાકો નચાવો રે
  હોરી આઈ

ફગુવા માંગો ફાગ ખીલાવો, ડફ, અરૂ, ઝાંઝ બજાવો રે
શ્યામ કીંકરી મન ભાવનસુ, હોરી આજ મનાવો રે
  હોરી આઈ

કવિયીત્રી:- શ્રી ઈંદિરા બેટીજી

———–***********************———————— 

શ્રી ગોવર્ધન મહારાજ ગીરીરાજ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો

તો પે પાન ચઢે તો પે ફૂલ ચઢે
ઔર ચઢે દૂધનકી ધાર
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો

તેરે કાનન કુંડલ દમક રહ્યો
તેરી ઝાંખી બની હૈ વિશાલ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો

તેરે ગલેમૈં કંઠા સાજ રહ્યો
ઠોડી પે હીરા લાલ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો

તેરે સાત કોષકી પરિક્રમ્મા
ચકલેશ્વર પર વિશ્રામ
તેરે માથે પર મુકુટ બિરાજ રહ્યો

તેરે ઘર ઘર હોલી ખેલ રહી
ઔર ખેલે વ્રજકી નાર
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો

તેરે કદમ્બ પે બંસી બાજ રહી
તેરી ટેડી ટેડી ચાલ
તેરે માથે મુકુટ બિરાજ રહ્યો

                                                         ૐ નમઃ શિવાય

રસિયા

                         આજે ફાગણ સુદ ચૌદસ

આજનો સુવિચાર:- સભ્ય અને સદ્વ્યવહાર દરેક જગ્યાએ પ્રવેશપત્રનું કામ કરે છે.

હેલ્થ ટીપ્સ:- તુલસીનાં પાંદડા ન્હાવાનાં પાણીમાં નાખી તે પાણીથી સ્નાન કરવાથી ત્વચા પર પડેલા હળવા ચાઠા દૂર થશે.

                     રસિયા

ભરકે પિચકારી મોહે માર ગયો રે
યશોદાજીકો લાલા
યશોદાકો લાલા વો તો ગોકુલ ગોવાલા
  — ભર પિચકારી

પહેલી પિચકારી મેરી બિંદીયા પે મારી
મેરી છોટીસી બિંદીયા બિગાડ ગયો રે
  –યશોદાજીકો લાલા

દૂજી પિચકારી મેરે મુખડે પે મારી
મેરો ચાંદસો મુખડો બિગાડ ગયો રે
  – યશોદાજીકો લાલા

ત્રીજી પિચકારી મેરી ચુનરી પે મારી
મેરી સુરંગી ચુનરી ભિગોય ગયો રે
  – યશોદાજીકો લાલા

ચોથી પિચકારી મેરે પાયલ પે મારી
મેરી સોનેકી પાયલ રંગ દીયો રે
  – યશોદાજીકો લાલા

                                      ૐ નમઃ શિવાય

તુમ જીઓ હજારો સાલ

                 આજે ફાગણ સુદ તેરસ

આજનો સુવિચાર:- જે ‘સ્વ’માં સ્થિર થાય છે તેને સ્થિરતા પ્રાપ્ત થાય છે.
હેલ્થ ટીપ્સ:- આંબળાને રાતના પાણીમાં ભીંજવી સવારે તે પાણીથી વાળ ધોવાથી વાળ કાળા અને ચમકીલા થાય છે.

[rockyou id=106494385&w=426&h=319] 

    આજે મારી સહેલી, સખી, જાનેમન નીતાની વર્ષગાંઠ છે. 1968ના વર્ષમાં મારા લગ્ન થયા અને અમારા નીતાબેન આ સંસારમાં પધાર્યાં હતાં. યોગાનુયોગ જુઓ મારી અને નીતાની મુલાકાત ઈંટરનેટનાં માધ્યમ દ્વારા થઈ. કુણાલ પારેખ દ્વારા અમારી મુલાકાત ઈંટરનેટ પર થઈ અને ત્યાર બાદ મહાલક્ષ્મીજીના સાનિધ્યમાં થઈ. 

     નીતાને મેં કહ્યું કે હું તને કઈ રીતે ઓળખીશ? મને તેણે તેનો ફોટો મોકલ્યો. પણ એને તો મને વિશ્વાસપૂર્વક કહ્યું,’દીદી તમને તો જરૂરથી ઓળખીશ’. કેટલો આત્મવિશ્વાસ હતો નીતામાં. અને સાચ્ચે જ એણે મને ઓળખી. સમયની પાક્કી. મારા કરતાં વહેલી આવીને મારી રાહ જોતી બેઠી હતી. બસ એ મુલાકાતમાં અમે એકબીજાની ખૂબ નજદીક આવી ગયાં. ત્યારબાદ અવારનવાર મુલાકાત થતી રહી. અને એકબીજા પ્રત્યે એટલો વિશ્વાસ અને ટેલીપથી તો જુઓ હું એના વતી નિર્ણય લઈ શકું અને એ મારાવતી. અમે એકબીજાને જાનેમન કહેતાં બિલકુલ ખંચકાતા નથી.
  જાનેમન જિંદગીમાં ખૂબ પ્રગતિ કરો એવી મારી હૃદયપૂર્વક શુભેચ્છાઓ છે.

