દિવાળી

                                   આજે આસો વદ પાંચમ

આજનો સુવિચાર:- વાણીનાં જખમ રૂઝાતા નથી માટે બોલતાં સો વાર વિચારો.

હેલ્થ ટીપ:- મોંમાં પાણી ભરી આંખ પર પાણી છંટકારવાથી નેત્રની જ્યોતિ વધે છે.

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈ પટેલે તેમની આ કૃતિઓ મોકલવા બદલ મેઘધનુષ આભારી છે.]

નવલે નોરતા

નવલે નોરતા

નવલે નોરતે

ગબ્બરના ટોચે, દિવડા ની જ્યોતે,ઝગમગે સોનેરી ગોખ
મા અંબાને ચરણે ,ઘેલી ગુજરાત ગરબે રમતી રો જ

આભલા ચમકે, રંગી ચૂંદડીએ, ગઢ પાવાને વાટ
કુમકુમ પગલે, સુંદર સાથીઆ પૂર્યા માડીને દ્વાર

સંગીતના તાલે, ઝાંઝર ઝણકે, તાલીઓના રણકે તાલ
હીલોળા લેતાં હરખે હૈયાં, ભાવ સાગરને પાળ

ઘૂમતા રાસે ,નવલે નોરતે, મલકે ઉમળકો આજ
ચાંચર ચોકે, ધબૂકતે ઢોલે, ખીલી છે માઝમ રાત

અંગ અંગ મલકે, જોશે છલકે, વાગે ઢોલીડાના ઢોલ
લાલ શણગારે શોભે માડી, અપાર આનંદ અણમોલ

હીંચે હીંડોળે , ગબ્બર ગોખે, દેતાં મંગલ આશીષ
મા વરદાયીનીને ચરણે શરણે, ભાવે નમાવીએ શીશ

ભક્તોના હૈયે ભક્તિ છલકે, મલકે મુખલડે ઓપ
ગબ્બરના ટોચે દિવડાની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખ

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

++++++++++++++++++++++++++++++++++++++++++++++++

દિવાળી

દિવાળી

દિવાળી

આસો માસે ઉત્સવની ટોળી, લેજો હૈયાને હરખે હિંચોળી
દીવા લઈને આવી દિવાળી, પુરજો ચોકે રૂડી રંગોળી

ફટફટ કરતા ફૂટે ફટાકડા ,આકાશને દેવા નવરંગે ઉજાળી
ભોળા ભાવે ભેટે ભેરુઓ ,ઝીલીએ ખુશી ભરીને ઝોળી

શાખે ઝૂલે લીલાં તોરણિયાં, ચમકે સ્નેહે સૌનાં મુખલડાં
સૌના માટે નવાં પહેરણિયાં, મોસાળે રમે નાનાં ભાણેરિયાં

દાદાને વહાલી લાડવાની ઉજાણી, મોટા માણે મઠિયાંની મિજબાની
પપ્પાને ગમતાં મેવા મીઠાઈ, ગળ્યા ઘૂઘરાની શોખીન મમ્મી

વહાલે વધાવીએ માતા લક્ષ્મીને, દાદા હનુમંતને શરણે જઈએ
લઈને ઓવારણાં નવલા વર્ષે, ભાઈબીજને સ્નેહે સંવારીએ

નદી કિનારે જામે મેળો, જીવતરના રંગો ચગે ચગડોળે
ઢોલને ધબૂકે જોબનિયું જાગે, સોનેરી સપનોમાં મનડું મહાલે

દેશ પરદેશથી રમે સંદેશા, કેવી લાગે રૂપાળી દિવાળી
શુભ સંકલ્પની પ્રગટાવી જ્યોતિ, વેરઝેરને દેજો દરિયે ડુબોડી

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

                                         ૐ નમઃ શિવાય

Advertisements

2 comments on “દિવાળી

 1. આસો માસે ઉત્સવની ટોળી, લેજો હૈયાને હરખે હિંચોળી
  દીવા લઈને આવી દિવાળી, પુરજો ચોકે રૂડી રંગોળી

  લો ભાઈ દિવાળી તો દોડતી આવી ગઈ.

  કેટલી સુંદર વધામણી ,ઉજાશ પ્રગટાવી ગઈ તમારી કવિતા

  ચન્દ્ર પટેલ

  Like

 2. દેશ પરદેશથી રમે સંદેશા, કેવી લાગે રૂપાળી દિવાળી
  શુભ સંકલ્પની પ્રગટાવી જ્યોતિ, વેરઝેરને દેજો દરિયે ડુબોડી

  Good thoughts enlight our life.
  Thanks for sharing such lovely poem.

  Vital Patel

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s