આજે વૈશાખ વદ બારસ
આજનો સુવિચાર:- જિંદગીમાં લંબાઈનું મહત્વ નથી પણ ઊંડાણનું મહત્વ છે.
હેલ્થ ટીપ:- પ્રોસેસ્ડ અને ડબ્બાબંધ પદાર્થો ખાવા કરતાં તાજા ફ્ળો તેમજ લીલાં શાકભાજી અને ફણગાવેલા કઠોળનું સેવન વધારે હિતકારક છે.
વાર્તાઓમાં ‘હિતોપદેશ’ અને ‘પંચતંત્ર’ની વાર્તાની જેમ ઈસપની વાર્તાઓ નાનકડી બોધકથાઓ આખા વિશ્વમાં લોકપ્રિય બની છે. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદી પૂર્વે ગ્રીસમાં ઈસપ થઈ ગયો. મૂળે ગુલામ હોવાથી આ અસાધારણ વ્યક્તિત્વ ધરાવતા ઈસપનું જીવન ખુબ મુશ્કેલી ભર્યું હતું. કહેવાય છે કે પોતાના માલિકનાં બાલકોને ખુશ રાખવા તેમણે પશુ પક્ષીના પાત્રોને વાચા આપી તે પાત્રોને જીવંત કરી દીધા અને કથાઓ રસપ્રદ બનાવી દીધી હતી. આજે દાદીમાના મુખે પણ ઈસપની લોકપ્રિય વાર્તાઓ સાંભળવા મળે છે.
રશિયન બાળકથા
રશિયાના ઉક્રાઈન પ્રદેશના નાના એક ગામમાં દાદા દાદી રહેતા હતા. તેમને કોઈ સંતાન ન હતું. દાદા ખેતી કરતા અને લાકડા કાપતા એટલે તેમનો સમય પસાર થઈ જતો. પરંતુ દાદીનો સમય કેમેય પસાર ન થતો. ઘરનું કામ પતાવી દે પછી નવરા બેઠાં કંટાળો આવે પણ શું કરે? એક દિવસ દાદીએ દાદાને કહ્યું મને એક વાછરડો લાવી આપો. એને વગડામાં ચરાવીશ ઘાસ પાણી નીરીશ અને મારો વખત પસાર થઈ જશે.
દાદા કહે, ‘આપણે ગરીબ છીએ વાછરડો ક્યાંથી લાવીએ? પણ હું તને ઘાસનો વાછરડો બનાવી આપીશ. એને તેડીને વગડે લઈ જજે અને ચરાવજે. ‘ દાદાએ ઘણો બધો ગુંદર ચોંટાડીને ઘાસનો વાછરડો બનાવ્યો.
એક દિવસ દાદીમા વાછરડાને લઈને ચરાવવા નીકળ્યા. ઘાસના વાછરડાને લઈને ઘાસમાં મૂક્યો. પોતે જરાક ઊંચી જગ્યાએ બેઠાં અને ઊન કાંતવા લાગ્યા. થોડીકવાર થઈ અને રીંછ આવ્યું. એણે વાછરડાને જોઈને કહ્યું, ‘આ વગડો મારો છે. તું અહીં કેમ આવ્યો છે?’ પણ ઘાસનો વાછેરડો કાંઈ બોલે? એતો ઊભો જ રહ્યો ! એટલે રી6છને ચઢી રીસ. એણે વાછરડાને એક પંજો માર્યો, પણ ગુંદર લીલો હતો. એમાં રીંછનો પંજો ચોંટી ગયો. બીજો પંજો માર્યો, તો બીજો પંજો પણ ચોંટી ગયો.
દાદીએ જોયું તો તેમણે બૂમો પાડવા માંડી. ‘દોડજો રે! આપણા વાછરડાને રીંછ મારે છે……’ દાદાએ દાદીની બૂમો સાંભળી અને દાદા દોડતા આવ્યા. એમણે રીંછને ગળે દોરડું બાંધી દીધું. પછી પાણી રેડી તેનાં પંજા ગુંદરમાંથીછૂટા કર્યા. રીંછને લઈને ભંડકિયામાં પૂરી દીધું.
બે દિવસ પછી ફરીથી દાદીમા ઘાસના વાછરડાને લઈને વગડે ગયા અને ઘાસમાં મૂક્યો. પોતે ઊન કાંતવા બેઠાં. ત્યાં એક વરુ આવ્યું. એણે વાછરડાને જોઈને કહ્યું,’વાછરડા તને હુ ખાઉં’ પણ વાછરડો કાંઈ બોલે ? એ તો એમજ ઊભો રહ્યો. તેથી વરુએ તે મારવા પંજો ઉપાડ્યો. અને જેવો તેને પંજો માર્યો ત્યાંતો ગુંદર સુકાયો ન હોવાને કારણે પંજો ચોંટી ગયો.. એટલામાં દાદીની નજર પડી અને તેમણે બૂમાબૂમ કરી મૂકી. આ સાંભળી દાદા દોડતા આવ્યા અને વરુને દોરડે બાંધી દીધું. અને વરુને ભંડકિયામાં પૂરી દીધું.
બીજા દિવસે દાદા ભંડકિયાના બારણે બેઠા બેઠા પથરા પર લાં….બો છરો ઘસવા લાગ્યા અને બોલતા જાય ,’જાણો છો હું શું કરીશ ?’ દાદી પૂછે,’ શું કરશો?’ દાદા કહે ,’આ રીંછને મારીને મારો ડગલો સીવીશ.’ આ સાંભળીને રીંછ કહે,’ દાદાજી ! મને નહીં મારતા ! હું તમને પ્રોમિસ આપું છું કે દર અઠવાડિયે તમને મધનો પૂડો લાવી દઈશ.’ દાદા ફરીથી છરો ઘસવા લાગ્યા અને બોલ્યા,’ હવે આ વરુને મારીને હું પાણીની પખાલ બનાવીશ.’ વરુ કહે,’ મને ન મારતા હું દર અઠવાડિયે ઘેંટાનું ટોળું હાંકી લાવીશ.’ એટલે દાદાએ વરુ અને રીંછ બન્નેને છોડી મૂક્યા.
હવે દાદા દાદીને લીલાલહેર થઈ ગઈ. રી6છ લાવે મધ અને વરુ લાવે ઘેંટા. દાદા દાદીને કહે,’ તમે સંતાનની ચિંતા કરતા હતા ને ? આ ઘાસનો વાછરડો તમારો કમાઉ દીકરો બની ગયો !’ દાદા દાદી જીવ્યાં ત્યાં સુધી લહેરથી જીવ્યાં.
ૐ નમઃ શિવાય