શ્રી મહાપ્રભુજીની બેઠકજીનું માહાત્મ્ય

                       આજે કારતક વદ આઠમ

આજનો સુવિચાર:- દુઃખમાં સાથ આપે તે ઈશ્વર અને સુખમાં સાથ આપે તે જીવ. – શ્રી ડોંગરે મહારાજ

હેલ્થ ટીપ:- મરીનાં ચૂર્ણને ઘીમાં ભેળવી દિવસમાં બે વખત ચાટવાથી શીળસમાં રાહત રહે છે.
                  શ્રી મહાપ્રભુજીની બેઠકજીનું માહાત્મ્ય

શ્રી મહાપ્રુજી

શ્રી મહાપ્રભુજી

 

     પુષ્ટીમાર્ગના પ્રવર્તક અને સ્થાપક શ્રી મહાપ્રભુજીએ જીવોનાં ઉદ્ધાર માટે ત્રન વખત ચાલીને પૃથ્વીની પરિક્રમા કરી હતી. આ યાત્રા દરમિયાન જ્યાં જ્યાં તેઓએ ત્રણ દિવસથી વધારે દિવસનો મુકામ કરી શ્રી ભાગવતજીનું પારાયણ કર્યું તે સ્થલને શ્રી મહાપ્રભુજીની ‘બેઠકજી’ કહેવામાં આવે છે.

      આપણા ભારતમાં આવી 84 બેઠકો છે જેમાં ઘણી અપ્રકટ છે. જે વૈષ્ણવોએ બ્રહ્મસંબંધ લીધાં હોય તેજ બેઠકજીમાં ઝારીજી ભરી શકે. આવી શ્રી મહાપ્રભુજીની 84 બેઠકો છે. શ્રી ગુસાંઈજીની 16 બેઠકો છે.શ્રી ગોકુળનાથજીની 8 બેઠકો છેઅને શ્રી હરિરાયજીની 2 બેઠકો છે.

શ્રી મહાપ્રુજીની બેઠકજી

શ્રી મહાપ્રભુજીની બેઠકજી

 

                             [1] શ્રી ચંપારણ્યનાં પ્રાગટ્યનાં બેઠકજી:-

       દક્ષિણમાં ક્ષિપ્રા નદીને કિનારે કાકરવાડ ગામમાં તૈલંગ બ્રાહ્મણ કુળમાં શ્રી મહાપ્રભુજીનાં વંશજો રહેતા હતા. આપના પિતાશ્રીએ કાશીમાં મુકામ કર્યો હતો. કાશીમાં યવનોનો ત્રાસ વધી જવાથી આપના માતા પિતાએ પોતાના ગામે પાછા જવાનો નિર્ણય લીધો. રસ્તામાં ચંપારણ્યના વનમાં આપની માતાએ એક પુત્રનો જન્મ આપ્યો. મૃત પુત્ર સમજીને માતાપિતાએ કપડામાં વીંટાળીને આપને ઝાડની બખોલમાં મૂકી આગળ ચાલ્યા. ત્યાં પાછળથી અવાજ આવ્યો કે મને મૂકીને ક્યાં ચાલ્યા? હું તો અહીં છું. બન્ને જણાએ પાછલ વળીને જોયું તો એક મોટા અગ્નિકુંડાળામાં એક બાળક રમતો હતો. માતાએ દોડીને બાળકને ઉચકી છાતી સરસો ચાંપી દીધો.. આમ ચંપારણ્યધામ શ્રી મહાપ્રભુજીનું જન્મ સ્થળ છે. આ ચંપારણ્ય મધ્યપ્રદેશના રાયગઢ જિલ્લામાં આવેલું છે. અહીં શ્રી મહાપ્રભુજી સાત દિવસ બિરાજ્યા હતા.

                                    [2] વિદ્યાનગરની બેઠકજી:-

          આ સ્થળ 500 વર્ષ પહેલા વિજય નગર તરીકે ખૂબ પ્રસિદ્ધ હતું. આ ગામ શ્રી મહાપ્રભુજીનું મોસાળ છે. એ વખતે અહીં માયાવાદી બ્રાહ્મણોનો શાસ્ત્રાર્થ ચાલતો હતો. જેથી શ્રી મહાપ્રભુજીના મામાએ તેમને પોતાને ગામે લઈ જઈને માયાવાદીઓનું ખંડન કરવા કહ્યું. માયાવાદનું ખંડન થતા જ વિજયનગરના રાજા કૃષ્ણદેવે પ્રસન્ન થઈ શ્રી મહાપ્રભુજીનો કનકાભિષેક કર્યો.. અહીં સાત દિવસ બિરાજીને શ્રી મહાપ્રભુજીએ ભાગવત સપ્તાહ કરી હતી.

                     [3] શ્રી પમ્પા સરોવરનાં બેઠકજી:-

     આચાર્ય શ્રી મહાપ્રભુજી વિજય નગરથી આગળ વધીને 5 માઈલ દૂર આવેલા પમ્પાસરોવર પધાર્યા. આપ આપના શિષ્યો સાથે સરોવર પાસેના વડના વૃક્ષ નીચે બિરાજ્યા. આપશ્રીએ ત્રણ દિવસનું ભાગવત પારાયણ કર્યું. તે વખતે ઉત્તરપ્રદેશના સોરમજીથી પ્રભુની શોધમાં નીકળેલા કૃષ્ણદાસ મેઘન નામના એક ભક્ત આપને મળ્યા. કૃષ્ણદાસની વિનંતી સ્વીકારી આપે તેમને અષ્ટાક્ષર મંત્ર આપી સેવક કર્યા અને આપે તેમને અહર્નિશ સાથે રાખી સેવા કરવાનો લ્હાવો આપ્યો.
આ બેઠકજી અત્યારે ગુપ્ત છે પરંતુ ત્યાં જતા વૈષ્ણવો સરોવરને કિનારે આવેલા આ વૃક્ષની છાયામાં ભાવના કરી શ્રી મહાપ્રભુજીને ઝારી ચરણસ્પર્શ કરે છે.

                                                                     [વધુ આવતે અંકે….]

                  
                                               જય શ્રી કૃષ્ણ