દિવડાનો દરબાર

                    આજે આસો વદ બારસ [વાઘ બારસ]

આજનો સુવિચાર:- મહાન વ્યક્તિ ઉપેક્ષાથી નહિ, પરંતુ અતિ પ્રસંશાથીનાશ પામે છે.

હેલ્થ ટીપ:- ત્રણ અંજીરને પલાડી પોચે પડ્યે ચાવીને ખાવાથી પાઈલ્સ પર ખૂબ રાહત રહે છે. આ પ્રયોગ 15 દિવસ કરવાથી ખૂબ રાહત રહેશે.

 

                     દિવાળી એટલે દિવડાનો ઉત્સવ

નભમાં નવલખ તારલિયા ને તેજ તેજ અંબાર
કે ઝગમગ દિવડાનો દરબાર

દિવડો લઈને રાતડી કાંઈ રમવા આવી બહાર
કે ઝગમગ દિવડાનો દરબાર

ઊંચે આભ ગગનને અદભૂત વ્યાપક વિશ્વ વિરાટ
નીચે ધરતી પર નયનોના દીપકનો મલકાટ
અનોખી જ્યોતિર્મય વણઝાર
કે ઝગમગ દિવડાનો દરબાર

જમુનાજીનાં જળદિવડા કાંઈ ઝબકંતા લહેરાય
હસતા રમતા તેજ ફુવારા ટ્મકંતા હરખાય
મનોરમ શોભાનો શણગાર
કે ઝગમગ દિવડાનો દરબાર

ગોખે ગોખે ઘર ઘરમાં ને, મંદિરમાં ઝબકંત
પ્રાણ પ્રાણમાં સ્વયં પ્રકાશિત પ્રકાશનાં ભગવન
અલૌકિક ચેતનનો ચમત્કાર
કે ઝગમગ દિવડાનો દરબાર

ંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં

મેલો એક કોડિયું રે ભાઈ મેલો એક કોડિયું
એક એક કોડિયે રે ભાઈ કોટિ કોટિ દિવડાઓ થાય

એક એક કોડિયાના તેજ તણાં ધાગા માહી કોટિ કોટિ દિવડા સંધાય
ઘરનાં તે આંગણાને દૂર તણા પંથ આપણ એનાં તે તેજથી છવાય

એક એક કોડિયાનાં અજવાળે અજવાળે કોટિ કોટિ ચરણો ચાલ્યા જાય
એક એક કોડિયાનાં આલબેલ સાંભળીને લાંબો તે પંથ ટૂંકો થાય

એક એક કોડિયું એ સફરીને કાજે સૌએ આશાનું ગીત મીઠું ગાય
એક એક કોડિયાથી દરિયો અંધાર કેરો તરી સામે પાર જવાય

                                            – પ્રહલાદ પારેખ

 

                                           ૐ નમઃ શિવાય

3 comments on “દિવડાનો દરબાર

 1. એક એક કોડિયું એ સફરીને કાજે સૌએ આશાનું ગીત મીઠું ગાય
  એક એક કોડિયાથી દરિયો અંધાર કેરો તરી સામે પાર જવાય..

  ઊંચે આભ ગગનને અદભૂત વ્યાપક વિશ્વ વિરાટ
  નીચે ધરતી પર નયનોના દીપકનો મલકાટ
  અનોખી જ્યોતિર્મય વણઝાર
  કે ઝગમગ દિવડાનો દરબાર

  khuub j sundar….bahu j saras lakhiyu che…ketli uchi vat…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s