શ્રદ્ધયા ક્રિયતે ઈતિ શ્રાદ્ધમ્

                        આજે ભાદરવા સુદ પૂનમ [શ્રાદ્ધની શરૂઆત]

આજનો સુવિચાર:- ક્રોધનો અગ્નિ બળે ત્યારે પહેલો ધૂમાડો આપણી આંખમાં જ જાય છે.

હેલ્થ ટીપ:- તુલસી અને સૂરજમુખીનાં પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના મટે છે.

                                    શ્રદ્ધયા ક્રિયતે ઈતિ શ્રાદ્ધમ

શ્રાદ્ધ

શ્રાદ્ધ

 

               શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધા શબ્દ પરથી ઉત્પન્ન થયો છે. ‘શ્રદ્ધયા ક્રિયતે ઈતિ શ્રાદ્ધ’

       શ્રાદ્ધ એટલે પિતૃઓને સંતુષ્ટ કરવાની વિશિષ્ટ વિધિ. પિતૃઓનું આપણા પર જે ઋણ છે તે ઋણમાંથી મુક્ત થઈ પિતૃઓનાઆશીર્વાદ મેળવવાની વિધિ. આ પિતૃશ્રાદ્ધથી આપણ પૂર્વજોને તૃપત કરી શુભાશિષ મેળવવાનો પ્રારંભ મનુ દ્વારા થયો હતો. શ્રાદ્ધના દિવસો ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ અમાસ સુધીના ગણાય છે. આ દરમિયાન આવતી પૂર્વજની મરણ તિથી એ એમનાઅ શ્રાદ્ધની તિથી ગણાય છે. કુરુક્ષેત્ર, પ્રભાસ [નારી માટે સિદ્ધપુર], નૈમિષારણ્ય, ગયા, પ્રયાગ શ્રાદ્ધવિધિ માટે ઉત્તમ ક્ષેત્ર ગણાય છે. આયુષ્ય, પુત્રપ્રાપ્તિ, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બલ, લક્ષ્મી, પશુ, સુખ, ધનધાન્ય વગેરે શ્રાદ્ધની ફલશ્રુતિ ગણાય છે.

    શ્રાદ્ધનું કાર્ય થતું હોય તે સમયે દેવ, યોગી,સિદ્ધપુરુષ, અતિથિ વિશેષ શ્રાદ્ધવિધિના નિરીક્ષણ માટે આવતા હોય છે તેથી  શ્રાદ્ધકાર્ય ચાલતું હોય ત્યારે કોઈ અતિથિ અથવા સાધુ કે સંન્યાસી ભિક્ષાર્થે આવે તો તેમને જમાડી તૃપ્ત ક્રવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. કાગવાસ એટલે શ્રાદ્ધ નિમિત્તે રાંધેલો ખોરાકનો પ્રથમ કોળિયો કાગડાઓને ખવડાવાય તો એ તર્પણ આપણા પિતૃઓને પહોંચે છે એમ મનાય છે. આ વિધિ મંત્રો દ્વારા કરવામાં આવે છે પણ સામાન્ય માનવીઓ કાગડાઓને ખવડાવી સંતોષ માનવામાં આવે તેમાં કાંઈ ખોટું નથી…………

– સંકલિત

 

                                             ૐ નમઃ શિવાય

ગણપતિ વિસર્જન

આજે ભાદરવા સુદ ચૌદસ [અનંત ચૌદસ]

                                  આજે ગણેશ વિસર્જન

 

આજનો સુવિચાર:- ક્રોધની જ્વાળાઓ સૌ પહેલા સમજણને બાળી નાખે છે.

 હેલ્થ ટીપ:- નારિયેળની છાલને બાળી ઝીણો ભૂકો કરી દાંતે લગાડવાથી દાંત સાફ થાય છે.

 

આજે ગણપતિ વિસર્જન છે.

