પલડું પલડું

                આજે ભાદરવા સુદ છઠ

આજનો સુવિચાર:- તેજસ્વિતા આપણી અંદર પડેલી હોય છે, જરૂર છે તેને પ્રજ્વલિત કરવાની.

હેલ્થ ટીપ:- પાંચથી છ ગ્રામ વરિયાળીનુ ચૂર્ણ રોજ રાતે સૂતા પહેલા ગરમ દૂધ અથવા ગરમ પાણી સાથે લેવાથી જૂના કબજિયાતમાં રાહત રહેશે.

સખીરી હરિ વરસે તો પલડું પલડું

લખ લખ ચોમાસામાં કોરું બેડલું મારું દલડું
હરિ વરસે તો પલડું પલડું

હરિ જ મારો ઉનાળો ને હરિ વાય તે ટાઢ
હરિથી આંખ્યું ભરી ભરીને હરિ વહે તે વ્હાલ તુલસીદળને અશ્રુબિન્દુ
હરિને ભાવે પલડું પલડું પલડું
હરિ વરસે તો પલડું પલડું

હરિ ધધકતા સ્મરણ કલમને હરિ શાહી ને કાગળ
હરિ લખું ત્યાં શબ્દો ખૂટ્યા હવે લખું શું આગળ
હરિ કનડતા ના વરસી હું કોરી રહીને કનડું કનડું કનડું
હરિ વરસે તો પલડું પલડું

— કવિશ્રી મકરંદ દવે

                                              ૐ નમઃ શિવાય

1 comments on “પલડું પલડું

Leave a reply to Koyal Ben જવાબ રદ કરો