HAPPY BIRTHDAY TO YOU.

MANY MANY HAPPY RETURN OF THE DAY.

                                 ૐ નમઃ શિવાય

HAPPY WOMEN’S DAY

                              આજે ફાગણ સુદ એકમ

આજનો સુવિચાર:- નારી તુ નારાયણી.

હેલ્થ ટીપ:- તાવ ઊતારવા ધાણાનું પાણી અને સાકર પીઓ.

[rockyou id=105166913&w=426&h=319] 

HAPPY    WOMEN’S   DAY

                                 ૐ નમઃ શિવાય

શિવ આરતી

             આજે મહા વદ ચૌદસ [મહાશિવરાત્રી]

આજનો સુવિચાર:- કપૂરગૌરં કરુણાવતારં સંસારસારં ભૂજગેંદ્રહારં
                                 સદા વસંતં હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામી

હેલ્થ ટીપ્સ:- લીમડાનાં પાંદડાં પાણીમાં નાખી, ગરમ કરીને સ્નાન કરવાથી ચામડીનાં વિકાર દૂર થાય છે.

[rockyou id=104945801&w=600&h=200]

આજે મહાશિવરાત્રી

શિવ આરતી

જય શિવ ઑંકારા, હર શિવ ઑંકારા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ અર્ધાંગી ધારા
 — ૐ જય

એકાનન ચતુરાનન પંચાનન રાજે
હંસાનન ગરૂડાસન વૃષવાહન સાજે
— ૐ જય

દો ભૂજ ચાર ચતુર્ભૂજ દશભૂજ તે સોહે
ત્રિગુણ રૂપ નિરખતા ત્રિભુવન જન મોહે
— ૐ જય

અક્ષમાલા વનમાલા મુંડમાલા
ધારી ચંદન મૃગમદ સોહે ભાલે શુભકારી
— ૐ જય

શ્વેતાંબર પીતાંબર વ્યાઘાંબર અંગે
બ્રહ્માદિક સનકાદિક ભૂતાદિક સંગે
— ૐ જય

લક્ષ્મીવર ઉમિયાવર સાવિક્ષી સંગે
અરધંગી અરુ ત્રિભંગી સીર સોહત ગંગે
  — ૐ જય

કરકે મધ્ય કમંડલ ચક્ર ત્રિશૂલધર્તા
જગકરતા જગહરતા જગપાલન કરતા
— ૐ જય

ત્રિગુણાત્મકકી આરતી જો કોઈ ગાવે
કહત શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ પાવે
— ૐ જય

શિવ ભજન

જાગોજી જાગો શિવલહેરી સવેરા હુઆ સવેરા હુઆ
જાગોજી જાગો જટાધારી સવેરા હુઆ સવેરા હુઆ

રસ્તા ચાલન લાગ્યા પંછી ઊડન લાગ્યા
હુઈ ધર્મકી બેલા સવેરા હુઆ સવેરા હુઆ

મસ્તક શંભુકે ચંદ્ર બિરાજે, જટામેં ગંગાકી ધારા
જાગોજી જાગો શિવલહેરી સવેરા હુઆ સવેરા હુઆ

કાન શંભુકે કુંડલ બિરાજે ગલે મુંડનકી માલા
જાગોજી જાગો જટાધારી સવેરા હુઆ સવેરા હુઆ

હાથ શંભુકે કુંડી લોટા, બીચ ભંગકા ગોલા
જાગોજી જાગો શિવલહેરી સવેરા હુઆ સવેરા હુઆ

ચઢત શંભુપે બેલ નંદીયા સંગ પાર્વતીકા ડોલા
જાગોજી જાગો જટાધારી સવેરા હુઆ સવેરા હુઆ

                                           ૐ નમઃ શિવાય

મહાશિવરાત્રી

                            આજે મહા વદ તેરસ

આજનો સુવિચાર:- ભૂતકાળને વાગોળો નહી, ભવિષ્યની ચિંતા છોડો, વર્તમાનમાં જીવતાં શીખો, બાકી બધું ઈશ્વર પર છોડો.

હેલ્થ ટીપ્સ:- બાલ્યકાળમાં ખાંડ રસાયણનું કામ કરે છે, યુવાવસ્થામાં અમૃતનું કામ કરે છે અને વૃદ્ધાવસ્થામાં ઝેરનું કામ કરે છે.