[rockyou id=122662856&w=426&h=319]

        લાલબાગના રાજા

આના ગણપતિ દેવા હમારે કિરતનમેં

આપ ભી આના ગૌરીજીકો લાના

રિદ્ધી સિદ્ધી સાથમેં લાના

હમારે કિરતનમેં

 

આપ ભી આના મુષકજીકો લાના

મેવાકા ભોગ લગાના

હમારે કિરતનમેં

આપ ભી આના નારદજીકો લાના

વીણાકી તાન સુનાના

હમારે કિરતનમેં

આપ ભી આના કૃષ્ણજીકો લાના

રાધા સંગ નાચ રચાના

હમારે કિરતનમેં

આપભી આના શિવજીકો લાના

તાંડવકા નાચ દિખાના

હમારે કિરતનમેં

આપ ભી આના સબ ભક્તોંકો લાના

સબકો પાર લગાના

હમારે કિરતનમેં

 

ગણપતિ બાપ્પા મોરિયા

પુઢચા વર્ષી લવકરિયા

 

 

                                                       ૐ નમઃ શિવાય

 

જાણો છો?

                           આજે ભાદરવા સુદ તેરસ

આજનો સુવિચાર:- સંબધો છે પુસ્તક જેવા વાંચતાં ઘણા કલાક લાગે છે, પન લખવા બેસો તો વર્ષો નીકળી જાય છે.

હેલ્થ ટીપ:- સવારે અને રાત્રે સૂવાના 1 કલાક પહેલા 1 ગ્લાસ ગરમ પાણીમાં1 ચમચી સૂંઠ નાખી પીવાથી જૂની શરદી- સળેખમમાં રાહત રહેશે.

 

                        જાણો છો?

1] કયા જંતુઓ સૌથી વધારે રોગ ફેલાવે છે?

2] વીસમી સદીમાં શોધાયેલો આપણા સૌર પરિવારનો એકમાત્ર કયો ગ્રહ છે?

3] વાયુ કયા તાપમાને દ્રવ્ય થાય છે?

4] દુનિયામાં એવા કયા બે જીવ છે જે માથું ઘુમાવ્યા વગર ફક્ત પોતાની આંખો ઘુમાવીને પોતાની પાછળ જોઈ શકે છે?

5] શું કીડીઓને ગાય હોય છે?

6] કૃત્રિમ મોતી બનાવનાર પ્રથમ વ્યક્તિ કોણ હતી?

7] એડૉલ્ફ હિટલરનો જન્મ ક્યાં થયો હતો?

8] યમુના મહારાણી બીજા કયા નામે ઓળખાય છે?

9] આજના સમયની ચિત્રકાર-કવિયિત્રી-પુષ્ટિમાર્ગનાં પદોની રચના કરનારા અને સમય સમયનાં દર્શન કરાવતા પ્રોગ્રામની રજુઆત કોણ કરે છે?

10] શ્રી મહાપ્રભુજીએ આખાભારતમાં કેટલી બેઠકો આપી છે?

11] ઈંદિરા ગાંધી 1977માં રાયબએર્વ્વ્માં કોની સામે લોકસભાની ચૂંટણી હારી ગયાં હતાં?

12] કયું તત્વ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણે સ્વરૂપમાં જોવા મળે છે?

13] ભારતનો સૌથી ટૂંકો નેશનલ હાઈવે કયો છે?

14] શરીરમાં વિટામિન-કેનું શું કાર્ય છે?

15] બેરો મીટરનો પારો એકાએક નીચે ઊતરી જાય તો કઈ શક્યતા ઊભી થાય છે?

સાચા જવાબ સોમવારે રજુ કરવામાં આવશે.

 

                                   ૐ નમઃ શિવાય

આપને ગમશે

આજે ભાદરવા સુદ બારસ [વામન જયંતી]
આજે વામન અવતારનો પ્રાગટ્ય દિવસ

આજનો સુવિચાર:- જાણ્યા વગર મિત્ર ન બનાવો અને જાણ્યા પછી તેને ન ગુમાવો.

