રાધે રાધે ચલે આયેંગે બિહારી

                              આજે ભાદરવા સુદ દસમ

આજનો સુવિચાર:- બીજાના ચહેરા પર ખીલખીલાટ હાસ્ય રેલાવવું એ મોટું દાન છે.

હેલ્થ ટીપ:- એલોવેરાના[કુંવાર પાઠુ] ગરનો કપાળ પર લેપ લગાડવાથી માઈગ્રેનની બિમારીમાં રાહત રહેશે.

 

રાધા કૃષ્ણ

રાધા કૃષ્ણ

 

                               રાધે રાધે રટો ચલે આયેંગે બિહારી

      હમણા રાધાઅષ્ટમીના દિવસે રાધાજીના જન્મનો દિવસ ગયો.. દ્વાપર યુગમાં વ્રજમંડલના બરસાના ગામમાં સ્થિત ધનાઢ્ય ગોપાધિપતિ દંપતી કલાવતી અને વૃષભાનુજીને ઘરે ભાદરવા સુદ આઠમને દિવસે શ્રીરાધાજીનો જન્મ થયો હતો.. તેમના જન્મ પછી ત્રણ વર્ષ બાદ વિષ્ણુના આઠમા અવતાર રૂપે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. આમ શ્રી રાધાજી ત્રણ વર્ષે શ્રી કૃષ્ણ કરતાં મોટા હતાં. જો રાધાજીનો અવતાર ન થયો હોત તો કદાચ આપણે કૃષ્ણની બાળલીલાઓથી વંચિત રહ્યા હોત.આપણા પુરાણોમાં અને સંતો મહંતો જણાવે છે કે શ્રીરાધાજી અને શ્રીકૃષ્ણ એક જ પરમ તત્વ છે પરંતુ ધરતી પર લીલાઓ માટે જ જુદા છે.

    કહેવાય છે કે જો શ્રીકૃષ્ણને બોલાવવા હોય તો શ્રીરાધાજીને બોલાવો. રાધાજી વિના શ્રીકૃષ્ણ અધૂરા છે અને શ્રીકૃષ્ણ વગર શ્રીરાધાજી અધૂરા છે.

રાધે રાધે રટો ચલે આયેંગે બિહારી.

   શ્રીરાધાજી વગર શ્રીકૃષ્ણ પ્રાણ વિનાના છે અને શ્રીકૃષ્ણ વગર રાધાજી નિર્વકાર છે. શ્રી રાધાજીનો શ્રીકૃષ્ણ પરનો પ્રેમ અનુપમ છે. શ્રીરાધાજી તો શ્રીકૃષ્ણના પ્રેમની પૂર્ણતા છે. શ્રીરાધાજી સર્વોત્તમ આનંદ-પરમાનંદના પ્રતીકરૂપે વિદ્યમાન છે જે સર્વોચ્ચ આધ્યાત્મિક સ્તરેથી અવિરત થઈને શરીરના કણ કણમાં વ્યાપ્ત છે.

રાધા ઐસી ભઈ શ્યામકી દિવાની, કે વૃજકી કહાની હો ગઈ
એક ભોલીભાલી ગાઁવકી ગવાલન તો પંડિતોકી બાની હો ગઈ

રાધા ન હોતી તો વૃંદાવન વૃંદાવન ના હોતા,
કાન્હા તો હોતે બંસી ભી હોતી, બંસીમેં પ્રાણ ન હોતા
પ્રેમકી ભાષા જાનતા ન કોઈ, કન્હૈયાકો યોગી માનતા ન કોઈ
બિના પરિણયકે વો પ્રેમ પુજારન કાન્હાકી પટરાણી હો ગઈ

રાધાકી પાયલ ન બજતી તો મોહન ઐસા ન રાસ રચાતે
નીંદિયા ચુરાકર મધુબન બુલાકર ઊંગલી પે કિસકો નચાતે
ક્યા ઐસી ખુશ્બુ ચંદનમેં હોતી, ક્યા ઐસી મીસરી માખનમેં હોતી
થોડાસ માખન ખિલાકે વો ગ્વાલન અન્નપૂર્ણાસી દાની હો ગઈ

રાધા ન હોતી તો કુંજ ગલી ભી ઐસી નિરાલી ન હોતી
રાધાકે નૈના ન હોતે તો યમુના ઐસી કાલી ન હોતી
સાવન તો હોતે ઝૂલે ભી હોતે, રાધાકે સંગ નટવર ઝૂલે ન હોતે
સારાજીવન લૂટા કે વો ભિખારન ધનિકોંકી રાજરાની હો ગઈ

 

                                         જૈ જૈ શ્રી રાધે

Advertisements

5 comments on “રાધે રાધે ચલે આયેંગે બિહારી

 1. સરસ સુવિચાર
  માઈગ્રેનના ઘણા કારણો છે છતા પણ …
  માઈગ્રેનમાં સાધારણતયા સવારે માથાનો દુખાવો થાય ત્યારે સ્યુગરનું પ્રમાણ ઓછું હોય છે તેથી પહેલા ગળ્યું ખવડાવી દર્દીના વહાલા દવલા કુમારપાઠાનો ગર લગાવે તો સારી અસર થાય છે.આ બધું દુખાવો શરુ થતાં પહેલા થાય તો સારું બાકી પછીની સ્થિતી તો ઉલટી વિ.કારણે દયાજનક હોય છે!કેટલાકને ઘઉંનો ખોરાક બંધ કરે છે.

  રાધેજુ એજ શ્રી કૃષ્ણની આહ્લાદિની શક્તિ
  તે શક્તિમાનથી અલગ નથી
  રાધે રાધે જય રાધે

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s