[rockyou id=104846424&w=324&h=243]

                              આવતી કાલે મહા શિવરાત્રી

‘શિવરાત્રી અર્થાત ઘોર ધર્મગ્લાનિના સમયે લોકકલ્યાણ હેતુ પરમપિતા પર્માત્મા શિવના અવતરણનું યાદગાર પર્વ’

 શિવ એટલે કલ્યાણકારી, વિશ્વપિતા, અલૌકિક જન્મ લઈને અવતરિત થાય છે તેથી તેઓ ‘સ્વયંભૂ’ કહેવાય છે. શિવનું આ વિશ્વમાં અવતરણ એટલે ‘મહાશિવરાત્રી’. સંસારમાં જ્યારે પાપાચાર, ભ્રષ્ટાચાર, અત્યાચાર છવાઈ જાય છે તે સમય શિવના અવતરણનો સમય છે. મહાવદ ચર્તુદશી આત્માઓના અજ્ઞાન-અંધકારના પરિકાષ્ઠાનું પ્રતિક છે. અને ત્યારબાદ શુક્લ પક્ષ પરમપિતા શિવ દ્વારા ‘ઈશ્વરીય જ્ઞાન અને યોગ’ દ્વારા પવિત્ર અને અને સુખ-શાંતિથી ભરપૂર નવી સૃષ્ટિના પ્રારંભનું પ્રતિક છે.

      વિશ્વના બધા જ ધર્મોના લોકો પરમાત્માના અસ્તિત્વમાં વિશ્વાસ કરે છે. બધા પરમાત્માને એક માને છે અને પરમાત્માને ‘જ્યોતિબિંદુ સ્વરૂપ’ માને છે. શિવનો અર્થ ‘કલ્યાણકારી’ અને લિંગનો અર્થ ‘ચિન્હ’. માટે શિવલિંગ એ કોઈ એક ધર્મનું પ્રતિક નથી પરંતુ પરમાત્મા તો કોઈ પણ ધર્મ, વર્ણ કે કર્મથી સંબંધિત હોય બધાનાં આરાધ્ય છે.

     પરમાત્મા એક છે. વિભિન્ન ધર્મોમાં વિભિન્ન નામથી ઓળખવામાં આવે છે. મુસ્લિમ ધર્મમાં ‘નૂર’ કહેવાય છે. ક્રિશ્ચન ધર્મમાં ‘ડિવાઈન લાઈટ’ કહે છે. શીખ ધર્મમાં ‘ઑંકાર’ના નામથી સંબોધવામાં આવે છે. આમ ‘સર્વ આત્માઓના કલ્યાણકારી જ્યોતિબિંદુ સ્વરૂપ’ એટલે શિવલિંગ રૂપી પરમાત્મા શિવ.

        શિવરાત્રિના દિવસે ભક્તો શિવલિંગ પર અર્કનાં ફૂલ, જે કડવાપણનું પ્રતિક છે, ધતૂરો, જે કમજોરીનું પ્રતિક છે, બિલિપત્ર, જે શીતળતાનું પ્રતિક છે, ચઢાવે છે. જાગરણ કરે છે. ઉપવાસ કરે છે. આનો અર્થ એ કે આપણે શિવ પર ક્રોધ, લોભ, મોહ, અહંકાર જેવી કમજોરીઓ સમર્પિત કરીકરીએ છીએ અર્થાત ત્યાગ કરવાનો છે. રાત્રિનું જાગરણનું રહસ્ય એ છે કે શિવનાં વર્તમાન અવતરણ સમયે આપણે આપણી આત્માની જ્યોતિ જગાવીએ. અને ઉપવાસ રાખી મન બુદ્ધિથી પરમાત્માની સમીપ રહીએ. શિવલિંગ પર ત્રણ રેખાઓ શિવનાં ત્રણ કર્તવ્ય જેવાં કે સ્થાપના, પાલન અને વિનાશના પ્રતિક છે. શિવલિંગ પર રખાતો કળશ જે માનવીય બુદ્ધિનું પ્રતિક છે અને તેમાં ભરેલું જળ પરમાત્મા પ્રતિ સંકલ્પનું પ્રતિક છે.

     મહાશિવરાત્રીને ‘સત્યમ, શિવમ, સુંદરમ’ના નવા સંકલ્પથી આવકારીએ અને જન્મ-જન્માંતર માટે ઈશ્વરીય સુખ-શાંતિ પ્રાપ્ત થાય એવી ઈશ્વરીય કૃપા વરસે તેવી દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરીયે.

                                                                                                             —– સંકલિત

                            આપ સહુને મહાશિવરાત્રીની શુભેચ્છાઓ.

                                                   ૐ નમઃ શિવાય