સૂર્ય પૂજન

                            આજે કારતક સુદ છઠ્ઠ

આજનો સુવિચાર:- હતાશ ન થવું એ સફળતાનું મૂળ છે અને તેમાં જ પરમ સુખ છે.

હેલ્થ ટીપ:- આદુની 3 કતરી જરાક સિંધવ મીઠા સાથે મેળવી જમતાં પહેલાં લેવાથી ભૂખ ઉઘડે છે.

 

                                 આજે સૂર્યપૂજાનો દિવસ છે.

sun_god_he20_l1

   અંધકાર દાનવ ગણાય છે જ્યારે પ્રકાશને દૈવી શક્તિનું પ્રતિક ગણવામાં આવે છે. પ્રાચીન ઈજિપ્તમાં એવી માન્યતા હતી કે કિરણો સૂર્યનાં અસંખ્ય હાથ છે જેના દ્વારા પૃથ્વીપર જીવન સંચાર થાય છે પણ આજના વિજ્ઞાનને પણ આ સત્ય સ્વીકાર્યું છે. પૃથ્વી પર જીવન કે વનસ્પતિ આ સૂર્યકિરણો વગર શક્ય નથી.

     સંસ્કૃતિના પ્રારંભથી જ સૂર્યપૂજાનું ખાસ મહત્વ રહ્યું છે. રાત્રિના અંધકારને દૂર કરનાર સૂર્યને સર્વશક્તિમાન ગણાયો છે અને આદિમજાતિથી આ શક્તિની પૂજા ચાલતી આવી છે. વૈદિક પરંપરા પ્રમાણે ગાયત્રી મંત્ર અને સૂર્ય નમસ્કાર સૂર્યદેવની સ્તુતિ ગણાય છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રભાગા[ચિનાબ] નદીને કિનારે સહુ પ્રથમ સૂર્યમંદિર બાંધવામાં આવ્યું હતું. આજે આપણા દેશનાં બે સૂર્યમંદિર પ્રખ્યાત છે. ઓરીસ્સાનુ6 કોણાર્ક અને ગુજરાતનું મોઢેરા.

       સૂર્ય વિષે થોડું સત્ય જાણીએ.

• સૂર્ય પૃથ્વી કરતાં 10 લાખ ગણો મોટો છે.

• સૂર્ય પૃથ્વીથી 150,000,000 કિલોમીટરને અંતરે આવેલો છે.

• સૂર્યનાં કિરણોને પૃથ્વી પર પહોંચતા લગભગ 8.5 મિનિટ લાગે છે.

• સૂર્ય બ્રહ્માંડમાં પ્રતિ સેકેંડ 250 કિ.મી.ની ઝડપે ફરે છે.

• સૂર્યમાં એટલી બધી શક્તિ રહેલી છે કે જેનાથી કોઈ પણ દેશને 2500,000,000 વર્ષો સુધી વીજળીની જરૂર જ ના પડે.

• સૂર્ય જ્યારે આકાશમાં 30 થી 40 અંશનો ખૂણો બનાવે ત્યારે મેઘધનુષની રચના થાય છે.

• જે વ્યક્તિનું વજન પૃથ્વી પર 60 કિ.ગ્રા. હોય તેનુ વજન સૂર્ય પર વજન 1680 કિ.ગ્રા. જેટલું થાય.

 

                                    ૐ નમઃ શિવાય

લાભપાંચમ [જ્ઞાનપંચમી]

                 આજે કારતક સુદ પાંચમ [લાભપાંચમ , જ્ઞાનપાંચમ, સરસ્વતી જયંતી]

આજનો સુવિચાર:- જ્ઞાનથી અનુભવ મળતો નથી પરંતુ અનુભવથી જ્ઞાન મળે છે.

હેલ્થ ટીપ:- અપચો [અજીર્ણ] થયો હોય ત્યારે લીંબુ અને આદુનો રસ સરખે ભાગે લઈ તેમાં ચપટી સિંધવ મીઠું ભેળવી તેમાં પાણી શરબત બનાવી દિવસમાં ત્રણ ચાર વખત પીવું.

મા સરસ્વતી

મા સરસ્વતી

 

      લાભપાંચમ એટલે માનવ-દિવાળી અને દેવ-દિવાળીનો સમંવ્ય, સંધિકાળ. માનવો દ્વારા ઉજવવાતી દિવાળીનો પૂર્ણકાળ અને દેવોની દિવાળીની શરુઆત લાભપાંચમથી થાય છે. આ દિવસ શુભ મનાય છે. દીપોત્સવી પર્વ એટલે અધર્મ, અસત્ય અને અત્યાચાર પર વિજય. દેવોની દિવાળીની પૂર્ણાહુતી કારતક સુદ પૂનમે થાય છે. પૌરાણિક કથા મુજબ મહાદેવે કાર્તિક પૂનમે ત્રિપુર રાક્ષસોનો અને તેમનાં ત્રણ રાજ્યોનો નાશ કર્યો હતો. તેથી દેવોએ દીપમાળા પ્રગટાવી આનંદોત્સવ મનાવ્યો હતો. આમ માનવ-દિવાળી અને દેવ-દિવાળીનો હેતુ તો એક જ છે. અત્યાચાર, અધર્મ અને અસત્ય પર વિજય.

     કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવાલાભપાંચમ ઉત્તમ ગણાય છે. નૂતન વર્ષ, અક્ષયતૃતીયા, વિજયાદશમી, ધનતેરસ, લાભપાંચમ અને ધૂળેટી આ છ દિવસ કાયમી શુભ ગણાય છે તેથી આ દિવસોમા6 પંચાંગ જોવાની આવશ્યકતા નથી હોતી. લાભપાંચમને ‘સૌભાગ્ય પંચમી અથવા શ્રીપંચમી’ પણ કહે છે.

     દીપોત્સવ અને લાભપાંચમના તહેવારો એટલે જૈન અને હિંદુધર્મનો સંગમ પણ ગણાય છે. આ દિવસોની અધિષ્ઠાત્રી દેવી શારદા મનાય છે. દેવી શારદા એટલે લક્ષ્મી અને સરસ્વતી. વૈદિક ધર્મની ‘લાભપાંચમ’ જૈન ધર્મની ‘જ્ઞાનપંચમી’ મનાય છે. જૈનધર્મમાં જ્ઞાનદાનને શ્રેષ્ઠદાન ગણાય છે. જ્ઞાનના પ્રભાવથી ક્લેશ, વાસના, રાગદ્વેષ વગેરે નષ્ટ પામે છે. જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી તેથી આજે દેવી સરસ્વતીનું પણ પૂજન કરાય છે.

 

પ્રણામ લો મા સરસ્વતી તુમ વીણા પાણી દેવી શારદા

વિદ્યાદાની દયાની, દુઃખહરણી, સુખકરણી તુમ
માતા શારદા વીણાપાણી દેવી શારદા

જ્ઞાનહીન હમ દીનહીન હમ આયે તુમરે શરણોમેં
દયા કરો દુઃખ હરો તુમ વિવેક દો માતા
માતા શારદા વીણાપાણી દેવી શારદા

 

                                                  ૐ નમઃ શિવાય