ચુનમુન ચકલીની બર્થ ડે

                         આજે વૈશાખ વદ એકમ [નારદ જયંતી]

આજનો સુવિચાર:- હેતુ શુદ્ધ હોય તો કોઈપણ ક્ષેત્રમાં સફળતા મળશે.

 

હેલ્થ ટીપ:- રોજિંદા ખાણામાં કાચી કેરીનું કચુંબર ખાવાથી ગરમીમાં લૂ નહી લાગે.

 

ચુનમુન ચકલીની બર્થ ડે

* કેદાર વનમાં ચુનમુન ચકલી રહેતી હતી.

* ચુનમુન ચકલીને પ્રાણી અને પક્ષીઓ પ્રેમ કરતા હતા કારણ કે ચુનમુન બહુ ભોળી હતી.

* ચુનમુન દરરોજ રીચાનાં આંગણામાં જતી. રીચાની મમ્મી શીતલ ચોખાનાં દાણા આંગણામાં રોજ નાખતી અને ચુનમુન તેની સહેલી સાથે ચણતી.

* એક દિવસ ચુનમુન દાણા ચણવા રીચાના ઘેર ગઈ. તો તેણે રીચાના ઘરે મહેમાનોને વાતો કરતા સાંભળ્યા.

* રીચાનો જન્મદિવસ હતો. એટલે બધા મહેમાનો તેના માટે રમકડાં લાવ્યાં હતા. રીચાના હાથમાં પણ સુંદર મજાની બાર્બી હતી.

* ચુનમુન થોડી ઉદાસ થઈ ગઈ. તે મનોમન વિચારવા લાગી, ‘મારા મમ્મી-પપ્પા હોત તો મારો પણ જન્મદિવસ ઉજવાતે’. તે ઉદાસ મને પોતાના માળામાં જઈને બેસી ગઈ.

* બધા પ્રાણી-પક્ષીઓએ તેની ઉદાસીનું કારણ પૂછ્યું પણ તેણે કંઈ જવાબ ના આપ્યો. હંમેશા હસતી, ગીત ગાતી ચુનમુન ચૂપ હતી.

* એક દિવસ પોપટ અને કોયલ ચુનમુનની પાસે આવ્યા. તેમણે કહ્યું,’ચુનમુન અમે તને ઉદાસ નથી જોઈ શકતા. તું કહે તને શું થયું છે?’ ચુનમુને રડતાં રડતાં પોપટ અને કોયલને બધી વાત કરી.

* બીજા દિવસે સવારે ચુનમુન ચણવા ગઈ. સાંજે પાછી ફરી તો…તેનું આખું ઘર શણગારાયેલું હતું. તેનો માળો પણ સજાવેલો હતો.

* આ જોઈને ચુનમુન વિચારમાં પડી ગઈ. તે ખુશ થઈ ગઈ, પણ તેને બહુ નવાઈ લાગી.

* પ્રાણીઓ અને પક્ષીઓ પણ ત્યાં હાજર હતાં. કાબર ચુનમુન માટે કિચનસેટ લાવી તો પોપટ તેને માટે બાર્બી લાવ્યો, કોયલ તેને માટે નાનકડી કાર લાવી તો બિલાડી ટેડી બેર લઈ આવી. સસલાભાઈ કેક લાવ્યા હતા.

* ચુનમુને પૂછ્યું,’આ બધું શું છે ? તમે લોકો મારા માટે શા માટે ગિફ્ટ લઈ આવ્યા છો ? મારું ઘર પણ શણગાર્યું છે. કઈ ખાસ કારણ ?

* પોપટ કહે ,’ ચુન્મુન તું એકલી નથી. અમે બધા તારા મિત્રો છે. અમે ભેગા મળીને નક્કી કર્યું કે આજે તારો જન્મદિવસ ઉજવીએ અને ખૂબ ધમાલમસ્તી કરીએ.’

* પછી બધાએ ચુનમુનને રમકડાંની ભેટ આપી અને ખૂબ મસ્તી કરી.

આ વાર્તા પરથી મને એક ગીત યાદ આવ્યું કે

હમભી અગર બચ્ચે હોતે નામ હમારા હોતા ચુનમુન
તો ખાને કો મિલતે લડ્ડૂ ઔર મિલતા હમકો ગુડ્ડુ ગુડ્ડુ
ઔર દુનિયા કહેતે હેપી બર્થ ડે તો યુ.

 

                                     ૐ નમઃ શિવાય