હેલ્થ ટીપ:- મારી લખેલી હેલ્થ ટીપ્સ ઑથોરાઈઝ્ડ બૂકમાંથી અથવા ઑથોરાઈઝ્ડ ન્યુઝ પેપરમાંથી લખવામાં આવે છે.

[મુંબઈ સ્થિત શ્રીમતી નીતાબેન કોટેચાએ મોકલાવેલ આ રીત બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

ચકરી

ચકરી

 

ચકરી

સામગ્રી:-

1] ½ કિલો ચોખાનો લોટ
2] 100 ગ્રામ અમૂલ બટરનું પૅકેટ
3] 2 ચમચા દહીં
4] 1 ચમચી જીરુ
5] 2 ચમચી થોડાક કચરેલા તલ
6] જોઈતા પ્રમાણમાં વાટેલા આદુમરચા
7] સ્વાદાનુસાર મીઠું
8] તળવા માટે તેલ

 

રીત:-

1] ઉપરોક્ત બધી સામગ્રી ભેગી કરવી અને પાણીમાં ચકરી લોટ બાંધવો [કદાચ ઢીલો બંધાઈ ગયો હોય તો થોડો ચોખાનો લોટ ઉમેરી શકો છો]
2] ચકરી પાડવાના સંચે ગોળ ગોળ ચકરી બનાવી ગરમ તેલમાં સોનેરી બ્રાઉન થાય ત્યાં સુધી તળવી.

હવામુક્ત ડબ્બામાં ભરવાથી ચકરી કડક અને કુરમુરી રહેશે.

 

[મુંબઈ સ્થિત શ્રીમતી કુમુદબેન સંપટે મોકલાવેલ આ રીત બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

બટર પાઉંના ઈંસ્ટંટ દહીં વડા

દહીં વડા

દહીં વડા

સામગ્રી:-

1] એક પૅકેટ બટર પાઉં
2] જોઈતા પ્રમાણમાં દહીં
3] સ્વાદનુસાર મીઠું, લાલ મરચું અને શેકીને વાટેલું જીરું
4] થોડીક ઝીણી સમારેલી કોથમીર

રીત:-

1] નવશેકા ગરમ પાણીમાં બટર પાઉંને પાંચ મિનિટ ભીજવી રાખો.
2] ત્યારબાદ હળવે હાથે દબાવી પાઉંમાંથી પાણી કાઢી નાખો.
3] એક કાચના બોલમાં પહેલા આ બટર પાઉં ગોઠવો.
4] ત્યારબાદ તેની ઉપર પાઉં ડૂબે તેટલું જીરવેલું દહીં રેડો
5] અંતમાં તેની ઉપર સ્વાદનુસાર મીઠું, લાલમરચું અને વાટેલું જીરું ભભરાવો અને તેને ઝીણી સમારેલી કોથમીરથી શણગારો

ખૂબ સ્વાદિષ્ટ લાગશે.

 

                                               ૐ નમઃ શિવાય

રાધે રાધે ચલે આયેંગે બિહારી

                              આજે ભાદરવા સુદ દસમ

આજનો સુવિચાર:- બીજાના ચહેરા પર ખીલખીલાટ હાસ્ય રેલાવવું એ મોટું દાન છે.

હેલ્થ ટીપ:- એલોવેરાના[કુંવાર પાઠુ] ગરનો કપાળ પર લેપ લગાડવાથી માઈગ્રેનની બિમારીમાં રાહત રહેશે.

