ત્રિફળા

                     આજે અષાઢ સુદ દસમ

આજનો સુવિચાર:- જે કાર્યો આપણાં તન-મનને થકવી દેતા હોય છે, તેનો ત્યાગ કરો.

હેલ્થ ટીપ :- ગુલાબની પાંદડીનો રસ કાઢી તે હોઠ પર લગાડવાથી હોઠ ગુલાબી થાય છે.

                                    

                                         ત્રિફળા

       આજે રોગીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. જેટલી સમાજ અને દેશમાં સમૃદ્ધિ વધતી જાય છે એટલી જ પીડા વધતી જાય છે. વેદકાળથી ચાલી આવતી આપણી આયુર્વેદ એક એવી ચિકિત્સા પદ્ધત્તિ છે જેમાં લગભગ દરેક રોગનો એલ્લજા મળી આવે છે. એ વાત સાચી છે કે બીજી પદ્ધત્તિઓના મુકાબલે એની અસર ધીમે ધીમે થતી હોય છે પરંતુ તે રોગને જડમૂળથી કાઢી નાખે છે.

       ત્રિફળા એક એવી જડીબુટ્ટી છે જે ત્રણ ફળોનો સમાવેશ થાય છે. હરડે, આમળા અને બહેડા આ ત્રણ ફળોનો ત્રિફળામાં સમાવેશ થાય છે.

હરડે- આ જડીબુટ્ટીને પૂજનીય ગણાય છે. આયુર્વેદના શોધક ચરકે આ જડીબુટ્ટીને શરીર માટે ખૂબ ફાયદાકારક બતાવી છે. જ્યારેઅ શરીર હલન ચલન ન કરતું હોય, સ્કિન પ્રોબ્લેમ, અલ્સર વગેરેમાં રાહત આપે છે. બુદ્ધિ અને સ્મૃતિ વધારવામાં હરડે ઉપયોગી છે.

આમળા;- આમળા વિષે આગળ પણ ખૂબ લખ્યું છે. પિત્તજન્ય રોગ, પેટદર્દ, કબજિયાત જેવા રોગ દૂર કરે છે. માસિકધર્મ નિયમિત બનાવે છે.હૃદયરોગ, પ્રજનનસંબંધી આમળા એક મજબૂત ઔષધી છે. આમળામાં સૌથી વધારે વિટામિન સીનું પ્રમાણ વધારે છે.

બહેડા:- આ જડીબુટ્ટીથી કફજન્ય રોગો દૂર થાય છે. હૃદયને પોષણ મળે છે. અવાજ અને આંખોની ખામી દૂર કરે છે. વાળને ચમકીલા અને સુંદર બનાવે છે.

     આયુર્વેદમાં આ ત્રણ જડીબુટ્ટી ખૂબ ફાયદાકારક સાબિત થઈ છે. જેના ઉપયોગથી લાંબુ અને સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકાય છે. ત્રિફળા નાની મોટી દરેક વ્યક્તિ લઈ શકે છે. આની કોઈ આડઅસર નથી. યોગ્ય વૈદ્ય પાસેથી યોગ્ય રીત જાણીને એનો ઉપયોગ જાણી લેવો જરૂરી છે. ત્રિફળા ચૂર્ણના રૂપે પણ પ્રાપ્ત છે અને ગોળીના સ્વરૂપે પ્રાપ્ત છે. ચરકના મતાનુસાર ત્રિફળાના ચૂર્ણને પાણી સાથે મિક્સ કરી તેની પેસ્ત બનાવી ચોખ્ખા ઘી કે મધ કે માખણ સાથે નિયમિત એક વર્ષ લેવાથી નિરોગી બની લાંબુ જીવી શકાય છે.

     ત્રિફળા કોઈ પણ સમયે લઈ શકાય છે. સવારે કે રાત્રે સૂવાના અડધો કલાક પહેલા લઈ શકાય છે. ત્રિફળા લઈ થોડો હળવો નાસ્તો કરવાથી આ જડીબુટ્ટીનો યોગ્ય ફાયદો થાય છે. એક કપ ગરમ પાણીમાં થોડો ત્રિફળાનું ચૂર્ણ અથવા ત્રિફળાની ગોળી મિક્સ કરી ત્રિફળા ટી પી શકાય છે.

