આજે આસો સુદ બીજ
આજનો સુવિચાર:- ‘હું કોણ છું’ એ પહેલી ઉકેલી નાખો પછી જિંદગી સુધરી જશે.
હેલ્થ ટીપ:- જમતા પહેલાં ખાટાં ફળ અથવા રસ લેવા અને જમ્યા બાદ મીઠાં ફળ લાભકારી છે.
માનો ગરબો
આસમાના રંગની ચૂંદડી રે રૂડી ચૂંદડી રે,
માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે તારલારે, રૂડા તારલા રે,
માની ચૂંદડી લહેરાઈ
નવરંગે ચૂંદડી રે, ચૂંદડી રે
માની ચૂંદડી લહેરાઈ
ચૂંદડીમાં ચમકે હીરલા રે, રૂડા હીરલા રે
માની ચૂંદડી લહેરાઈ
શોભે મઝાની ચૂંદડી રે રૂડી ચૂંદડી રે
માની ચૂંદડી લહેરાઈ
ચૂંદડીમાં ચમકે મુખડું રે, રૂડું મુખડું રે
માની ચૂંદડી લહેરાઈ
પહેરી ફરે ફેરફૂદડી રે, ફેરફૂદડી રે
માની ચૂંદડી લહેરાઈ
લહેરે પવન ઊડે ચૂંદડી રે, ઊડે ચૂંદડી રે
માની ચૂંદડી લહેરાઈ
****************************************************************
તું તો કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા,
તું ચારે યુગમાં ગવાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તને પહેલા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું શંકર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ભસ્માસુર હરનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તને બીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું હરિશ્ચન્દ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું સત્યને કારણે વેચાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તને ત્રીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
ૐ નમઃ શિવાય
ખૂબ સુંદર ગરબા
હવે તો ઓડીયોમા મૂકવા જેવા
LikeLike