આપને ગમશે

આજે ભાદરવા સુદ બારસ [વામન જયંતી]
આજે વામન અવતારનો પ્રાગટ્ય દિવસ

આજનો સુવિચાર:- જાણ્યા વગર મિત્ર ન બનાવો અને જાણ્યા પછી તેને ન ગુમાવો.

હેલ્થ ટીપ:- મારી લખેલી હેલ્થ ટીપ્સ ઑથોરાઈઝ્ડ બૂકમાંથી અથવા ઑથોરાઈઝ્ડ ન્યુઝ પેપરમાંથી લખવામાં આવે છે.

[મુંબઈ સ્થિત શ્રીમતી નીતાબેન કોટેચાએ મોકલાવેલ આ રીત બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

ચકરી

ચકરી

 

ચકરી

સામગ્રી:-

1] ½ કિલો ચોખાનો લોટ
2] 100 ગ્રામ અમૂલ બટરનું પૅકેટ
3] 2 ચમચા દહીં
4] 1 ચમચી જીરુ
5] 2 ચમચી થોડાક કચરેલા તલ
6] જોઈતા પ્રમાણમાં વાટેલા આદુમરચા
7] સ્વાદાનુસાર મીઠું
8] તળવા માટે તેલ

 

રીત:-

1] ઉપરોક્ત બધી સામગ્રી ભેગી કરવી અને પાણીમાં ચકરી લોટ બાંધવો [કદાચ ઢીલો બંધાઈ ગયો હોય તો થોડો ચોખાનો લોટ ઉમેરી શકો છો]
2] ચકરી પાડવાના સંચે ગોળ ગોળ ચકરી બનાવી ગરમ તેલમાં સોનેરી બ્રાઉન થાય ત્યાં સુધી તળવી.

હવામુક્ત ડબ્બામાં ભરવાથી ચકરી કડક અને કુરમુરી રહેશે.

 

[મુંબઈ સ્થિત શ્રીમતી કુમુદબેન સંપટે મોકલાવેલ આ રીત બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

બટર પાઉંના ઈંસ્ટંટ દહીં વડા

દહીં વડા

દહીં વડા

સામગ્રી:-

1] એક પૅકેટ બટર પાઉં
2] જોઈતા પ્રમાણમાં દહીં
3] સ્વાદનુસાર મીઠું, લાલ મરચું અને શેકીને વાટેલું જીરું
4] થોડીક ઝીણી સમારેલી કોથમીર

રીત:-

1] નવશેકા ગરમ પાણીમાં બટર પાઉંને પાંચ મિનિટ ભીજવી રાખો.
2] ત્યારબાદ હળવે હાથે દબાવી પાઉંમાંથી પાણી કાઢી નાખો.
3] એક કાચના બોલમાં પહેલા આ બટર પાઉં ગોઠવો.
4] ત્યારબાદ તેની ઉપર પાઉં ડૂબે તેટલું જીરવેલું દહીં રેડો
5] અંતમાં તેની ઉપર સ્વાદનુસાર મીઠું, લાલમરચું અને વાટેલું જીરું ભભરાવો અને તેને ઝીણી સમારેલી કોથમીરથી શણગારો

ખૂબ સ્વાદિષ્ટ લાગશે.

 

                                               ૐ નમઃ શિવાય

Advertisements

3 comments on “આપને ગમશે

 1. ચકરી અને દહીં વડા તો અવાર નવાર બનતી વાનગી.
  હવે થોડા ફેરમા આ રીતે ચકરી બનાવીશ .
  આ બટરપાંઉનાં ઈન્સટન્ટ દહીં વડાનો વિચાર સરસ છે
  વડા જેટલા તેના આકારના પાંઉ શોધી લાવશુ
  ાને એકદમ તૈયાર!
  ધન્યવાદ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s