પ્રેગ્નંસીના સમયે ડૉક્ટરની સલાહ લઈ કોઈપણ જડીબુટ્ટીનું સેવન કરવું હિતાવહ છે.

ત્રિફળાથી થતા ફાયદા:-

• કબજિયાત દૂર થાય છે.

• કૉલેસ્ટ્રૉલ ઘટે છે.

• લોહીનું ભ્રમણ સુધરે છે.

• હાઈ બ્લડ પ્રેશર ઘટે છે.

• હૃદયરોગમાં રાહત મળે છે.

• વાઈરલ ઇંફેક્શન દૂર થાય છે.

• ડેડસ્કિન દૂર કરી ચહેરો કાંતિવાન બનાવે છે.

ત્રિફળનો નિયમિત ઉપયોગ એટલે અનેક સમસ્યામાંથી મુક્તિ, સ્વસ્થ આરોગ્ય પ્રાપ્તિ.

 

                                    ૐ નમઃ શિવાય

20 comments on “ત્રિફળા

 1. યુનિવર્સિટી ઓફ પિટૂસબર્ગ અમેરિકાની કેન્સર ઇન્સ્ટિટયુટના વૈજ્ઞાનિકોને ભારતનું વનસ્પતિજન્ય ઉત્પાદન ત્રિફળા, પેન્ક્રિઆઝની ગાંઠના ઇલાજ માટે અસરકારક હોવાનું જણાયું છે. વૈજ્ઞાનિકોએ આ સંશોધન હમણાં ઉંદરો પર કહ્યું છે, પરંતુ એમને આશા છે કે મનુષ્યની આ અતિ ગંભીર બીમારીનો ઇલાજ ઝડપભેર વિકસાવાશે.
  તાજેતરમાં કરાયેલી આ શોધમાં ય આ વાતને સમર્થન મળ્યું છે. આ શોધમાં દર્શાવાયું છે કે પેન્ક્રિઆઝની સામાન્ય કોશિકાઓને કોઇ નુકસાન પહોંચાડયા વિના ત્રિફળા કોશિકાઓમાં કેન્સરહીન ગતિવિધિઓને વધારે છે.
  આ અભ્યાસ દરમિયાન હ્યુમન પેનક્રિએટિત ગાંઠને પ્રત્યારોપિત કરાયેલા ઉંદરોને અઠવાડિયામાં પાંચ વાર ત્રિફળાનો ડોઝ આપવામાં આવ્યો.
  ચાર અઠવાડિયા પછી જ્યારે સંશોધકોએ ત્રિફળાથી ઇલાજ કરાયેલા ઉંદરોની ટયુમર તપાસી તો જોયું કે એમની ટયુમરનો આકાર, ઇલાજવિહીન ઉંદરોની ટયુમર કોશિકાઓમાં પ્રોટીનની સપાટી વધુ થઇ ગઇ હતી.
  વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ પ્રોટીનથી શરીર પોતે જ ક્ષતિયુકત અને બિનજરૂરી કોશિકાઓનો નાશ કરી નાખે છે.
  યુનિવર્સિટી ઓફ પિટૂસબર્ગના મદદનીશ પ્રાધ્યાપક અને આ શોધના મુખ્ય પ્રણેતા સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે અમને હ્યુમન પેનક્રિએટિક ટયુમરવાળા ઉંદરોને મોં દ્વારા ત્રિફળા આપવું એ કેન્સરની પ્રક્રિયાને રોકવામાં આશ્ચર્યજનકપણે અસરકારક જણાયું.
  ત્રિફળા કેન્સરજન્ય કોશિકાઓને જાતે જ નાશ પામવા માટે પ્રેરિત કરે છે અને કોઇ ખરાબ અસર ઉભી કર્યા વગર જ ટયુમરના આકારને આશ્ચર્યજનકપણે ઘટાડે છે. આ અભ્યાસને લોસ એન્જલસમાં અમેરિકન એસોસિએશન ફોર કેન્સર રીસર્ચની વાર્ષિક બેઠકમાં રજુ કરવામાં આવશે. નિષ્ણાતોને ત્રિફળા કેન્સર સામેના વિશ્વવ્યાપી જંગમાં એક ઉપયોગી શસ્ત્ર બની રહેવાની આશા છે.
  સામાજિક કામે આવેલા એનઆરઆઇ આમળાં, ત્રિફળા, ગોખરું, હરડે, સૂંઠ, જાંબુનો પાવડર જેવી આયુર્વેદિક ૧૦ ટન દવાઓ ખરીદે છે

