સંપત્તિ ના મેળવી શકનારાના પોકળ બહાના

                                       આજે માગશર વદ બારસ

આજનો સુવિચાર:- ચૂંટણી એટલે વચનોની વસંત.

હેલ્થ ટીપ:- અતિસારમાં [ઝાડા થયા હોય] એક વાડકા દહીંમાં મેથીના દાણાનો પાઉડર મેળવી ખાઈ જાવ.

પ્રખ્યાત લેખક નેપોલિન હિલની નજરે સંપત્તિ ના મેળવી શકનારાના બહાના

• જો મારે એક પત્ની ને કુટુંબ ન હોત……

• જો મારી પાસે પૂરતી લાગવગ હોત ……

• જો મારી પાસે પૈસા હોત………

• જો હું સારી નોકરી મેળવી શક્યો હોત…….

• જો મારું સ્વાસ્થ્ય સારું હોત………

• જો મારી પાસે સમય હોત………

• જો સંજોગો સારા હોત……..

• જો બીજા લોકો અને સમજી શક્યા હોત…….

• જો મારું જીવન ફરીથી જીવવા મળે તો….

• જો મને આજે એક તક મળે તો……

• જો બીજા લોકો મારી વિરુદ્ધ ન હોત…….

• જો મને રોકવા માટેનો બનાવ ન બન્યો હોત……

• જો હું સહેજ યુવાન હોત………

• જો હું ગર્ભ શ્રીમંત હોત……..

• જો મને ‘યોગ્ય લોકો’ મળ્યા હોત……..

• જો મારી વાતને હું હિંમતથી રજૂ કરી શકતો હોત……

• જો મેં ગત તકો ઝડપી હોત……….

• જો લોકોએ મારી પર ત્રાસ વર્તાવ્યો ન હોત………

• જો મારે ઘર અને બાળકોનું ધ્યાન ન રાખવાનું હોત……..

• જો હું થોડા ધનની બચત કરી શક્યો હોત………

• જો મારા બોસે મારી કદર કરી હોત……….

• જો મને કોઈ મદદગાર મળ્યું હોત…….

• જો મારું કુટુંબ મને સમજી શક્યું હોત……

• જો હું મોટા શહેરમાં રહેતો હોત…….

• જો હું કશી શરૂઆત કરી શકતો હોત…..

• જો હું મુક્ત હોત….

• જો કેટલાક લોકો જેવું વ્યક્તિત્વ હું ધરાવતો હોત…..

• જો હું આટલો મેદસ્વી ન હોત….

• જો મારી સુઝબુઝની જાણકારી થઈ હોત…..

• જો કોઈ ‘બ્રેક’ મળત તો…..

• જો મારે કરજનો બોજ ન હોત….

• જો મને કોઈ પદ્ધતિ ખબર હોત……

• જો બધાએ મારો વિરોધ ન કર્યો હોત……

• જો મારી પર આટલી બધી ચિંતાનો બોજ ન હોત…….

• જો હું યોગ્ય વ્યક્તિને પરણ્યો હોત……

• જો લોકો આટલા બધા મૂર્ખ ન હોત…..

• જો મારું કુટુંબ આટલું ખર્ચાળ અને ઉડાઉ ન હોત…..

• જો હું મારા વિશે શ્રદ્ધા રાખતો હોત……

• જો ભાગ્ય મારાથી બે ડગલાં આગળ ન હોત…..

• જો મારો સિતારો ખરાબ ન હોત…….

• જો એ વાત સાચી ન હોત કે ‘જે થવાનું છે તે થવાનું જ છે….’

• જો મારે આટલી બધી મહેનત ન કરવી પડતી હોત…….

• જો મેં ધન ન ગુમાવી દીધું હોત…….

• જો હું કોઈ બીજા પડોશમાં રહેતો હોત….

• જો મારે કોઈ ‘અતીત’ ન હોત……

• જો મારે પોતાનો જ કોઈ ધંધો હોત……

• જો બીજા લોકો મારું કહ્યું સાંભળતા હોત….

• જો [આ સૌથી મોટું બહાનું છે.]

                                                       — સંકલિત

                                         ૐ નમઃ શિવાય

3 comments on “સંપત્તિ ના મેળવી શકનારાના પોકળ બહાના

  1. આ તો ચેક બાઉન્સ થાય ત્યારે બેંકમાંથી બહાનાનું લિસ્ટ આવે (જેમાં કોઈ એક બહાના સામે નિશાન કર્યું હોય!) તેના જેવું થયું. ચેક પાસ થઈ જાય તો તે માટે કોઈ બહાના/કારણની જરૂર રહેતી નથી, બસ ચેક પાસ થઈ જાય છે!

    સરસ લેખ. છપાવીને ડેસ્ક પર મુકવા જેવો.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s