બર્ફીલા પહાડો

                  આજે અષાઢ સુદ આઠમ

આજનો સુવિચાર:- જે કાયમ પ્રસન્ન રહે છે તેનામાં કદી આળસ આવતી નથી.

હેલ્થ ટીપ :- ચહેરા પર ડાઘ પડી ગયા હોય તો ફુદીના રસને રોજ ચહેરા પર લગાવવાથી ડાઘ દૂર થશે.

Photography by Shashikant Mehta

બર્ફીલા પહાડો

બર્ફીલા પહાડોની ગોદમાં લપાશું
તો ઈશ્વરને લાગશે નવાઈ
ને, પૂછશે : આ બાજુ ક્યાંથી, તું ભાઈ !

ધુમ્મસનાં બારણાં અઢેલીને ઝરણાંઓ કરતાં હશે જો તોફાન
ઈશ્વરજી કહેશે કે બારણાં ઉઘાડો : કવિઓ થયા છે મહેમાન
ઝરણાંઓ માટે લઈ જાશું બિસ્કિટ અને ચૉકલેટ-દૂધની મલાઈ
તો પહાડોને લાગશે નવાઈ

સૂરજનાં કિરણો તો ધબ્બાઓ મારીને કહેશે કે સ્વેટર તો કાઢ
આપણેય કહી દેશું ટાઢ બહુ વાય છે, પહેલાં તું તડકો ઓઢાડ
ઈશ્વરજી કહેશે કે તડકો શું ઓઢે છે, ઓઢ મારા નામની રજાઈ
તો સૂરજને લાગશે નવાઈ

રાતની ગોદમાં માથું મૂકીને દૂર સૂતો હશે ત્યાં સન્નાટો
પાછલા જનમનાં ડૂસકાંઓ સાથેની કહી દેશું ઈશ્વરને વાતો
પાછા ફરશું તો, આપણા જેટલી જ ઈશ્વરને કઠશે જુદાઈ
તો લાગશે કોને નવાઈ !

– મુકેશ જોષી

[શશીદાદાની ‘ક્લોસ અપ’માંથી લીધેલું આ કાવ્ય]
                                 ૐ નમઃ શિવાય

6 comments on “બર્ફીલા પહાડો

 1. સરસ ગીત
  આ પંક્તીઓ ગમી
  સૂરજનાં કિરણો તો ધબ્બાઓ મારીને કહેશે કે સ્વેટર તો કાઢ
  આપણેય કહી દેશું ટાઢ બહુ વાય છે, પહેલાં તું તડકો ઓઢાડ
  ઈશ્વરજી કહેશે કે તડકો શું ઓઢે છે, ઓઢ મારા નામની રજાઈ
  તો સૂરજને લાગશે નવાઈ
  અમારે તો બરફનાં પહાડની નવાઈ નહીં!વિચારનું અજવાળું આપણા મનમાં એવી રીતે ફરી વળે છે, જે રીતે સૂરજનાં કિરણો કોઇ ગુફામાં પહોંચી જઇને ગુફાના અંધારિયા ખૂણાઓને આલોકિત કરી મૂકે છે. પ્લેટોએ માનવીના મનને ગુફા સાથે સરખાવ્યું હતું.
  અમારો બરફના પહાડો પરથી સરકતા રોપ વેમાં મુસાફરી કરવાનો રોમાંચ યાદ આવ્યો.ઘ્યાનમાં બેસનારાઓને બરફનાં પહાડમાં ‘પાછલી ખટઘડી’ દરમિયાન મૌનનો સથવારો ખોવાનું ન પાલવે. એવી પ્રશાંત પળો દરમિયાન આપણી ભીતર સદીઓથી સૂઇ રહેલું અંધારું દૂર થાય અને કોઇ અગમ-અગોચર તત્ત્વ જાગી ઠે એ શકય છે. વિનોબાની વાત યાદ આવે- :

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s