અખંડ ખાંસીનું ખંડ કાવ્ય

                         આજે ચૈત્ર વદ ચૌદસ

આજનો સુવિચાર:- જેનામાં નમ્રતા નથી આવતી તેઓ વિદ્યાનો સદુપયોગ નથી કરી શકતા, નમ્રતાનો અર્થ અહમભાવનો અત્યંત ક્ષય. – ગાંધીજી

હેલ્થ ટીપ્સ:- લાલ રંગ ભૂખ વધારનારો છે તો તેનો ઉપયોગ ડાઈનિંગ ટેબલ અને રસોડામાં વપરાય તો લાભદાયક છે.

 

    આજનાં એટલે તા. 4/5/2008 ના જન્મભૂમિ પ્રવાસીના તીરકીટધા વિભાગના લેખક શ્રી સ્નેહલ મઝુમદાર લીખિત એક અનોખુ હાસ્યકાવ્ય આવેલું છે. જેની રજુઆત અહીં કરું છું.

 

અખંડ ખાંસીનું ખંડકાવ્ય

શાર્દૂલવિક્રીડિત

ખાતો’તો કુલ્ફી અને શરબતી પીણાં અને ફાલુદા
માંહી નાખત ટુકડાં બરફના કૉફી તણાં ગ્લાસમાં
એસી ચાલત, કાળઝાળ ગરમી, પંખો ફરે જોરમાં
ઠંડુગાર ગમે મને, ન પરવા, ના છોડવી’તી મજા

 

વસંતતિલકા

આજે અચાનક મને શરદી થઈ છે
કંઠે ભર્યો કફ અને મુજ સાદ બેઠો
ખાધી નિમેષનયને ભરપૂર છીંકો
ખાંસી વધી ગઈ રહ્યો પટકી હું માથું

 

શિખરિણી

ભમે છે માથું ને સકળ તાવે ધગધગે
દુઃખે વાંસો આખો શિથિલ પગલાં શા ડગમગ
નથી સૂતો રાત્રે સજળ નયને નાક ગળતું
રહું બેચેનથી નહિ ગમતું કો કામ કરવું

 

શાર્દૂલવિક્રીડિત

ખોં ખોં ખોં કરતા નિશા ગુજરતી, ના કાંઈ સૂઝે મને
વીતી કેમ કરી ન જાણું રજની, ચાંદો ભલે ચોકમાં
ડાબેથી જમણે ફર્યાં મેં પડખાં, થાકી ગયો હાંફતા
થાઓ ના મુજ શત્રુને ય શરદી, ત્રાસી ગયો બલમા

 

મંદાક્રાંતા

સૂણો સૂણો ઉધરસ અને છીંકની શી દવાછે?
ઠંડા પીણાં બરફ કુલ્ફી માણવાની સજા છે
ધ્રૂજે આખુ6 તનબદન જે કંપતું થૈ બુખારી
લેવી ગોળી, કફસીરપ કે ઔષધો સોય ભોંકી ?

 

વસંતતિલકા

બેઠેલ કંઠે કરતો નવલાં લવારા
છીંકો અને ઉધરસો નિત સાથ વહાલાં
છોડે કદી ન મુજ સંગ બની પરાયા
જીયો ભયો તમ સખી, ધન ભાગ્યા મારાં

 

