શ્રદ્ધયા ક્રિયતે ઈતિ શ્રાદ્ધમ્

                        આજે ભાદરવા સુદ પૂનમ [શ્રાદ્ધની શરૂઆત]

આજનો સુવિચાર:- ક્રોધનો અગ્નિ બળે ત્યારે પહેલો ધૂમાડો આપણી આંખમાં જ જાય છે.

હેલ્થ ટીપ:- તુલસી અને સૂરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના મટે છે.

                                    શ્રદ્ધયા ક્રિયતે ઈતિ શ્રાદ્ધમ

શ્રાદ્ધ

શ્રાદ્ધ

 

               શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધા શબ્દ પરથી ઉત્પન્ન થયો છે. ‘શ્રદ્ધયા ક્રિયતે ઈતિ શ્રાદ્ધ’

       શ્રાદ્ધ એટલે પિતૃઓને સંતુષ્ટ કરવાની વિશિષ્ટ વિધિ. પિતૃઓનું આપણા પર જે ઋણ છે તે ઋણમાંથી મુક્ત થઈ પિતૃઓનાઆશીર્વાદ મેળવવાની વિધિ. આ પિતૃશ્રાદ્ધથી આપણ પૂર્વજોને તૃપત કરી શુભાશિષ મેળવવાનો પ્રારંભ મનુ દ્વારા થયો હતો. શ્રાદ્ધના દિવસો ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધીના ગણાય છે. આ દરમિયાન આવતી પૂર્વજની મરણ તિથી એ એમનાઅ શ્રાદ્ધની તિથી ગણાય છે. કુરુક્ષેત્ર, પ્રભાસ [નારી માટે સિદ્ધપુર], નૈમિષારણ્ય, ગયા, પ્રયાગ શ્રાદ્ધવિધિ માટે ઉત્તમ ક્ષેત્ર ગણાય છે. આયુષ્ય, પુત્રપ્રાપ્તિ, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બલ, લક્ષ્મી, પશુ, સુખ, ધનધાન્ય વગેરે શ્રાદ્ધની ફલશ્રુતિ ગણાય છે.

    શ્રાદ્ધનું કાર્ય થતું હોય તે સમયે દેવ, યોગી,સિદ્ધપુરુષ, અતિથિ વિશેષ શ્રાદ્ધવિધિના નિરીક્ષણ માટે આવતા હોય છે તેથી  શ્રાદ્ધકાર્ય ચાલતું હોય ત્યારે કોઈ અતિથિ અથવા સાધુ કે સંન્યાસી ભિક્ષાર્થે આવે તો તેમને જમાડી તૃપ્ત ક્રવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. કાગવાસ એટલે શ્રાદ્ધ નિમિત્તે રાંધેલો ખોરાકનો પ્રથમ કોળિયો કાગડાઓને ખવડાવાય તો એ તર્પણ આપણા પિતૃઓને પહોંચે છે એમ મનાય છે. આ વિધિ મંત્રો દ્વારા કરવામાં આવે છે પણ સામાન્ય માનવીઓ કાગડાઓને ખવડાવી સંતોષ માનવામાં આવે તેમાં કાંઈ ખોટું નથી…………

– સંકલિત

 

                                             ૐ નમઃ શિવાય