  Like

 2. Hello

  My name is Hemlata Mehta and i am from Singapore,your blog was introduce to me by Mrs. Sukhla. Do you have any remedies for psoris (skin problem) . My sister in law is sufferign from this for past 18 years. She now has developed arthrities, her feet will get swollen and that makes it difficult for her to walk. Kindly let us know if you have any remedy or cure for it.

  Many thanks

  Regards
  Hemlata Mehta

  Like

 3. E-mail

  આપણે ત્યાં છેક વૈદિક કાળથી તે આજ સુધી એક સફળ ઔષધરૃપે પ્રયોજાતા ઔષધના નામથી કોણ અજાણ્યું હશે? આ ઔષધનું નામ છે ‘ત્રિફળા ચૂર્ણ’. આપણા ચિકિત્સા શાસ્ત્રના પ્રાચીન વિદ્વાનોએ આ ત્રિફળા ચૂર્ણના અનેક ગુણોને અનુભવ્યા પછી, તેના પરિણામો જાણ્યા પછી જ તેને પ્રજા સમક્ષ મૂક્યું હશે. આજે એવો એક પણ વૈદ્ય નહીં હોય કે જેના દવાખાનામાં આ ત્રિફળા ચૂર્ણ ન હોય! અરે, અનેક ઘરોમાં પણ એના વિભિન્ન ગુણોને લીધે તે ‘ઘરગથ્થુ ઔષધ’ રૃપે રખાતું હોય છે. એટલે જ આ વખતે આ કોલમના સામાન્ય વાચકો પણ ત્રિફળા ચૂર્ણ વિષે કંઈક જરૃરી જાણે એમ સમજીને તેના વિષે નિરૃપણ કરું છું.
  હરડે, બહેડા અને આમળાં આ ત્રણ ઔષધના સમભાગે બનાવેલાં ચૂર્ણને ‘ત્રિફળા ચૂર્ણ’ કહેવામાં આવે છે. બહેડામાં બીજ હોતું નથી. એટલે ૧૦૦ ગ્રામ સારી જાતનાં બહેડા, બીજ કાઢી લીધેલી ૧૦૦ ગ્રામ હરડે અને એવી જ રીતે બીજ કાઢેલ ૧૦૦ ગ્રામ સૂકાં આમળા. આ ત્રણે ઔષધને એક ખાંડણીમાં ભેગાં નાંખી, તેને ખાંડીને વસ્ત્રગાળ બારીક ચૂર્ણ કરી બાટલી ભરી લેવી.
  આ થયું ખૂબ જ વિશ્વસનીય, ગુણ સંપન્ન ત્રિફળા ચૂર્ણ. ચૂર્ણો હંમેશા તાજા જ વાપરવા જોઈએ. બે મહિના પછી ચૂર્ણ પોતાના ગુણધર્મો ગુમાવે છે. એટલે બજારું ચૂર્ણ લાવો તો એ કદાચ છ મહિના જૂનું પણ આવી જાય. એટલે ત્રિફળા ચૂર્ણ ઘરે જ બનાવવું જોઈએ.
  આપણે ત્યાં પ્રાચીન સમયમાં મર્હિષ વાગ્ભટ્ટ નામના મહાન વૈદ્ય થઈ ગયા. તેમણે પોતાના ‘અષ્ટાંગહૃદય’ નામના મહાગ્રંથમાં ત્રિફળાચૂર્ણની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. તેઓ લખે છે કે, ત્રિફળાચૂર્ણ ઘણાં રોગોમાં વિભિન્ન પ્રકારે પ્રયોજી શકાય છે. મર્હિષ હારિતનો મત એવો છે કે, આ ત્રિફળાચૂર્ણ મનુષ્યો માટે સદાય હિતકર અને બધી ઋતુઓમાં પ્રયોજી શકાય છે. તથા તે શરીરને કાંતિમાન અને તેજસ્વી બનાવનાર ઔષધ છે.
