મહાશિવરાત્રી

                            આજે મહા વદ તેરસ

આજનો સુવિચાર:- ભૂતકાળને વાગોળો નહી, ભવિષ્યની ચિંતા છોડો, વર્તમાનમાં જીવતાં શીખો, બાકી બધું ઈશ્વર પર છોડો.

હેલ્થ ટીપ્સ:- બાલ્યકાળમાં ખાંડ રસાયણનું કામ કરે છે, યુવાવસ્થામાં અમૃતનું કામ કરે છે અને વૃદ્ધાવસ્થામાં ઝેરનું કામ કરે છે.

[rockyou id=104846424&w=324&h=243]

                              આવતી કાલે મહા શિવરાત્રી

‘શિવરાત્રી અર્થાત ઘોર ધર્મગ્લાનિના સમયે લોકકલ્યાણ હેતુ પરમપિતા પર્માત્મા શિવના અવતરણનું યાદગાર પર્વ’

 શિવ એટલે કલ્યાણકારી, વિશ્વપિતા, અલૌકિક જન્મ લઈને અવતરિત થાય છે તેથી તેઓ ‘સ્વયંભૂ’ કહેવાય છે. શિવનું આ વિશ્વમાં અવતરણ એટલે ‘મહાશિવરાત્રી’. સંસારમાં જ્યારે પાપાચાર, ભ્રષ્ટાચાર, અત્યાચાર છવાઈ જાય છે તે સમય શિવના અવતરણનો સમય છે. મહાવદ ચર્તુદશી આત્માઓના અજ્ઞાન-અંધકારના પરિકાષ્ઠાનું પ્રતિક છે. અને ત્યારબાદ શુક્લ પક્ષ પરમપિતા શિવ દ્વારા ‘ઈશ્વરીય જ્ઞાન અને યોગ’ દ્વારા પવિત્ર અને અને સુખ-શાંતિથી ભરપૂર નવી સૃષ્ટિના પ્રારંભનું પ્રતિક છે.

      વિશ્વના બધા જ ધર્મોના લોકો પરમાત્માના અસ્તિત્વમાં વિશ્વાસ કરે છે. બધા પરમાત્માને એક માને છે અને પરમાત્માને ‘જ્યોતિબિંદુ સ્વરૂપ’ માને છે. શિવનો અર્થ ‘કલ્યાણકારી’ અને લિંગનો અર્થ ‘ચિન્હ’. માટે શિવલિંગ એ કોઈ એક ધર્મનું પ્રતિક નથી પરંતુ પરમાત્મા તો કોઈ પણ ધર્મ, વર્ણ કે કર્મથી સંબંધિત હોય બધાનાં આરાધ્ય છે.

     પરમાત્મા એક છે. વિભિન્ન ધર્મોમાં વિભિન્ન નામથી ઓળખવામાં આવે છે. મુસ્લિમ ધર્મમાં ‘નૂર’ કહેવાય છે. ક્રિશ્ચન ધર્મમાં ‘ડિવાઈન લાઈટ’ કહે છે. શીખ ધર્મમાં ‘ઑંકાર’ના નામથી સંબોધવામાં આવે છે. આમ ‘સર્વ આત્માઓના કલ્યાણકારી જ્યોતિબિંદુ સ્વરૂપ’ એટલે શિવલિંગ રૂપી પરમાત્મા શિવ.

        શિવરાત્રિના દિવસે ભક્તો શિવલિંગ પર અર્કનાં ફૂલ, જે કડવાપણનું પ્રતિક છે, ધતૂરો, જે કમજોરીનું પ્રતિક છે, બિલિપત્ર, જે શીતળતાનું પ્રતિક છે, ચઢાવે છે. જાગરણ કરે છે. ઉપવાસ કરે છે. આનો અર્થ એ કે આપણે શિવ પર ક્રોધ, લોભ, મોહ, અહંકાર જેવી કમજોરીઓ સમર્પિત કરીકરીએ છીએ અર્થાત ત્યાગ કરવાનો છે. રાત્રિનું જાગરણનું રહસ્ય એ છે કે શિવનાં વર્તમાન અવતરણ સમયે આપણે આપણી આત્માની જ્યોતિ જગાવીએ. અને ઉપવાસ રાખી મન બુદ્ધિથી પરમાત્માની સમીપ રહીએ. શિવલિંગ પર ત્રણ રેખાઓ શિવનાં ત્રણ કર્તવ્ય જેવાં કે સ્થાપના, પાલન અને વિનાશના પ્રતિક છે. શિવલિંગ પર રખાતો કળશ જે માનવીય બુદ્ધિનું પ્રતિક છે અને તેમાં ભરેલું જળ પરમાત્મા પ્રતિ સંકલ્પનું પ્રતિક છે.

     મહાશિવરાત્રીને ‘સત્યમ, શિવમ, સુંદરમ’ના નવા સંકલ્પથી આવકારીએ અને જન્મ-જન્માંતર માટે ઈશ્વરીય સુખ-શાંતિ પ્રાપ્ત થાય એવી ઈશ્વરીય કૃપા વરસે તેવી દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરીયે.

                                                                                                             —– સંકલિત

                            આપ સહુને મહાશિવરાત્રીની શુભેચ્છાઓ.

                                                   ૐ નમઃ શિવાય

4 comments on “મહાશિવરાત્રી

 1. આપને પણ મહાશિવરાત્રી ની શુભેછ્છા.ાકાલે ઘર માં બેસીને કૈલાશ યાત્રા કરવા મલશે..CD માં..
  હજી શુ કરીયે તે પણ કહેશો જરુર થી ..તમે કૈલાશ યાત્રા કરી છે તો કાઈકં વધારે કહેવા જેવુ હોય તે જરુર થી કહેશો..

  Like

 2. મહાશિવરાત્રીને ‘સત્યમ, શિવમ, સુંદરમ’ના નવા સંકલ્પથી આવકારીએ અને
  જન્મ-જન્માંતર માટે ઈશ્વરીય સુખ-શાંતિ પ્રાપ્ત થાય એવી ઈશ્વરીય કૃપા વરસે તેવી દેવોના દેવ મહાદેવને પ્રાર્થના.
  TRIVEDI PARIVAR

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s