 

રાધા કૃષ્ણ

રાધા કૃષ્ણ

 

                               રાધે રાધે રટો ચલે આયેંગે બિહારી

      હમણા રાધાઅષ્ટમીના દિવસે રાધાજીના જન્મનો દિવસ ગયો.. દ્વાપર યુગમાં વ્રજમંડલના બરસાના ગામમાં સ્થિત ધનાઢ્ય ગોપાધિપતિ દંપતી કલાવતી અને વૃષભાનુજીને ઘરે ભાદરવા સુદ આઠમને દિવસે શ્રીરાધાજીનો જન્મ થયો હતો.. તેમના જન્મ પછી ત્રણ વર્ષ બાદ વિષ્ણુના આઠમા અવતાર રૂપે શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. આમ શ્રી રાધાજી ત્રણ વર્ષે શ્રી કૃષ્ણ કરતાં મોટા હતાં. જો રાધાજીનો અવતાર ન થયો હોત તો કદાચ આપણે કૃષ્ણની બાળલીલાઓથી વંચિત રહ્યા હોત.આપણા પુરાણોમાં અને સંતો મહંતો જણાવે છે કે શ્રીરાધાજી અને શ્રીકૃષ્ણ એક જ પરમ તત્વ છે પરંતુ ધરતી પર લીલાઓ માટે જ જુદા છે.

    કહેવાય છે કે જો શ્રીકૃષ્ણને બોલાવવા હોય તો શ્રીરાધાજીને બોલાવો. રાધાજી વિના શ્રીકૃષ્ણ અધૂરા છે અને શ્રીકૃષ્ણ વગર શ્રીરાધાજી અધૂરા છે.

રાધે રાધે રટો ચલે આયેંગે બિહારી.

   શ્રીરાધાજી વગર શ્રીકૃષ્ણ પ્રાણ વિનાના છે અને શ્રીકૃષ્ણ વગર રાધાજી નિર્વકાર છે. શ્રી રાધાજીનો શ્રીકૃષ્ણ પરનો પ્રેમ અનુપમ છે. શ્રીરાધાજી તો શ્રીકૃષ્ણના પ્રેમની પૂર્ણતા છે. શ્રીરાધાજી સર્વોત્તમ આનંદ-પરમાનંદના પ્રતીકરૂપે વિદ્યમાન છે જે સર્વોચ્ચ આધ્યાત્મિક સ્તરેથી અવિરત થઈને શરીરના કણ કણમાં વ્યાપ્ત છે.

રાધા ઐસી ભઈ શ્યામકી દિવાની, કે વૃજકી કહાની હો ગઈ
એક ભોલીભાલી ગાઁવકી ગવાલન તો પંડિતોકી બાની હો ગઈ

રાધા ન હોતી તો વૃંદાવન વૃંદાવન ના હોતા,
કાન્હા તો હોતે બંસી ભી હોતી, બંસીમેં પ્રાણ ન હોતા
પ્રેમકી ભાષા જાનતા ન કોઈ, કન્હૈયાકો યોગી માનતા ન કોઈ
બિના પરિણયકે વો પ્રેમ પુજારન કાન્હાકી પટરાણી હો ગઈ

રાધાકી પાયલ ન બજતી તો મોહન ઐસા ન રાસ રચાતે
નીંદિયા ચુરાકર મધુબન બુલાકર ઊંગલી પે કિસકો નચાતે
ક્યા ઐસી ખુશ્બુ ચંદનમેં હોતી, ક્યા ઐસી મીસરી માખનમેં હોતી
થોડાસ માખન ખિલાકે વો ગ્વાલન અન્નપૂર્ણાસી દાની હો ગઈ

રાધા ન હોતી તો કુંજ ગલી ભી ઐસી નિરાલી ન હોતી
રાધાકે નૈના ન હોતે તો યમુના ઐસી કાલી ન હોતી
સાવન તો હોતે ઝૂલે ભી હોતે, રાધાકે સંગ નટવર ઝૂલે ન હોતે
સારાજીવન લૂટા કે વો ભિખારન ધનિકોંકી રાજરાની હો ગઈ

 

                                         જૈ જૈ શ્રી રાધે

મિચ્છા મિ દુક્કડમ

                          આજે ભાદરવા સુદ સાતમ

આજનો સુવિચાર:- ભોગ ભોગવવોમાં કંઈ ખોટું નથી પણ તેમાં રમમાણ રહી તેનું ચિંતન કરવું અયોગ્ય છે.
 

