ગાંધી જયંતી

             આજે આસો સુદ ત્રીજ [આંતરરાષ્ટ્રીય અહિંસા દિન]

    નવરાત્રિના ત્રીજા દિવસે મા ‘ચંદ્રઘટા’ના સ્વરૂપનું પૂજન થાય છે.

આજનો સુવિચાર:- હું અહિંસા દ્વારા સત્યને શોધું છું અને સત્ય વડે અહિંસા – ગાંધીજી

હેલ્થ ટીપ:- સાંધાની પીડામાં ફણગાવેલી મેથી ઉત્તમ પરિણામ આપે છે.

 

આજે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપુની જન્મજયંતી છે.

આજે આપણો સમગ્ર ભારત ગાંધી જયંતી દિન ઉજવે છે. આજે આંતરરાષ્ટ્રીય દિન તરીકે ઉજવાય છે. સત્તાની લોહિયાળ સાંઢમારીના જમાનામાં એમણે લોહીનું ટીપું રેડ્યા વગર ભારતની આઝાદી મેળવી. રેંટિયો, તકલી અને પશુપાલનના ગ્રામોદ્યોગો ગૂંજતા કરી લોકોને પોતાનો રોટલો રળતા કર્યા. પોતાના અજ્ઞાન, કુરિવાજો અને ગરીબાઈ સામે લડવાની પ્રેરણા અને શક્તિ આપ્યા. દક્ષિણ આફ્રિકામાં ગરીબ ભારતીયોની વ્હારે જઈ સત્યાગ્રહો આદરી સફતા મેળવી. પોતાના દેશવાસીઓને પન આજ હાલતમાં જોઈ તેમણે ભારતમાં પણ અહિંસાની ચળવળ આદરી. સ્વાધીનતાનો સંગ્રામ આદર્યો અને સફળતાને આરે લઈ આવ્યા. જીવનના મૂલ્યો રાજકારણમાં લાવ્યા.

પણ આજે શું થઈ રહ્યું છે? ક્યાં ગયા ગાંધીજીનાં આદર્શો????????

ક્યાં ગયા એ જીવનનાં મૂલ્યો???????
જે મૂલ્યો બાપુએ આપણને આપ્યાં હતાં?????????

જે રિવોલવરે એમનું જીવન લીધું તે હવે સત્તાધારીઓનાં હાથમાં આવી ગઈ છે અને ક્યાં ગયું દેશનું હિત? ફક્ત પોતાનું ખિસ્સુ ભરવામાં રચ્યા રહે છે અને લોકોનું જીવન બચાવ્યા કરતાં જીવન લેવાની પાછળ પડ્યા છે.

 

આજે આપણા લાડીલા નેતા લાલબહાદૂર શાસ્ત્રીની જન્મજયંતી છે.

 

      જય જવાન જય કિસાનનું સૂત્ર આપનાર આપણા વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રી હતાં. તેમનું કદ ભલે નાનું હતું પણ તેમની અગમચેતી વિશાળ હતી. દોઢ વર્ષનાં ટૂંકા ગાળા દરમિયાન એમણે દેશના રક્ષણ અને દેશની ખેતી અને ખેડૂતને ગૌરવ આપ્યું. દેશની ગરીબ પ્રજાને સહાનુભૂતિ આપવા દેશના દરેક નાગરિકને અઠવાડિયામાં એક ટંક ભોજન છોડવા હાકલ કરી હતી.

                                           ૐ નમઃ શિવાય

7 comments on “ગાંધી જયંતી

 1. It is agreat pleasure to visit a blog having inspiration.Congratulaton.
  Let me be a part to share views about of our Father of Nation.ગુજરાતના પનોતા પુત્ર, વિશ્વ વંદ્ય મહામાનવને જન્મ્જયંતી પ્રસંગે કોટીકોટી વંદન.

  આજે હિંસક માર્ગે આગળ વધી રહેલી દુનિયાને અને મૂલ્યહીન બનતી પ્રજાને જોઈને દિલ એક બીજા ગાંધી બાપુની જરુરીઆત મહેસૂસ કરવા લાગ્યું અને અંતરે અવાજ પ્રગટ્યો.

  શોધવા છે બાપુ

  ભૂલ્યા છે પથ આ ધરતીના છોરું

  ખુદ માનવીએ માર્યુ માનવતાને તાળું

  પ્રગટાવવા દિલડામાં દયાનું મોજું

  મારે શોધવા છે બીજા એક બાપુ

  ધર્મને સંકુચિત કરી સપડાયો માનવી

  ભાવનાની વાતો ભૂલ્યા રે પૃથ્વીવાસી

  તવ ચીધ્યા માર્ગે માનવતાને માપું

  મારે શોધવા છે બીજા એક બાપુ

  શાસકો ભૂલ્યા છે નીતિ રીતિની વાતુ

  વિષાદના વંટોળના વાયા છે વાયુ

  મૂરઝાયેલા સનાતન મૂલ્યો કેમ હવે ગોતું?

  મારે શોધવા છે બીજા એક બાપુ

  સેવા સાદગીનો મંત્ર છે કીમતી સોનું

  અહીંસાના માર્ગે જ છે સુખ સાચું

  હિંસાથી ત્રસ્ત વિશ્વને જોઈને હું દાઝું

  મારે શોધવા છે બીજા એક બાપુ

  સરજનહારનાં છે સૌ વહાલાં સંતાનો

  વિપરીત વિચારધારાના ઉઠ્યા છે તોફાનો

  તારા પડછાયાનો છાયો હવે શોધું

  મારે શોધવા છે બીજા એક બાપુ

  રમેશ પટેલ(આકાશદીપ)

  ૨/ ૧૦/ ૨૦૦૮

  કેલીફોર્નીઆ( યુ એસ એ)

  Like

 2. આવો વિશ્વને માનવતાના સદગુણોથી સજાવી જોઈએ

  અહીંસાના માર્ગે જ છે સુખ સાચું

  હિંસાથી ત્રસ્ત વિશ્વને જોઈને હું દાઝું

  મારે શોધવા છે બીજા એક બાપુ

  May gandhiji bless us.Very difficult time for the World.

  Like

 3. શાસ્ત્રીજી જાણે ભુલાઈ ગયા છે!!!!જવાહરલાલને જે કાર્ય કરતાં ૧૮ વર્ષ થયાં તે કાર્ય શાસ્ત્રીજી ટૂંકાગાળામાં રહી અદભૂત કાર્ય કરી ગયાં..

  ગાંધીજીઃ વેશ, વાણી વર્તને હસતી હતી જે સાદગી ,
  રમતી રહી છે આજ પણ ક્યાંક સંતો સંગસી!
  હ્યસ્ટન, ટેક્ષાસમાં અમો એ ૫મ ઓકટોબરે ભવ્યરીતે ગાંધી જયંતી ઉજવી..સત્ય, અહિંસા અને માનવતાનો સંદેશ પહોચાડતા…પહોચાડતા…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s