  મર્હિષ ચરક અને ગોવિંદદાસે તો ત્રિફળાચૂર્ણને રસાયણ તથા વૃદ્ધાવસ્થાને દૂર ધકેલનાર કહ્યું છે. ત્રિફળાચૂર્ણ ભૂખ લગાડનાર, આહાર પર રુચિ ઉત્પન્ન કરાવનાર, ઊલટી, ઉબકા અને ગેસ મટાડનાર, મેદ ઘટાડનાર, કફના અને મૂત્રના રોગોને મટાડનાર, મળને અને વાયુને નીચેની તરફ સરકાવનાર, વાયુની ઉર્ધ્વગતિને સમ્યગ્ કરનાર, મસા- પાઈલ્સ, ત્વચાના રોગો, લોહીનો બગાડ, ન મટતાં ચાંદા, વ્રણ, ખીલ, કરોળિયા, મેદ, ઉંદરી, વાળનાં રોગો, નખનાં અને આંખના રોગો, અનિદ્રા, હૃદયરોગ, પાચનતંત્રના રોગો અનિ ત્રિદોષજન્ય અનેક રોગોમાં હિતાવહ હોવાથી, પ્રાચીન મર્હિષઓએ ત્રિફળાને રસાયન ગણાવ્યું છે.
  ત્રિફળાચૂર્ણ મધુર અને શીતળ હોવાથી પિત્તનો તથા રુક્ષ અને તૂરું હોવાથી કફનો નાશ કરે છે. અનુપાન ભેદથી તે અનેક રોગોમાં પ્રયોજાય છે અને ઉત્તમ પરિણામ આપે છે. મર્હિષ હારિતે પોતાના ‘હારિત સંહિતા’ નામના ગ્રંથમાં વિભિન્ન રોગોમાં નીચે પ્રમાણે ત્રિફળા સાથે સહાયક ઔષધ અનુપાન રૃપે પણ લેવાની સલાહ આપી છે.
  કફના રોગોમાં ત્રિફળાનો ઉપયોગ સૂંઠ, મરી અને પીપર સાથે, પિત્તના રોગોમાં ઘી અને સાકર સાથે, વાયુના રોગોમાં દિવેલ અને ગોળ સાથે, મેદ અને પ્રમેહમાં મધ અને પાણી સાથે, કોઢમાં ઘી સાથે, અરૃચિ, મંદાગ્નિ અને અજીર્ણમાં સિંધાલૂણ સાથે, ઊલટી, ઉબકા અને ગેસમાં બીજોરું કે લીંબુના રસ સાથે, હરસ- મસામાં સૂરણ સાથે, ક્ષયમાં દૂધ સાથે, પાંડુ- રક્તાલ્પતા- એનેમિયામાં ગોળ સાથે, અનિદ્રામાં ભેંસના દૂધ સાથે, અતિસાર, સંગ્રહણી, આંત્રવ્રણ, અને આંત્રશોથ- કોલાયટીસમાં તાજી મોળી છાશ સાથે, ઉદર રોગ, સોજા, ખુજલી, ત્વચાના રોગો, મૂત્રાઘાત, કમળો, લીવરનાં રોગો, શીરોરોગ વગેરેમાં પાણી સાથે.
  આમ અનેક રોગોમાં પ્રયોજાતા આ ઔષધની માત્રા દર્દીની ઉંમર, રોગની અવસ્થા- સ્ટેજ, ઋતુ, દર્દીની શારીરિક અને માનસિક પ્રકૃતિ, વાયુપિત્તાદિ દોષ વગેરેને ધ્યાનમાં રાખીને પ્રયોજાય છે. પરંતુ સામાન્ય ઉપયોગમાં તેની માત્રા અડધીથી બે ચમચી સુધી ગણાવાય છે.

  More News From

  More News

  Comment

  Write Here

  Name : City :
  E-mail :

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s