હેલ્થ ટીપ:- ગૂમડા ઉપર માખણ લગાડી રૂનો પાટો બાંધી રાખવાથી ગૂમડું ફાટી જશે.

 

મિચ્છા મિ દુક્ક્ડમ

 

ભૂલસ સે કોઈ
ભૂલ હુઈ હો તો
ભૂલ સમજ કે,
ભૂલ જાના,
ભૂલાના સિર્ફ
ભૂલ કો ભૂલ કર ભી
ભૂલ મત જાના
હમકો,

મિચ્છા મિ દુક્કડમ

*********************

સુધારી લેવા જેવી છે,
પોતાની ભૂલ,
ભૂલી જવા જેવી છે,
બીજાની ભૂલ,
આટલું માનવી કરે કબૂલ તો
હરરોજ દિલમાં ઊગે
સુખનાં ફૂલ

મિચ્છા મિ દુક્કડમ

 

                               જય જિનેંદ્ર

પલડું પલડું

                આજે ભાદરવા સુદ છઠ

આજનો સુવિચાર:- તેજસ્વિતા આપણી અંદર પડેલી હોય છે, જરૂર છે તેને પ્રજ્વલિત કરવાની.

હેલ્થ ટીપ:- પાંચથી છ ગ્રામ વરિયાળીનુ ચૂર્ણ રોજ રાતે સૂતા પહેલા ગરમ દૂધ અથવા ગરમ પાણી સાથે લેવાથી જૂના કબજિયાતમાં રાહત રહેશે.

સખીરી હરિ વરસે તો પલડું પલડું

લખ લખ ચોમાસામાં કોરું બેડલું મારું દલડું
હરિ વરસે તો પલડું પલડું

હરિ જ મારો ઉનાળો ને હરિ વાય તે ટાઢ
હરિથી આંખ્યું ભરી ભરીને હરિ વહે તે વ્હાલ તુલસીદળને અશ્રુબિન્દુ
હરિને ભાવે પલડું પલડું પલડું
હરિ વરસે તો પલડું પલડું

હરિ ધધકતા સ્મરણ કલમને હરિ શાહી ને કાગળ
હરિ લખું ત્યાં શબ્દો ખૂટ્યા હવે લખું શું આગળ
હરિ કનડતા ના વરસી હું કોરી રહીને કનડું કનડું કનડું
હરિ વરસે તો પલડું પલડું

— કવિશ્રી મકરંદ દવે

                                              ૐ નમઃ શિવાય

ગણેશજીની નામાવલિ

આજે ભાદરવા સુદ ચોથ [ગણેશચતુર્થી]

ગણેશજીના વિવિધ નામની નામાવલિ

[દુબાઈ સ્થિત શ્રી કૌશિકભાઈ જોશીએ મોકલાવેલ આ નામાવલિ માટે મેઘધનુષ તરફથી ખૂબ આભાર. એમણે 108 નામ મોકલ્યા હતા તેમાંથી 51 નામ પસંદ કરી મૂક્યા છે.]

