શ્રી રાધાવતાર – એક પુસ્તક પરિચય

આજે ચૈત્ર વદ સાતમ [કાલાષ્ટમી]

 

આજનો સુવિચાર:- ભગવાન ભાર વિનાનો હોવો જોઈએ. — મોરારીબાપુ

હેલ્થ ટીપ્સ:- ચૈત્ર મહિનામાં લીમડાનું ખૂબ મહત્વ જણાવવામાં આવ્યું છે. ચામડીના રોગમાં લીમડો ઉત્તમ ગણાય છે.

શ્રી રાધાવતાર –એક પુસ્તક પરિચય

દ્વાપરમાં શ્રી કૃષ્ણનો એક નથી અવતાર,
શ્રીરાધાવતારનો સમકાલીન આધાર;
વ્યાસ પ્રણીત ભાગવતમહીં ‘રાધા’ સાક્ષાત્કાર,
શુકદેવનાં આરાધ્ય તો રાધાજી સરકાર !

 

શ્રી રાધા – રુકમણી મિલન

 

         આખરે ઉષાનો રક્તવર્ણી ઉજાશ ધીરે ધીરે પીતરંગી બનીને, શાંતિના શ્વેત વર્ણમાં પલટાઈ ગયો. ત્યારે ભગવાન સૂર્યનારાયણે દ્વારિકાના પૂર્વાકાશે ડોકિયું કર્યું. છેલ્લા નવદસ દિવસથી દ્વારિકામાં પધારેલાં સાધુસંતો અને વિદ્વજ્જનો હવે પોતપોતાના સ્થાને પરત જવા માટે ‘સંતશિબિરમાંથી વિદાય થઈ ગયા. આમંત્રિત ઋષિમુનિગણે વિચાર કર્યો કે આટલે સુધી આવ્યા છીએ તો ચાલો, દ્વારિકા પાસેના પુરાણપ્રસિદ્ધિ પિંડારક તીર્થક્ષેત્રની મુલાકાત લઈ, ત્યાનાં સમુદ્રમાં સમૂહમાં સમૂહસ્નાન કરીને પછી છૂટા પડીએ ! સૌએ પિંડારક તીર્થક્ષેત્ર ભણી પ્રયાણ કર્યું.

    બનવાકાળે એવું બન્યું કે, જેમના વર્તનથી શ્રીકૃષ્ણ સદૈવ ચિંતિત રહેતા હતા તેવા કેટલાક યાદવ નબીરાઓ આ વખતે એ બાજુ સહેલગાહે નીકળ્યા હતા અને મદિરા પીને મદોન્મત્ત બની સ્વછંદ વિહાર કરી રહ્યા હતા. એમની નજર આ ઋષિવૃંદ પર પડી અને તેમને એમની મશ્કરી કરવાની કુબુદ્ધિ સૂઝી. રાણી જાંબવતીના પુત્ર સાંબને સ્ત્રીનો વેશ પહેરાવી, એના પેટ પર છબડા ઘાટનું લોખંડનું તબાહરું બાંધી આ તોફાની યાદવો એને ઋષિગણ પાસે લઈ ગયા અને કૃત્રિમ નમ્રતા ધારણ કરીને પૂછ્યું :” મહારાજ! આ સ્ત્રી સગર્ભા છે. આપ તો ત્રિકાળજ્ઞાની છો, તો કૃપા કરીને એટલું કહો કે આ સ્ત્રીને પુત્ર પ્રસવશે કે પુત્રી ? એ પોતે આવું પુછતાં શરમાય છે તેથી એના વતી અમે આપને પૂછી રહ્યા છીએ….”

     આર્યાવર્તના શ્રેષ્ઠ ઋષિવૃંદની યાદવકુમારો દ્વારા આ રીતે થઈ રહેલી મશ્કરી એમાંના એક પ્રખર જ્ઞાની ઋષિથી સહન ન થઈ શકી અને કોપાયમાન થઈને તે ગર્જી ઊઠ્યા :” મૂર્ખના સરદારો ! બીજા કોઈની નહિ ને અમારી મશ્કરી ? ધિક્કાર છે તમને ! જાવ, આ સ્ત્રી તમારા આખા યાદવકુળનો નાશ કરનારા મૂશળને જન્મ આપશે………”

      મુનિનો શાપ સાંભળતાં પાંદડાની જેમ થરથર ધ્રુજતા યાદવકુમારો ત્યાંથી દોટ મૂકીને ભાગ્યા. થોડેક દૂર ગયા પછી તેમણે સાંબનો સ્ત્રીવેશ દૂર કર્યો અને પેલું તગારું છોડ્યું, તો અંદરથી સાચે જ એક મૂશળ નીકળ્યું ! ભય અને ચમત્કારથી હતપ્રભ થઈ ગયેલા તેઓ સૌ દોડતા રાજમહેલે આવ્યા અને સીધા ‘દેવકીભવન’ પર ગયા.

