કહેવતોમાં કેરી

                  આજે વૈશાખ વદ ત્રીજ [સંકષ્ટ ચતુર્થી]

આજનો સુવિચાર:- સફળતા ધીરજવાન અને મહેનતુ લોકોની દાસી બની રહે છે.

 

હેલ્થ ટીપ:- જવના લોટમાં ઠંડું દૂધ અને લીંબુનો રસ નાખી તેની પેસ્ટ બનાવી ચહેરા ઉપર લગાવો , 20 મિનિટ બાદ ધોઈ નાખો. અઠવાડિયામાં બે થી ત્રણ વાર લગાવો. બ્લીચીંગ થઈ જશે.

 

                               કહેવતોમાં કેરી

કહેવત શબ્દનો સીધો સાદો અર્થ કરીએ તો કહે-વાત. જે કાંઈ વાત થઈ હોય, કાર્ય થયું હોય જેની કંઈ વાત કહેવાની હોય પછી તે વાત સારી હોય કે નરસી. ખોડખાંપણ બતાવતી હોય કે નોંધવા જેવી વાતને નોંધતી હોય તે ‘કહેવત’.

કહેવતમાં ડહાપણ અને અનુભવછે. પંડિતોએ તેને વ્યવહારુ જ્ઞાનનો ખજાનો કહ્યો છે. યુગયુગનું એમાં ડહાપણ છે. કાળ જાય છે પણ કહેવત તો રહે છે જ. કહેવતની જનની અનુભવ છે. અનુભવનું તે સંતાન છે. પ્રસંગ ઈતિહાસ સ્વભાવ પરથી કહેવતનું ઘડતર થયું છે. કહેવતોમાં કવિતાના પ્રાસ અને મીઠાશ પણ છે.

થોડી કેરી વિષે કહેવતો જોઈએ.

 

કેરી ફળોનો રાજા ગણાય છે અને કહેવતોમાં પણ પાછળ નથી !

1] આંબુની કમાઈ જાંબુમાં ગઈ.

2] આંબા ગાળો ને પૈસા ટાળો.

3] ઉતાવળે આંબા ન પાકે.

કેરીના રસ સાથે રોટલી વધારે ખવાય છે ત્યારે કહેવાય છે કે

4] એક ગોટલી તો સો રોટલી

5] કેરી ખાઈને પાણી પીએ એટલી બહેન વહાલી
ને ગોટલી ખાઈને પાણી પીએ એટલો બહેનને ભાઈ વહાલો.

6] કેરીની ખોટ કોંકડીઓમાં ભાંગીશું.

7] નારી કેરી ને આમલી દીઠે દાઢ ગળે,
એ ત્રણેનું સેવન કરે, તે આખરે ધૂળે મળે.

8] રસ કેરીનો ને જમણ દૂધપાકનું

9] રાંડ, ખાંડ ને કેરી એ ત્રણે શરીરના પાકાં વેરી.

10] રાયણ ખાઈને રાતી થઈ ને કેરી ખાઈને દુબળી થઈ.

11] કેરી ગાળો ને પૂંજી ટાળો.

                                             — સંકલિત

 

                                   ૐ નમઃ શિવાય