રવીન્દ્રનાથ ઠાકુર, સ્વામી ચિન્મયાનંદજી

                            આજે વૈશાખ સુદ ત્રીજ

આજનો સુવિચાર:- આનંદ આપણા ઘરમાં જ હોય છે, તેને અન્યના બગીચામાં અર્થ નથી.

 

હેલ્થ ટીપ:- સૂવાની ભાજી હરસથી પીડાતી વ્યક્તિ તથા અતિસારથી પીડાતી વ્યક્તિ માટે અસરકારક છે.

        આજે કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો જન્મદિન છે. 8/5/1861ના દિવસે બંગાળના નાના ગામમાં આપણા રાષ્ટ્રગીતનાં રચૈતા અને પ્રખર રાષ્ટ્રપ્રેમી લોકોત્તર ગાયક કવિ રવીન્દ્રનાથ ઠાકુરનો જન્મ થયો હતો. પિતા ગામના જાગીરદાર હોવાથી રવીન્દ્રનાથનું શિક્ષણ, જીવન અને જગતનાં સર્વ વિષયનુ જ્ઞાન ઘરે બેઠા શિક્ષક દ્વારા પ્રાપ્ત થયું હતું. પ્રકૃતિ અને કવિતા નાનપણથી મળ્યાં હતાં. જીવનનું સર્વાંગી શિક્ષણ આપે તેવી ‘શાંતિ નિકેતન’ નામની સંસ્થાની સ્થાપના કરી. તેમના કાવ્યનું સંગીત રવીન્દ્ર સંગીત તરીકે ઓળખાય છે. તેમના અપૂર્વ કાવ્યસંગ્રહ ‘ગીતાંજલી’ દ્વારા તેમને 1913માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમણે હજાર જેટલાં ગીતો, કાવ્યો તથા અનેક વાર્તાઓ, નવલકથા, નાટકો, નિબંધો પ્રવાસવૃતાંતો, પત્રો લખ્યાં છે.

     સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજી અને રવીન્દ્રનાથ દેશની પ્રજા સાથે રહેલા. જલિયાવાલાં હત્યાકાંડ વખતે તેમણે બ્રિટીશ ઈનકલાબો પાછા વાળેલા. 7/8/1941માં તેમનું અવસાન થયું હતું.

અજિત શેઠ અને નિરૂપમા શેઠ રવીન્દ્રસંગીતના પસિદ્ધ ગાયકો છે. રવીન્દ્રનાથ ટાગોરનું પ્રસિદ્ધ ગીત

‘તારી હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે’

——————————————————————————–

                             

          સ્વામી ચિન્મયાનંદજી

 

                 કેરાળાના એર્નાકુલમનગરમાં 8 મે 1916ના રોજ પથમપલ્લી કુટુંબમા જન્મેલા બાલકૃષ્ણ મેનન એટલે સ્વામી ચિન્મયાનંદજીએ લખનૌ યુનિવર્સિટીમા સ્નાતકની ઉપાધી મેળવીને પત્રકારત્વનું ક્ષેત્ર પસંદ કર્યું હતું પરંતુ સ્વામી શિવાનંદજી નાં સાનિધ્યમાં આવ્યા બાદ તેમના જીવનની રાહ બદલાઈ ગઈ હતી. તેમણે આધ્યાત્મિક જિંદગી સ્વીકારી હતી. તેમણે 40 વર્ષ સુધી પરિભ્રમણ કરીને વિશ્વભરમાં અસંખ્ય સ્થળોએ શાળાઓ, હૉસ્પિટલો, આશ્રમો, આધ્યાત્મિક કેન્દ્રો ખોલ્યા હતા. 1993માં કૅલિફોર્નિયાના સાન ડિયાગોમાં તેમણે મહાસમાધિ લીધી.

 

                                            ૐ નમઃ શિવાય

5 comments on “રવીન્દ્રનાથ ઠાકુર, સ્વામી ચિન્મયાનંદજી

  1. રવીન્દ્રનાથ ઠાકુર અને સ્વામી ચિન્મયાનંદજીને પ્રણામ
    ચિન્મય મિશનના વિજ્ઞાન-મંદિરોમાં શિક્ષા આપવામાં આવે છે કે બાહ્ય જગતની અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પાણીમાં કમળપત્રની સમાન તેનાથી અછૂત રહીને પોતાના અંતર્તમમાં વિદ્યમાન આનંદનો અનંત સ્ત્રોત શોધી કાઢી અને તેનાથી તૃપ્ત રહી સંસારમાં નિર્ભય જીવન જીવે.
    આ વિદ્યા ઉપનિષદ,ગીતા વગેરે શાસ્ત્રોમાં ભલી-ભાંતિ આપવામાં આવી છે. એને સમજવા માટે કેટલાક સહાયક ગ્રંથોની રચના કરવામાં આવી છે. જેને પ્રકરણ ગ્રંથ કહેવામાં આવે છે. ભગવાન શંકરાચાર્ય દ્વારા લખવામાં આવેલ તત્ત્વ-બોધ નામક આ નાનો ગ્રંથ છે. આ વેદાન્ત-દર્શનની પ્રથમ પુસ્તકનાં રૂપમાં પ્રસિદ્ધ છે. આની વિસ્તૃત વ્યાખ્યા આચાર્યએ આત્મ-બોધ, અપરોક્ષાનુભૂતિ,વિવેક ચૂડામણિ વગેરે ગ્રંથોમાં કરી છે. આનો અભ્યાસ કર્યા બાદ ગીતા અને ઉપનિષદોને સમજવાનું ઘણું સરળ બની જાય છે.”તત્ત્વ-બોધ” માં ત્રણ શરીર, ત્રણ અવસ્થાઓ અને પાંચ કોશોનું વર્ણન કરી આત્મતત્ત્વ શોધવાનો ઉપાય બતાવવામાં આવ્યો છે.જગતની સૂક્ષ્મ અને સ્થૂળ રચનાનું નિરૂપણ કરી એમાં જીવની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે.જીવ અને ઈશ્વરનો સંબંધ બતાવી એના તાત્વિક રૂપની એકતા પણ બતાવવામાં આવી છે.આની સાથે જ કર્મ-બંધનનું રહસ્ય બતાવી તેનાથી છૂટવાના અને જીવન્મુક્ત થવાના વિધાન પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે.જીવન્મુક્ત થવું એ જ મનુષ્યની અંતિમ અને સર્વોપરી કામના છે.ગીતમાં એને સ્થિતપ્રજ્ઞ,ત્રિગુણાતીત,ભક્ત વગેરે સંજ્ઞાઓથી વિભૂષિત કરવામાં આવ્યું છે.

    Like

  2. દાદા ઠાકુર નું જે સ્થાન….અભિમાન…ગૌરવ બંગાળી પ્રજામાં જોયું તે ગૌરવ અહી ગાંધીજી માટે પણ આપણામાં જોવા મળ્યુ નથી. એક એક બંગાળી તેમના નામ સાથે જે ગૌરવથી..જે પોતાનાપણાથી અને જે આદરથી વાત કરે..તેમના મોં પર તેમના નામ સાથે જે ચમક જોવા મળે તે મે ત્યા6 વારંવાર જોઇ છે…અનુભવી છે. દરેક બંગાળી..નાનો કે મોટો..બધા માટે રવીન્દ્રનાથ પોતાના છે.

    આપે પણ તેમને યાદ કર્યા તે બદલ સલામ.

    Like

Leave a comment