1] અકુરથ- જેનો મુશક રથ છે.
2] અમિત- જેની તુલના ન થાય
3] અવનિશ – જગતપિતા
4] અવિઘ્ન- વિઘ્ન દૂર કરનારા
5] બાળગણપતિ – પ્યારા બાળક ગણપતિ
6] ભાલચંદ્ર – ચન્દ્રને ધારણ કરનારા
7] ભીમ – વિરાટ
8] બુદ્ધિનાથ – બુદ્ધિના સ્વામી
9] ચતુર્ભુજ – જેને ચાર હાથ છે
10] એકદંત – એક દાંતવાળા
11] એકદ્ર્ષ્ટા – સમદૃષ્ટિવાળા
12] ઈશાનપુત્ર – શિવજીના પુત્ર
13] ગદાધર – ગદા ધારણ કરનારા
14] ગજકર્ણ – હાથી જેવા કાનવાળા
15] ગજાનન – હાથી જેવા મુખવાળા
16] ગણપતિ – ગણોના મુખી
17] ગૌરીસુત – મા ગૌરીના પુત્ર
18] કપિલ – સૂરજ જેવા રંગવાળા
19] કવીશ – કવિઓના દાતા
20] કૃતિ -સંગીતના દેવ
21] કૃપાલુ – દયાળુ
22] લમ્બકર્ણ – લામ્બા કાનવાળા
23] લમ્બોદર- મોટા ઉદરવાળા
24] મહાગણપતિ – ગણોના મુખીયા
25] મંગલમૂર્તિ – મંગળકરનારા
26] મુષકવાહન – જેમનુ વાહન ઉંદર છે.
27] નાદપ્રતિષ્ઠા – સંગીતના જાણકાર અને પ્રશંશા કરનાર
28] ૐકારા – ૐના આકારવાળા
29] પ્રથમેશ – પ્રથમ દેવ
30] પ્રમોદ – આનંદિત
31] પુરુષ – પૌરુષત્વથી ભરપૂર
32] પિતામ્બર – પીળારંગવાળા
33] રક્ત – લાલરંગવાળા
34] રુદ્રપ્રિય – શિવજીના પ્યારા
35] સર્વદેવત્વમ – અર્ચના સ્વીકારવાવાળા
36] સર્વસિદ્ધંત – ડહાપણના દેવ
37] સર્વત્તમ – રક્ષણ કરનારા
38]સુરેશ્વરમ – દેવોના દેવ
39] શમ્ભવી – પાર્વતીપુત્ર
40] શશીવદનમ – ચન્દ્ર જેવા મુખવાળા
41] શ્વેત – સંપૂર્ણ સફેદ રંગવાળા
42] સિદ્ધિપ્રિય – ઈચ્છાપૂર્ણ કરવાવાળા
43] સિદ્ધિવિનાયક – હંમેશા સિદ્ધિ આપનારા
44] સ્કંદપૂર્વજ –કાર્તિકેયના મોટાભાઈ
45] સુમુખ – સુંદર મુખવાળા
46] સ્વરૂપ – સુંદરતાના પ્રશંશક
47] તરુણ – હંમેશા યુવાન
48] વક્રતુંડ – વાંકી સૂંઢવાળા
49] વિઘ્નહર્તા – વિઘ્નોને દૂર કરનારા
50] વિનાયક – દેવોના દેવ
51] વિશ્વરાજા – બ્રહ્માંડના અધિપતિ

 

                            ૐ નમઃ શિવાય

પધારો ગણરાયા

આજે ભાદરવા સુદ ત્રીજ

 

આજનો સુવિચાર:- તમારા ઉદેશો શુદ્ધ હશે અને પૂર્ણ નિષ્ઠા હશે તો તમને કોઈ રોકી નહી શકશે.

 

હેલ્થ ટીપ:- મધમાં થોડો મોસંબીનો રસ ભેળવી ચહેરા પર ફેસપૅકની જેમ લગાડો અને સુકાયા બાદ ઠંડા પાણીથી સાફ કરવાથી રુક્ષ ત્વચા મુલાયમ બનશે.

 

 

 

લોકગીત

 

  ઘરમેં પધારો ગજાનનજી, મેરે ઘરમેં પધારો

  રિદ્ધિ સિદ્ધિ લેકે આ ઘરમેં આના

 

  રામજી આના લક્ષમણજી આના

  સંગમેં લાના સીતા મૈયા

     મેરે ઘરમેં પધારો

 

  બ્રહ્માજી આના વિષ્ણુજી આના

  ભોલે શંકરકો લે આના

      મેરે ઘરમેં પધારો

 

   લક્ષ્મીજી આના ગૌરીજી આના

   સરસ્વતી મૈયાકો લે આના

       મેરે ઘરમેં પધારો

 

  વિઘ્નકો હરના મંગલ કરના

  સબકા શુભ કર જાના

     મેરે ઘરમેં પધારો

 

 

                                            ૐ નમઃ શિવાય