ગીતા સાર

                              આજે માગશર વદ એકમ

આજનો સુવિચાર:- “જીવતા હોવું”[to be alive]અને “જીવંત હોવું [to be lively] એ બે વચ્ચેનો તફાવત માલગાડી અને પેસેંજર લઈ જતી ટ્રેન જેટલો મૂળભૂત ગણાય.          –  ગુણવંત શાહ

હેલ્થ ટીપ:- તલનું તેલ મેદ નાશક કહેવાય છે. મેદ ઉતારવો હોય તો તલના તેલમાં રસોઈ કરવી.

કૃષ્ણ ઉપદેશ

કૃષ્ણ ઉપદેશ

 

                            ગીતા સાર [કૃષ્ણાર્જુન સંવાદ]

બોલ્યા બોલ્યા શ્રી ભગવાન (2) અર્જુન સાંભળો રે,
તમને કહું છું ગીતા જ્ઞાન (2) અર્જુન સાંભળો રે

આત્મા મરતો નથી અમર છે એવું સમજે તે જ્ઞાની છે
તે સાંખ્ય યોગ કહેવાય, અર્જુન સાંભળો રે

સત કર્મ ધર્મ કહેવાય, આચરતા ચિત્ત શુદ્ધ થાય
તે કર્મ યોગ કહેવાય અર્જુન સાંભળો રે.

સતકર્મ સદા આચરીએ ફળ હરિને અર્પણ કરીએ
તે બ્રહ્માર્પણ કહેવાય અર્જુન સાંભળો રે

જેમ કમળ પત્ર પાણીમાં તેમ રહે છે આ દુનિયામાં
તે સન્યાસી કહેવાય અર્જુન સાંભળો રે

પોતે પોતાના ગુરૂ બનીએ નારાયણનું ધ્યાન ધરીએ
તે સંયમી કહેવાય અર્જુન સાંભળો રે

વાસુદેવ સર્વવ્યાપક છે હજારોમાં કોક જાણે છે
તે વિજ્ઞાની કહેવાય અર્જુન સાંભળો રે

આખા વિશ્વ તણો ક્ષય થાય, મારું ધામ અક્ષય કહેવાય
તે અક્ષરધામ કહેવાય અર્જુન સાંભળો રે

સરજુ પાળું ને સંહારું માટે ભજન કરો તમે મારું
તે રાજયોગ કહેવાય અર્જુન સાંભળો રે

હું અનંતરૂપે વસનારો, જગને ધારણ કરનારો
આ વિભૂતિ યોગ કહેવાય અર્જુન સાંભળો રે

અંતરની આંખો ખોલો મને સઘળે હવે તમે જોઈ લો
એ ભક્તિયોગ કહેવાય અર્જુન સાંભળો રે

દેહ પ્રકૃતિનો કહેવાય જીવ મારો અંશ કહેવાય
ક્ષેતક્ષેતજ્ઞ કહેવાય અર્જુન સાંભળો રે

જ્યારે ભેદ ભાવના જાયે ત્યારે સમાનતા આવે
તે નિર્ગુણાતિત કહેવાય અર્જુન સાંભળો રે

જગ વૃક્ષનું જે મૂળ છે જડ ચેતનથી ઉત્તમ છે
તે પુરુષોત્તમ કહેવાય અર્જુન સાંભળો રે

સદબુદ્ધિ દેવ કહેવાય, કુબુદ્ધિ અસુર કહેવાય
તે દેવાસુર કહેવાય અર્જુન સાંભળો રે

જેવું અન્ન તેવું મન, જેવી શ્રદ્ધા તેવું મન
તે શ્રદ્ધાતય કહેવાય અર્જુન સાંભળો રે

સઘળા ધર્મો છોડી દોને મારે શરણે તમે આવોને
મુક્ત સન્યાસી થઈને અર્જુન સાંભળો રે

ગીતામૃત પાન જે કરશેતેને જીવનમુક્તિ મળશે
શીવરામ થાશે જયકાર સૌ જન સાંભળો રે
બોલ્યા બોલ્યા શ્રી ભગવાન અર્જુન સાંભળો રે

કવિશ્રી – શ્રી શીવરામ

 

                                        ૐ નમઃ શિવાય

6 comments on “ગીતા સાર

 1. શ્રી રમેશ પટેલ(આકાશદીપ)ના ઉપાસના કાવ્ય સંગ્રહની સુંદર રચના ,’ગીતા સુધા”ની થોડીક પંક્તિઓ,

  શ્રી કૃષ્ણ વદે,સુણ અર્જુન સખા,ગીતા છે મમ હૃદય

  સોંપી લગામ પ્રભુને હાથ ,આવી જા તું મમ શરણ

  આત્માને અમર જાણ, દેહની નશ્વરતાને પહેચાન

  થા તું મુક્ત મોહ માયાથી લઈ ગીતાનું ગ્યાન

  સુણ પાર્થ ,જીવન મરણને જાણ પૂર્ણ પૂરષોત્તમ હાથ

  થા માત્ર નિમિત્ત,કરવા સઘળાં કલ્યાણી ઈશ્વરીય કામ

  અર્પણ કર કર્તાને સર્વ કર્મનાં બંધન,કર્તવ્ય ધર્મ નિભાવ

  ત્યજી આસક્તિ, યોગ સ્થિત થઈ લે ગાંડીવ તુજ હાથ

  તું છે મારો ભક્ત સખાને , ગ્યાન વીર ધીર ભૂપ

  હું જ કાળ, હું જ નિયંતા, નીરખ પાર્થ મમ મહાકાળનું રુપ

  સંકલન ..વિતલ પટેલ(યુ એસ એ)

  Like

 2. “જીવતા હોવું”[to be alive]અને “જીવંત હોવું [to be lively] એ બે વચ્ચેનો તફાવત માલગાડી અને પેસેંજર લઈ જતી ટ્રેન જેટલો મૂળભૂત ગણાય..

  wahhhhhhhhhh khub saras vat….

  Like

 3. આભાર…દાદાઈ વાણી..સંકલન

  આત્મા અજર છે, અમર છે,દેહથી છૂટો છે, તો મોક્ષ કોનો થાય છે?

  અહંકારનો! અહંકારનો મોક્ષ થઈ જાય એટલે એ વિલય થઈ જાય,

  જેનો ઉદભવ થયોછે તેનો વિલય થાય.અહંકાર જ બંધાયેલો છે,આત્મા બંધાયેલો

  નથી.ગ્નાની પુરુષ સમજણ પાડે એટલે અહંકારનો મોક્ષ થઈ જાય.

  કેટલાંય કર્મો એવાં છે કે વિચારવાથી છૂટી જાય,કેટલાંક ધ્યાનથી

  છૂટી જાય પણ કેટલાંક કર્મો એવાં છે કે ના ભોગવવાં હોય તો પણ ભોગવ્યે જ છૂટકો થાય!

  એને ‘નિકાચિત’ કહેવાય.

  .

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s