આપને ગમશે

આજે ભાદરવા સુદ બારસ [વામન જયંતી]
આજે વામન અવતારનો પ્રાગટ્ય દિવસ

આજનો સુવિચાર:- જાણ્યા વગર મિત્ર ન બનાવો અને જાણ્યા પછી તેને ન ગુમાવો.

હેલ્થ ટીપ:- મારી લખેલી હેલ્થ ટીપ્સ ઑથોરાઈઝ્ડ બૂકમાંથી અથવા ઑથોરાઈઝ્ડ ન્યુઝ પેપરમાંથી લખવામાં આવે છે.

[મુંબઈ સ્થિત શ્રીમતી નીતાબેન કોટેચાએ મોકલાવેલ આ રીત બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

ચકરી

ચકરી

 

ચકરી

સામગ્રી:-

1] ½ કિલો ચોખાનો લોટ
2] 100 ગ્રામ અમૂલ બટરનું પૅકેટ
3] 2 ચમચા દહીં
4] 1 ચમચી જીરુ
5] 2 ચમચી થોડાક કચરેલા તલ
6] જોઈતા પ્રમાણમાં વાટેલા આદુમરચા
7] સ્વાદાનુસાર મીઠું
8] તળવા માટે તેલ

 

રીત:-

1] ઉપરોક્ત બધી સામગ્રી ભેગી કરવી અને પાણીમાં ચકરી લોટ બાંધવો [કદાચ ઢીલો બંધાઈ ગયો હોય તો થોડો ચોખાનો લોટ ઉમેરી શકો છો]
2] ચકરી પાડવાના સંચે ગોળ ગોળ ચકરી બનાવી ગરમ તેલમાં સોનેરી બ્રાઉન થાય ત્યાં સુધી તળવી.

હવામુક્ત ડબ્બામાં ભરવાથી ચકરી કડક અને કુરમુરી રહેશે.

 

[મુંબઈ સ્થિત શ્રીમતી કુમુદબેન સંપટે મોકલાવેલ આ રીત બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

બટર પાઉંના ઈંસ્ટંટ દહીં વડા

દહીં વડા

દહીં વડા

સામગ્રી:-

1] એક પૅકેટ બટર પાઉં
2] જોઈતા પ્રમાણમાં દહીં
3] સ્વાદનુસાર મીઠું, લાલ મરચું અને શેકીને વાટેલું જીરું
4] થોડીક ઝીણી સમારેલી કોથમીર

રીત:-

1] નવશેકા ગરમ પાણીમાં બટર પાઉંને પાંચ મિનિટ ભીજવી રાખો.
2] ત્યારબાદ હળવે હાથે દબાવી પાઉંમાંથી પાણી કાઢી નાખો.
3] એક કાચના બોલમાં પહેલા આ બટર પાઉં ગોઠવો.
4] ત્યારબાદ તેની ઉપર પાઉં ડૂબે તેટલું જીરવેલું દહીં રેડો
5] અંતમાં તેની ઉપર સ્વાદનુસાર મીઠું, લાલમરચું અને વાટેલું જીરું ભભરાવો અને તેને ઝીણી સમારેલી કોથમીરથી શણગારો

ખૂબ સ્વાદિષ્ટ લાગશે.

 

                                               ૐ નમઃ શિવાય