શ્રી ભગવાન

                           આજે જેઠ વદ અમાસ

 

આજનો સુવિચાર:- વરસાદ એ આકાશે પૃથ્વીને લખેલો પ્રેમપત્ર છે.

 

હેલ્થ ટીપ:- શરદી એ ચેપી રોગ છે. તેનાથી બચવા વિટામીન સીથી ભરપૂર ફળ અને વાનગીઓ ખાઓ. સાદા પાણીથી અવારનવાર હાથ ધુઓ.

 

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે તેમની આ કૃતિ મોકલાવ્યા બદલ મેઘધનુષ તરફથી ખૂબ આભાર]

 

 

શ્રી ભગવાન

ચૌદલોકના અધિપતિ અવતરિયા, ઘેલું કીધું ગોકુળિયું ગામ
મોર મુગટ પીતામ્બર શોભે, મનમોહક છે સુંદર શ્યામ

બાળ કનૈયો રૂપ રૂપૈયો, નટખટ નાનો નંદકિશોર
સ્નેહ સૂરનો બંસી બજૈયો,સુધ-બુધ ભૂલે વ્રજની નાર

મુખ મનોહર કામણગારું, વૃન્દાવનનો વરસે પ્યાર
ઘેલી ગોપી ,ગાય વાછરડુ, જશોદાજી છલકાવે વ્હાલ

માખણ આરોગી થનથન નાચે,ગોપસખાનો કાનો આજ
યમુના તટે કદમ્બની ડાળે, બજાવે બંસી રાધેશ્યામ

સુદર્શન હણે આતતાયી,કલ્યાણ યુધ્ધની કીધી વાત
ધર્મ યુધ્ધની દેતાં દુહાઈ,અર્જુનને દીધું ગીતા જ્ઞાન

મિત્ર સુદામાને સ્નેહે ભેટે, ગુંજે જગે પંચજન્ય શંખનાદ
યુગોથી યોગેશ્વરની માયા, ભાવે ભજે સહુ શ્રીભગવાન

રાસવિહારી રાસ રચાયે, નિર્મળ ભક્તિથી ઝૂમે નરનાર
શ્રી હરિ દર્શને ઠરશે અંતર, રીઝ્યા શ્રીજી, પુણ્ય અપાર

 

શ્રી રમેશ પટેલ(આકાશદીપ)

                                       ૐ નમઃ શિવાય

4 comments on “શ્રી ભગવાન

  1. શ્રી હરિ દર્શને ઠરસે અંતર,રીઝ્યા શ્રીજી પૂણ્ય અપાર
    સુંદર રચનાએ મનને પ્રસન્ન કરી દિધું.
    અભીનંદન
    ચન્દ્ર પટેલ

    Like

  2. સ્નેહ સુરનો બંસી બજૈયો,સુધબુધ ભુલે વ્રજની નાર
    ભગવાનનો ખૂબજ સુંદર ફોટો અને ભક્તિ સભર વંદના, રથયાત્રા,મેઘધનુઅના રંગો સાચેજ ખીલી ઉઠ્યા.
    સ્વેતા પટેલ

    Like

Leave a comment