શ્રી ભગવાન

                           આજે જેઠ વદ અમાસ

 

આજનો સુવિચાર:- વરસાદ એ આકાશે પૃથ્વીને લખેલો પ્રેમપત્ર છે.

 

હેલ્થ ટીપ:- શરદી એ ચેપી રોગ છે. તેનાથી બચવા વિટામીન સીથી ભરપૂર ફળ અને વાનગીઓ ખાઓ. સાદા પાણીથી અવારનવાર હાથ ધુઓ.

 

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે તેમની આ કૃતિ મોકલાવ્યા બદલ મેઘધનુષ તરફથી ખૂબ આભાર]

 

 

શ્રી ભગવાન

ચૌદલોકના અધિપતિ અવતરિયા, ઘેલું કીધું ગોકુળિયું ગામ
મોર મુગટ પીતામ્બર શોભે, મનમોહક છે સુંદર શ્યામ

બાળ કનૈયો રૂપ રૂપૈયો, નટખટ નાનો નંદકિશોર
સ્નેહ સૂરનો બંસી બજૈયો,સુધ-બુધ ભૂલે વ્રજની નાર

મુખ મનોહર કામણગારું, વૃન્દાવનનો વરસે પ્યાર
ઘેલી ગોપી ,ગાય વાછરડુ, જશોદાજી છલકાવે વ્હાલ

માખણ આરોગી થનથન નાચે,ગોપસખાનો કાનો આજ
યમુના તટે કદમ્બની ડાળે, બજાવે બંસી રાધેશ્યામ

સુદર્શન હણે આતતાયી,કલ્યાણ યુધ્ધની કીધી વાત
ધર્મ યુધ્ધની દેતાં દુહાઈ,અર્જુનને દીધું ગીતા જ્ઞાન

મિત્ર સુદામાને સ્નેહે ભેટે, ગુંજે જગે પંચજન્ય શંખનાદ
યુગોથી યોગેશ્વરની માયા, ભાવે ભજે સહુ શ્રીભગવાન

રાસવિહારી રાસ રચાયે, નિર્મળ ભક્તિથી ઝૂમે નરનાર
શ્રી હરિ દર્શને ઠરશે અંતર, રીઝ્યા શ્રીજી, પુણ્ય અપાર

 

શ્રી રમેશ પટેલ(આકાશદીપ)

                                       ૐ નમઃ શિવાય

હેલ્થ ટીપ્સ

                                    આજે જેઠ વદ ચૌદસ
આજનો સુવિચાર:- તમે શીખવાની ઈચ્છા રાખશો, તો બધું તેની જાતે જ સરળ થઈ જશે.

 

હેલ્થ ટીપ:- તુલસીનાં માંજર પાણીમાં પલાળી એ પાણી પીવાથી શરીરમાં ઠંડક રહેશે.

હેલ્થ ટીપ:- ગરમીની ઋતુમાં આમળાનો મુરબ્બો ખાધા પછી દૂધ પીવાથી શારીરિક અને માનસિક દુર્બળતામાં રાહત આપે છે.

હેલ્થ ટીપ:- ગરમ દૂધ અને ચા પીધા પછી પાણી પીવું યોગ્ય નથી.

હેલ્થ ટીપ:- સૂવાની ભાજી હરસથી પીડાતી વ્યક્તિ તથા અતિસારથી પીડાતી વ્યક્તિ માટે અસરકારક છે.

હેલ્થ ટીપ્સ:- વરિયાળીના શરબતના સેવનથી પેશાબના અટકાવમાં રાહત રહેશે. હેલ્થ ટીપ:- ગરમીમાં ઘરનું સારી રીતે રાંધેલું ભોજન લો..

હેલ્થ ટીપ્સ:- લાલ રંગ ભૂખ વધારનારો છે તો તેનો ઉપયોગ ડાઈનિંગ ટેબલ અને રસોડામાં વપરાય તો લાભદાયક છે.

હેલ્થ ટીપ્સ:- સંતરાનો જ્યુસ પીવાથી શરીરની પૉટાશની ખામી દૂર થશે અને ચહેરાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરશે.

હેલ્થ ટીપ્સ:- સવારનાંસૂરજનો કૂમળો તડકો નિયમિત લેવાથી સફેદ કોઢનાં ડાઘ ઝાંખા પડી જશે.

હેલ્થ ટીપ્સ:- અપૂરતી ઊંઘ ચીડિયા સ્વભાવનું એક કારણ છે.

હેલ્થ ટીપ્સ:- વારંવાર જુલાબ લેવા કરતાએક ચમચી ઘીને એક ચમચી ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત દૂર થાય છે.

હેલ્થ ટીપ્સ:- સવારનાં પહોરમાં ગરમા ગરમ લીલી ચાનો એક કપ શરીરમાં ચેતના જગાવે છે.

હેલ્થ ટીપ્સ:- લવિગ તથા તુલસીયુક્ત ચા બનાવી પીવાથી ટૉંસિલના સોજામાં રાહત થાય છે.

હેલ્થ ટીપ્સ:- એક ચમચી કાંદાનો રસ એક ચમચી આદુનો રસ બે ચમચી મધસાથે ભેળવીને પીવાથી ઉધરસ પર રાહત રહેશે.

હેલ્થ ટીપ્સ:- ભૂખ્યા પેટે સ્વિમિંગ નુકશાનકારક છે.

હેલ્થ ટીપ્સ:- આદુ અને લીલી હળદરનું કચુંબર ઍપેટાઈઝરનું કામ કરે છે.

 

                              ૐ નમઃ શિવાય