        હજી હમણાં જ સ્નાનપૂજાથી પરવારીને માતાપિતાને પ્રણામ કરવા દાઉ સાથે અત્રે આવીને બિરાજેલા વાસુદેવે પોતાના પુત્રો સહિત કેટલાક યાદવકુમારોને હાંફતા ને ધ્રૂજતા અંદર પ્રવેશતા જોઈ આંખો બંધ કરી દીધી. વસુદેવનું મોં પડી ગયું અને બલરામે એકદમ આગળ વધી સાંબનો હાથ પકડ્યો અને શું થયું પૂછવા માંડ્યું. સાંબે વીલે મોંએ જે બન્યું હતું તે બીતાંબીતાં કહી દીધું અને પેલું મૂશળ એમના ચરણમાં મૂકી દીધું. મૂશળ જોઈને એક વાસુદેવ સિવાય સૌ કોઈનાં મોં આશ્ચર્યથી પહોળાં થઈ ગયાં………

વધુ વાંચો ‘શ્રીરાધાવતાર’ ધાર્મિક-મૌલિક નવલકથામાં

 

:લેખક: પ્રિ. ભોગીભાઈ સી. શાહ:
એમ.એ.એમ.એડ. જ્ઞાનરત્ન.
નિવૃત આચાર્ય,
શેઠ ચી.ન.જી.ટી.સી.,
અમદાવાદ

                                                 ૐ નમઃ શિવાય

Advertisements

5 comments on “શ્રી રાધાવતાર – એક પુસ્તક પરિચય

 1. કૃષ્ણનો રુકિમણીપ્રેમ-સંસારમાં પ્રેમનો શ્વાસ ભરતા વિશ્વાસુ દાંપત્યજીવનના પ્રેમનું પ્રતિબિંબ છે.
  કૃષ્ણને રાધાની પ્રેમધારા મળી.પ્રેમધારા ઘણી વખત નીચે વહે છે પણ તેને ઊઘ્ર્વગામી કરનાર તરીકે એ ધારાને ઊલટી કરી કૃષ્ણે તેને રાધા નામ આપ્યું. રાધા કૃષ્ણની બાલસખી,પ્રેમના ક્ષેત્રમાં શ્રીકૃષ્ણની દીક્ષાગુરુ અને અઘ્યાત્માની દૃષ્ટિએ એ એની જ સર્વશકિત બની.પુરુષને જૉ રાધા મળી જાય તો બેડો પાર છે.રામ સાથે સીતાનું નામ અવિભાજય છે. તેમ કૃષ્ણ સાથે રાધાનું નામ જૉડાયેલું જ છે.કૃષ્ણરાધા નહીં પણ રાધાકૃષ્ણ બોલાય છે.
  કૃષ્ણની પ્રિયતમા રાધા,પત્ની રુકિમણી અને સખી દ્રૌપદી એ ત્રણ સ્ત્રીઓની નજરે માનવોત્તમ કૃષ્ણ જોવા મળે છે.

  Like

 2. જનરલી લોકો રાધા અને મીરાંના શ્રીકૃષ્ણના સંબંધોમાં મીરાં ને ત્યાગમુર્તિ અને મહાન નો દરરજો આપતા હોય છે . હું ધાર્મિક પ્રકૃતિ ધરાવતો ન હોવા છ્તાં પણ ભગવાનમાં મારી પસંદગી કાન્હા પર જ ઢળે… અને મીરાં એની જગ્યાએ છે પરંતુ રાધા અને એના શાસ્વત પ્રેમ પ્રત્યે મને હંમેશા અહોભાવ રહ્યો છે.. અમુક મિત્રો સાથે આ અંગે મે એક ચર્ચા કરી જે કદાચ તમને વાંચવી ગમશે એ આશયે લીંક આપુ છુ જો આપ ત્યાં વિઝીટ ન કરી શકો તો તમે કહેશો ત્યાં કોપી-પેસ્ટ કરી નાંખીશ.

  http://www.orkut.com/CommMsgs.aspx?cmm=38224165&tid=2586639540049738727

  રજની અગ્રાવત

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s