દિવાળીની શુભેચ્છાઓ

નીલા કડકિઆ અને કડકિઆ પરિવાર તરફથી

આપ સહુને

દિવાળીની શુભેચ્છાઓ

11 comments on “દિવાળીની શુભેચ્છાઓ

  1. આપ સર્વેને દીવાળીની શુભકામનાઓ અને પ્રાર્થના:

    છોડ્યાં ક્રોધના ફુંફાડાં, છોડ્યો શંકાનો સળવળાટ.
    છોડ્યાં ભયનાં ઓથાર, છોડી લજ્જાની રતાશ.
    છોડી ઘૃણા કેરી ધુણી, છોડ્યું કુટુમ્બ બન્ધન ભીનું,
    છોડ્યો જાતીભેદનો હુંકાર, છોડ્યું મીથ્યા કુળાભીમાન.
    છોડી સર્વે અપેક્ષા, હે ‘મા’, તારા શરણે હું એકલો.

    હૈયું મારું બની રહ્યું તાજું ખીલેલું કમળ,
    એ નાજુક કમળ આસાન, તારે ચરણે ધર્યું ‘મા’.
    વીનવું તને, કૃપા કર, પ્રવેશ કર તારો એ કમળે,
    પ્રફુલ્લીત, શાતાદાયક, સુવર્ણકમળ સમ શ્વેતપ્રકાશે.

    આવીર્ભાવ નવો દીવ્ય પ્રેમ તણો, અલૌકીક સૌન્દર્ય,
    અનુભવું નવું સુખ, પરીવર્તન પામે બુધ્ધી મારી.
    દીવ્ય પ્રકાશ રેલાવે સંગીત આધીભૌતીક અનોખું,
    ભરી દે નખશીખ સર્વેથી મને, આપ તારી કરુણા.
    સ્ફુરે નવા કાવ્ય, નૃત્યો, રોમેરોમ પ્રકાશીત.
    પ્રવાહો સર્વે ગુણો તણા, માણું હું નીરંતર.
    તરબતર કરું આત્માને, અમૃત મેળવ્યું અલભ્ય.

    તારે શરણે ‘મા’, રક્ષણ કર સર્વે અનીષ્ટોથી,
    દોરવાતો હું તારા આંતર-બાહ્ય સંકેતોથી.
    વરસાવ આશીર્વચનો, સ્ફટીકસમ શુધ્ધ સ્વર,
    નીર્મળ બને મનમન્દીરીયું, નીહાળું તને નીરંતર.

    દીવ્યદર્શન તારું દેખું, ભલે હો મારા ચર્મચક્ષુ,
    સાથ મારો છોડીશ ના, હરપલ તને ઝંખું.
    જીવું ના તારા વીના, અપનાવ તારા હ્રદયકમળે,
    અંતકાળની એ જ અરજી, સમરું તને ત્યારે.

    આપ શક્તી મને, હું અબોધ નીર્બળ બાળ તારો,
    જીવેજીવ અનુભવે પ્રેમ, પામે દર્શન નવું,
    જ્યારે વર્ણન કરું તારા વાત્સલ્ય અને સૌન્દર્ય તણું.

    આ જ મારી છે પ્રાર્થના હમ્મેશા, ધ્યેય જીવનનું એ,
    પ્રાણવીધાન મારું નીરંતર, અર્પણ હું તારા ચરણે.

    Like

Leave a comment