આજે પોષ સુદ ત્રીજ
આજનો સુવિચાર:- અનેક રંગ હોવા છતાં મેઘધનુષ એક છે.
અનેક તરંગ હોવા છતાં સાગર એક છે.
અનેક ધર્મ હોવા છતાં ‘ઈશ્વર’ એક છે.
હેલ્થ ટીપ:- ઠંડીથી બચવા પાણીમાં ખાંડેલી વરિયાળી, એલચી, લવિંગ, મરી, આદુ કે સૂંઠ સરખે ભાગે નાખી ઉકાળો. અડધો રહે ગાળી પીઓ.
[ અમેરિકા સ્થિત શ્રી રમેશભાઈએ (આકાશદીપ) પોતાની આ કૃતિ મોકલ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

દર્શન ભલા
દર્શન
ના હિસાબી લેખાંજોખાંએ જિંદગીની મજા
ધર હાથ ગાંડીવ, લાગતા દર્શન ભલા
સાત રંગી કિરણો છે સૂર્યના જાણે બધા
વરસે તું તો મેઘધનુષના દર્શન ભલા
જલે મોમબત્તી, લઈ ઉરે ઉની વ્યથા
ઉજાશો પ્રેમ તો ઉત્સવોના દર્શન ભલા
જિંદગી છે છોડ, કાંટા ઊગે ને ફૂલ પણ
રળ ક્ષેય, માણવા સાધુતાના દર્શન ભલા
ખીલવજો પુષ્પો તમારા જીવનના ઉદ્યાનમાં
ભૂલી ડંખ, મધમાખી દે મધના દર્શન ભલા
માગે પરિવર્તન, અનુકૂલનની આરાધના
આવે વંટોળ તો ઝૂકી ઝૂકવાના દર્શન ભલા
ભજવતી જિંદગી નાટક,આંસુ સ્મિત અંકના
શીખે ‘દીપ’ સમર્પણ તો સુખના દર્શન ભલા
—-શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)
ૐ નમઃ શિવાય
આજનો સુવિચાર
khuub saras…
LikeLike
Khuba j saras vichar
R J Patel(Aakashdeep)
LikeLike
દર્શન ભલા
ગમી જાય તેવી કૃતિ.જોમ ભરે,માધુર્ય પણ માણવા મળે અને કંઇક અનોખી વાત કહેતી
રંગભરી રચના મેઘધનુષ પર માણવા મળી.
ધન્યવાદ રમેશભાઈ ઉમદા વૈચારિક કૃતિ માટે.
ચીરાગ પટેલ
LikeLike
હિસાબી લેખાંજોખાંએ જિંદગીની મજા
ધર હાથ ગાંડીવ, લાગતા દર્શન ભલા
સાત રંગી કિરણો છે સૂર્યના જાણે બધા
વરસે તું તો મેઘધનુષના દર્શન ભલા
Nice to read,enjoy and understand.
great words !
Sweta Patel
LikeLike
ના હિસાબી લેખાંજોખાંએ જિંદગીની મજા
Sweta
LikeLike
Reblogged this on આકાશદીપ and commented:
સ્મરણ ..,
LikeLike