વ્યંગ રચના

                                      આજે માગશર સુદ એકમ

 

આજનો સુવિચાર:- ઘણાં કામ મહત્વહીન હોઈ શકે, મહત્વપૂર્ણ એ છે કે આપ કંઈ કામ કરો.

હેલ્થ ટીપ:- લીલી હળદર અને આદુનું કચુંબર દરરોજ લેવાથી દૂધ પીવડાવતી માતાને વધારે ધાવણ આવે છે.

 

[અમેરિકા સ્થિત શ્રી રમેશભાઇ પટેલે મોકલાવેલી એમની આ રચના બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

 

                            એક વ્યંગ કાવ્ય રચના

 

ભગ્ન હૃદયી ભારતવાસીને આતંકવાદી પાસેથી હાથ લાગેલી એક CD
દે સવાયા સાથ સાળા સમ નેતા, ના થાશો લાચાર
આ છે ભોળા ભારતની ,દૃષ્ટિહીન મોહક રે સરકાર
આતંકનો મોકો દીઠો છે સરતાજ, પધારી સૌને કરજો રે તારાજ

લઘુ બાંધવના માવતર નેતાઓની ,લાગી આજ કતાર
ધૃતરાષ્ટના અવતાર ગૃહ પ્રધાનો,આવી દેશે માથે હાથ
મતદાનની ભૂખી માછલીઓ ના પીછાણે,વૈશ્વિક આતંકવાદ
આતંકનો મોકો દિઠો છે સરતાજ, પધારી સૌને કરજો રે તારાજ

કાશ્મીર પછી દિલ્હી ને હવે, જુએ મુંબઈ સ્વાગતની વાટ
મંદિર ચોરે ચૌટે રક્ત ધારાની રંગોળી,દેશે શોભા અપાર
માનવતાના થઈ પૂંજારી,હરખશે ભારતવાસી થવા મહાન
આતંકનો મોકો દિઠો છે સરતાજ, પધારી સૌને કરજો રે તારાજ

કોઇ વિરલાનું લોહી ઉકળશે ને થાશે જો એ વિશ્વામિત્ર
ગૃહ પ્રધાન મીડીઆના સંગે વદે, જુઓ અમારા દુશ્મનનું છે ચિત્ર
રાષ્ટ્ર ભક્તો થાશે શહીદ ને ખૂણે રડશે તેની માત
તારી વહારે ધાશે વકીલો ને બહુ રૂપિયાઓની જમાત
આતંકનો મોકો દીઠો છે સરતાજ ,પધારી સૌને કરજો રે તારાજ

ધન્ય તમે તો તમને મળી મન મોહક સરકાર
આવું ટાણું નહીં મળે વારંવાર, પધારી કરશો રે તારાજ

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

550, Bucknell way
Corona,Ca 92881

                                           ૐ નમઃ શિવાય