વહેલી સવારે

                           આજે ભાદરવા વદ સાતમ [સાતમનું શ્રાદ્ધ]

આજનો સુવિચાર:- વૃદ્ધાવસ્થાની ઉત્તમ ઉત્તમ સંજીવની કાર્યશીલતા છે.

હેલ્થ ટીપ:- અઠવડિયામાં એકવાર મધનું એક એક ટીપું નાખવાથી આંખની ગરમી ઓછી થાય છે.

[શ્રી યશવંતભાઈ ત્રિવેદીના ‘પૃથ્વી પર મને સૌથી સુંદર શું લાગ્યુ?’ પુસ્તકને આધારિત]

કૈલાસ દર્શન

કૈલાસ દર્શન

વહેલી સવારે

વહેલી સવારે હું સૂર્યને ઊગતો જોઉં છું ત્યારે
તેમાં મને તારો ચહેરો દેખાય છે.
અંધારી રાતે ઝબકી ઊઠતા તારાઓમાં
હું તારા જ પ્રેમંથી ચમકતાં નેત્રો નિહાળું છું.

સરોવરનાં શાંત પાણીમાં હું તારી છાયા જોઉં છું
સાગરના ઘુઘવાટમાં હું તારો સંદેશ સાંભળું છું
લીલાં તરણાં અને રૂપેરી ઝરણાં
તારું હાસ્ય ઝીલવાને લીધે જ આટલાં કોમળ અને મધુર છે.
ફૂલોના રંગો, વૃક્ષોની ઘટા, પંખીના ટહુકાર અને
વસંતની શોભામાં

મને તારી અનંત લીલાનાં દર્શન થાય છે.
ભવ્ય હિમાદ્રિશિખરો અને ધૂળના નાનામાં નાના કણમાં
તું જ વિલસી રહ્યો છે.

શ્રી કુંદનિકા કાપડીઆ

 

                                            ૐ નમઃ શિવાય

4 comments on “વહેલી સવારે

 1. મને તારી અનંત લીલાનાં દર્શન થાય છે.
  ભવ્ય હિમાદ્રિશિખરો અને ધૂળના નાનામાં નાના કણમાં
  તું જ વિલસી રહ્યો છે.

  કેવી સરસ અનુભૂતિ
  વૃદ્ધાવસ્થાની ઉત્તમ ઉત્તમ સંજીવની કાર્યશીલતા છે.
  સાતમા દાયકામા મારો અનુભવ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s