આજે ચૈત્ર સુદ પાંચમ [દુર્ગા પૂજન]
આજનો સુવિચાર:- તપ દ્વારા આપણામાં રહેલી દુર્બળતાનું શક્તિમાં તથા અજ્ઞાનનું જ્ઞાનમાં રૂપાંતર થાય છે. – ડૉ. રાધાકૃષ્ણન
હેલ્થ ટીપ્સ:- આદુ અને લીલી હળદરનું કચુંબર ઍપેટાઈઝરનું કામ કરે છે.
સાખી
રિદ્ધી દે સિદ્ધી દે અષ્ટનવનિધી દે વંશમેં વૃદ્ધિ દે મા ભવાની
હૃદયમેં જ્ઞાન દે ચિત્તમેં ધ્યાન દે અભય વરદાન મા શંભુરાની
દુઃખ કો દૂર કર , સુખ ભરપૂર કર આશ સંપૂર્ણ કર મા ભવાની
સજનસે હિત દે કુટુંબમેં પ્રીત દે જંગમેં જીત દે મા ભવાની
ગરબો
ઓ મા તારા ચરણ કમળમાં આ કાયા કુરબાન છે
મારું જીવન, નૌકા કેરું તુજ હાથે સુકાન છે
લોક કહે આગળ ના વધશો દરિયામાં તોફાન છે
પણ મુજને તું સાચવનારી જગમાં મા તું મહાન છે
આંધી આવે તુફાન આવે પણ મુજને ક્યાં ભાન છે
મારા મનમાં એક જ માડી તારા ભજનનું ધ્યાન છે
મંઝિલ તારી દૂર કેટલી, તે મુજને ક્યાં ભાન છે
ગોવિંદ સાગર પાર કરી લે દિલમાં એ અરમાન છે.
—***—
ઓ માતા અંબે મા ઓ માતા જગદંબે
આજ તારા આંગણિયામાં મેળો લાગ્યો
આજ તારા મંદિરીયામાં મેળો લાગ્યો
દુઃખીયા ને સુખિયા ભાવિજન આવે દર્શન કરવા આજ રે
દુઃખિયારાનું દુઃખ મિટાવે આરાસુરવાળી મા
નર નારી સબ મિલકે ગાવે માતા તારા ગીત રે
રૂમ ઝૂમ બાજે ઘુંઘરાને ઝાલરનો ઝણકાર
તેરે દર પે જો કોઈ આવે ખાલી હાથ ન જાવે રે
મન વાંછિત સબ શીવ પૂરે ગબ્બરવાળી મા
ગરબે રમવા આવો માતા જોઉં તમારી વાટ રે
ઢોલ નગારા વાગી રહ્યા ને નાચે નર ને નાર
ૐ નમઃ શિવાય
નોરતામાં સુંદર ભાવવાહી ગરબા માણ્યાં
LikeLike
હે મા! સર્વસ્વ તુજને અર્પણ.
સરસ ગરબો અને સાખી છે.
LikeLike
it’s ggod one( SUNDAR)
LikeLike
sarva matrukane pranam.
LikeLike
વગર નવરાત્રિએ ગરબા માણવાની મજા કરાવી..! જોકે ભૂલી ગઇ..ચૈત્રી નવરાત્રિ ….બરાબરને ? અમારા જેવાને તિથિની બહુ ખબર ન પડે તે અહીં તમારા બ્લોગ પરથી પડી શકે…
LikeLike