                                                 ૐ નમઃ શિવાય

Advertisements

16 comments on “અખંડ ખાંસીનું ખંડ કાવ્ય

 1. સ્નેહલ મઝુમદારનું અખંડ ખાંસીનું હાસ્યકાવ્ય માણ્યું.
  મને ખાંસી અંગે એક શીખ યાદ આવી.
  કજીયાનું મૂળ હાંસી
  રોગનું મૂળ ખાંસી
  અહીં નાની તકલીફમાં તબીબી સારવારની કડાકૂટ ભારી લાગે તેથી અમે-ખાંસીમાં ઘરગથ્થુ ઈલાજ આદુનો+તુલસીનો રસ- મધમાં આપતાં અને અજમા તથા લસણની પોટલી બનાવી નાક પાસે સૂંઘવા આપતા કે મીઠું અને હળદરવાળો શેકેલો અજમો જમ્‍યા પછી મુખવાસ તરીકે આપતા તો રાહત થઈ- ઘણા ખરી વાર ડો.ને ત્યાં જવું ન પડતું.
  પણ આ હાસ્યકાવ્ય વાંચી આ સારવારની ખરેખર ઈલાજ તરીકેની કવિતા યાદ આવી!
  Today I wheezed, today I sneezed,
  today I learned a lesson.
  That breathing in and out each day
  Is really quite a blessing.
  Some tubes connect my mouth to my lungs,
  And at times they swell up like balloons.
  And when they do, the air squeeks through,
  So my breathing appears out of tune.
  This swelling occurs when I pat the dog,
  Or run out in the cold.
  When grass is cut, or leaves are raked,
  Or when there’s lots of mold.
  I’m absent when the tubes swell tight.
  Some say I’m playing hooky,
  But when breathing is a struggle,
  I can’t even eat a cookie.
  I’ve learned what I’ve got is called asthma.
  It’s a good thing for me that I’m bright.
  I test my breathing at the start of each day,
  And avoid things that make the tubes tight.
  The dog sleeps in the basement.
  I keep my stuffed toys clean.
  No one’s allowed to smoke inside,
  Hope you don’t think that’s mean.
  Sometimes no matter what I do
  The tubes swell anyhow,
  But I have tricks tucked up my sleeve.
  I’ll share some with you now.
  I puff special medicine into my mouth
  With a nebulizer gadget.
  It works to open up the tubes.
  It really is like magic.
  Before I play some basketball
  Or run out in the rain,
  I puff a different medicine.
  Then I can join the game.
  I don’t eat many junk foods,
  And I try hard not to whine.
  These tricks help me stay healthy,
  So most times I’m just fineToday I wheezed, today I sneezed,
  today I learned a lesson.
  That breathing in and out each day
  Is really quite a blessing.
  Some tubes connect my mouth to my lungs,
  And at times they swell up like balloons.
  And when they do, the air squeeks through,
  So my breathing appears out of tune.
  This swelling occurs when I pat the dog,
  Or run out in the cold.
  When grass is cut, or leaves are raked,
  Or when there’s lots of mold.
  I’m absent when the tubes swell tight.
  Some say I’m playing hooky,
  But when breathing is a struggle,
  I can’t even eat a cookie.
  I’ve learned what I’ve got is called asthma.
  It’s a good thing for me that I’m bright.
  I test my breathing at the start of each day,
  And avoid things that make the tubes tight.
  The dog sleeps in the basement.
  I keep my stuffed toys clean.
  No one’s allowed to smoke inside,
  Hope you don’t think that’s mean.
  Sometimes no matter what I do
  The tubes swell anyhow,
  But I have tricks tucked up my sleeve.
  I’ll share some with you now.
  I puff special medicine into my mouth
  With a nebulizer gadget.
  It works to open up the tubes.
  It really is like magic.
  Before I play some basketball
  Or run out in the rain,
  I puff a different medicine.
  Then I can join the game.
  I don’t eat many junk foods,
  And I try hard not to whine.
  These tricks help me stay healthy,
  So most times I’m just fine.
  If breathing in and breathing out
  A zillion times each day,
  Is something you do without thinking a thought,
  Thank God for this gift when you pray..
  If breathing in and breathing out
  A zillion times each day,
  Is something you do without thinking a thought,
  Thank God for this gift when you pray.
  આવી દરેક રોગની ગુજરાતી કવિતા બનાવી હોય તો??

  Like

 2. પિંગબેક: “હાસ્ય દિન”…અખંડ ખાંસીકાવ્ય…..સ્નેહલ મઝમુદાર « મન નો વિશ્વાસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s