ચૈતર વૈશાખના વાયરા

                   આજે ચૈત્ર વદ દસમ

આજનો સુવિચાર:- પરિશ્રમ એ મનુષ્યનું આભુષણ છે.

 

હેલ્થ ટીપ્સ:- સવારનાંસૂરજનો કૂમળો તડકો નિયમિત લેવાથી સફેદ કોઢનાં ડાઘ ઝાંખા પડી જશે.

 

આજે ગુજરાત રાજ્ય સ્થાપન દિન, મહારાષ્ટ્ર દિન અને મે દિન અથવા મજૂર દિન

     ઈ.સ. 19960માં “ મહાદ્વિભાષી રાજ્ય”-બૃહત મુંબઈ રાજ્યનું વિભાજન થયું. મહા ગુજરાત આંદોલન સફળ રહ્યું. ગુજરાત અને મહારાષ્ટ્ર નામના બે અલગ અને એકભાષી-ગુજરાતી અને મરાઠીભાષી રાજ્યની રચના થઈ. ગુજરાતના પ્રસિદ્ધ મૂકસેવક રવિશંકર મહારાજના આશીર્વાદ-હસ્તે રાજ્યનું આજે 1-5-1960ના દિવસે ઉદઘાટન થયું હતું. બે વર્ષ પછી એટલે કે ઈ.સ. 2010માં ગુજરાત રાજ્ય સ્થાપનના 50 વર્ષ પૂરા થશે. જય જય ગરવી ગુજરાત.

 

આજે મે ડે એટલે કે મજૂર દિન તરીકે પણ ઉજવાય છે.

     આજથી બસો વર્ષ પહેલાં યુરોપનાં દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. માલિક અને મજૂર બે વર્ગ પડી ગયા. મજૂરોને યોગ્ય વળતર માટે શિકાગોમાં 1-5-1887ના દિવસે વિશાળ મજૂર આંદોલન થયું. સેંકડો મજૂરો શહિદ થયા. એમની યાદમાં આજે મજૂર દિન અથવા મે ડે મનાવવામાં આવે છે.

આજથી મે મહિનો ચાલુ થાય છે. આ મે મહિનો સમગ્ર ભારત માટે વરસાદી મોસમ લાવે છે.

 

આ ગરમીની લહેરીમાં ઠંડકનો અનુભવ કરાવતું કવિશ્રી વેણીભાઈ પુરોહિતનું આ કાવ્ય યાદ આવ્યા વગર ન રહે.

 

સાખી

ગરમ હવાની લહેરખીયે,નીજ કોમળ તન કરમાશે
અગન પીછોડી ઓઢી ધરતી, તુજ ચરણે ચંપાશે
સખી થંભી જા વાટે લગાર, સખીરી

તારો છેડલો તું માથે તું માથે રાખને જરા
આતો ચૈતર વૈશાખનાં વાયરા
તારી વેણીની મ્હેક જાશે ઉડી
આતો ચૈતર વૈશાખનાં વાયરા

અંગારા વેરતો તડકાનો તોર કાંઈ
અંગારા ઝીલતો આંખ્યુંનો તોર કાંઈ
તારી આંખ્યું અધોકડી તું રાખને જરા
આતો ચૈતર વૈશાખનાં વાયરા

ઊનાયે વાયરા ને પાલવડે
પુરનાં ઓછરતાં ઓરતા ઉના
તારા હૈયા પર હાથ તો રાખને જરા
આતો ચૈતર વૈશાખનાં વાયરા

ગાયક: શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય

 

                              ૐ નમઃ શિવાય

Advertisements

3 comments on “ચૈતર વૈશાખના વાયરા

  1. મનવંતની સાથે સંમત થાઉં છું.તેમના આ ગીતો મળે છે.
    માઇ રી મૈં તો મધુબન મેં , ઉપર ગગન નીચે ધરતી , બે ફુલ ચઢાવે મૂર્તિ પર ઓ નીલ ગગનના પંખેરુ , આ આદિ અંતની સંતાકુકડી,માને તો મનાવી લેજો રે, સબ અપની અપની ગતમેં , રામ તમે સીતાજીની તોલે ન આવો , રંગલો જામ્યો કાલિંદીને ઘાટ, કેમ રે વિસારી
    અક્ષર પગલે આવ્યા મા, તેં તો રાત આખી વાંસળી ,મુખડાની માયા લાગી રે,હંસલા હાલો રે હવે , આ નભ ઝૂક્યું તે કાનજી , તનનો તંબૂરો મારો પણ ચૈતર વૈશાખના વાયરા
    મળતું નથી!

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s