કેટલાક માનવી

                                    આજે જેઠ વદ બારસ

આજનો સુવિચાર:- છેતરવાની કે છીનવવાની ભાવના ખુદ આપણા માટે ઘાતક નીવડે છે.

હેલ્થ ટીપ:- વજન ઘટાડવું છે? સપ્તાહમાં 4 થી 5 વખત 30 થી 40 મિનિટ એરોબિક કસરત કરો.

સળગતો માનવી !

ટ્રેન ને બસમાં લટકતાં માનવી,
વ્હીલની સાથે ગબડતો માનવી !
ન્યાય માટે જે ભટકતો માનવી,
ચોક વચ્ચે એ સળગતો માનવી.

સ્વાર્થની લીલે લપસતો માનવી,
સાંકડા મનથી ઝઘડતો માનવી,
વાણી-વર્તન સાવ નોખા જેમના
શૂળ માફક એ ખટકતો માનવી.

એક શેરીમાં રમી મોટાં થયાં,
એ જ શેરીમાં ઝઘડતો માનવી
બસ ચલણમાં નકલી સિક્કાઓ ઘણાં,
બસ અહીં ખાલી ખખડતો માનવી

માનવીને કોણ સમજી શક્યું છે ?
હરક્ષણે ચહેરા બદલતાં માનવી !

                       — રમેશ પટેલ

કેટલાક માનવી

કેટલાક
માણસોને ઘર નથી,

કેટલાક
માણસો ઘરમાં નથી

કેટલાક
માણસો ઘર માટે નથી

કેટલાક
માણસો માટે ઘર નથી

હું કયો માણસ ગણાઉં ?
માણસ ગણાઉં ?

                  — જયંતીભાઈ નાચી

                                                           ૐ નમઃ શિવાય

4 comments on “કેટલાક માનવી

 1. વાણી-વર્તન સાવ નોખા જેમના
  શૂળ માફક એ ખટકતો માનવી.
  માનવી ઘણીવાર અજાણતા પણ જીવનના કેટલાક સત્યો બોલી જતો હોય છે..આ સૃષ્ટિમાં ઉલ્કાપાત ન લાવવો હોય તો કોઈના પ્રેમની આડે રોડાં ન નાખો. .
  અનીલની પંક્તીઓ યાદ આવી
  મનુષ્યો ચાલે છે ત્યારે થાય છે કેડી કે પગદંડી,
  કે પયગમ્બર જો જાય તો થઈ જાય છે રસ્તો.

  નથી એક માનવી પાસે બીજો માનવી હજી પહોંચ્યો,
  ‘અનિલ’, મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s