એક સારો સાચો મિત્ર

           આજે ભાદરવા વદ તેરસ [તેરસ અને ચૌદસનુ શ્રાદ્ધ]

આજનો સુવિચાર:- વિવાદમાં જ રાચ્યા કરીશું તો વિકાસ ક્યારે કરીશું?
                                  – બાળ સાધ્વી પ્રીતવર્ષાશ્રીજી

હેલ્થ ટીપ:- એસિડિટી લાગે ત્યારે થોડીક બદામ ખાઓ.

                      એક સારો સાચો મિત્ર

• જ્યારે તમારું રદવાનું બંધ ન થતું ત્યારે એક સારો મિત્ર રુમાલની ગરજ સારે છે.

• તમારે જ્યારે કાંઈક કહેવું હોય ત્યારે સારો મિત્ર હંમેશા સાંભળવા તત્પર રહે છે.

• જ્યારે તમને જીવન ત્યજી દેવાનું મન થતું હોય ત્યારે સારો મિત્ર ખભો બની રહે છે.

• હૃદયભગ્ન થાય ત્યારે સાચો મિત્ર આધાર બની રહે છે.

• એક દિવસની જરૂરત હોય ત્યારે સાચો મિત્ર અઠવાડિયું બનીને રહે છે.

• બધું છિન્નભિન્ન થયું હશે ત્યારે સારો મિત્ર ગુંદર બની રહે છે.

• જ્યારે વર્ષા બંધ ન થાય ત્યારે સારો મિત્ર સૂર્ય બની રહે છે

• જ્યારે પોલિસનો ભેતો થાય છે ત્યારે સારો મિત્ર વાલી બનીને રહે છે.

• ઘરમાંથી બહાર નીકળવા અસમર્થ હો ત્યારે સારો મિત્ર ‘ફોન કોલ’ બની રહે છે.

• એકલતા અનુભવો ત્યારે સાચો મિત્ર સહારો બની રહે છે.

• ઊડવાની ઈચ્છા થાય ત્યારે સારો મિત્ર પાંખ બની રહે છે.

• કારણ જાણ્યા વગર તમે જે કહેવા માંગતા હો તે એક સાચો મિત્ર સમજી શકે છે.

• તમારું રહસ્ય એક સાચો મિત્ર સાચવી શકે છે.

• માંદા પડ્યા હો તો એક સાચો મિત્ર દવા બની રહે છે.

• સારો મિત્ર પ્રેમ છે, જે ક્યારે ખરાબ થવા નથી થવા દેતો કે ખરાબ ઈચ્છતો.

                                                                              – સંકલિત

                              
                                  ૐ નમઃ શિવાય

4 comments on “એક સારો સાચો મિત્ર

 1. જ્યારે તમારું રડ્વાનું બંધ ન થતું ત્યારે એક સારો મિત્ર રુમાલની ગરજ સારે છે.

  પણ જો મિત્ર જ રડવાનુ કારણ બને તો?????????????

  નીલા દીદી મને બધા કહે કે બહુ મિત્રતા અને મિત્ર મિત્ર ન કર..પણ હુ હંમેશા મિત્ર માટે જીવી છું અને મિત્રતા માટે મે કોઇ હદ જ નથી રાખી..પણ સાચ્ચુ કહુ આ બધી હવે ફક્ત વાતો જ રહી ગઈ છેં…મિત્રો ને આપણા વિષે કાંઇ ખબર જ નથી હોતી અને …

  જવા દ્યો બધાના વિચારો અને મારા વિચારો નહી મલે…કારણકે બધા કહે ચુપચાપ સારુ સારુ બોલીને નીકળી જવાનું…. જે મને ન ફાવે..અને મિત્ર પર જો હુ બોલવા બેસીસ તો કદાચા બહુ લખાઈ જાશે….

  પછી મને એમ થયુ કે તમે જ મને જવાબ આપી દીધો છેં…એટલે વધારે નથી લખતી એના પર..જવાબ માટે ખુબ ખુબ આભાર

  વિવાદમાં જ રાચ્યા કરીશું તો વિકાસ ક્યારે કરીશું?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s