જવાબ આપો

               આજે પોષ સુદ એકાદશી [નવરાત્રીનો ચોથો દિવસ]

આજનો સુવિચાર:- માનવી જેટલો જ્ઞાનમય બને છે તેટલા તેના કર્મો ખીલે છે.

હેલ્થ ટીપ :- નવા સંશોધન પ્રમાણે કસરત કરતા પહેલા હલકો નાસ્તો સ્ફુર્તિદાયક બની રહેશે અને ઝડપથી થાક લાગશે નહીં.

જવાબ આપો

1] મેઘાલયની રાજધાનીનું નામ?

2] ગુજરાતનું સૌ પ્રથમ ‘સ્ત્રી સામાયિક’ કયું હતું?

3] ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન કોણ હતા?

4] મુન્નાભાઈ એમ.બી.બી.એસ.ની હિરોઈન કોણ હતી?

5] બિટનના રાજા જ્યોર્જ પાંચમાના આગમનની યાદમાં કઈ બે ઈમારતો બંધાયેલી હતી? કયા શહેરોમાં?

6] ધારાવી ઝૂંપડપટ્ટીની મૂળ રહેવાસી કોમ કઈ?

7] અત્યારે દેશી અને વિદેશી નકામાં વહાણો તોડવાનું કામ ક્યાં ચાલે છે?

8] ‘બૃહન્નલા’ એટલે કોણ?

9] ભારત તથા વિદેશમાં સ્થાપિત થયેલી પૂ.ગાંધીજીની પ્રતિમા બનાવનાર જાણીતા ભારતીય શિલ્પકાર કોણ?

10] સચીન તેંડુલકરે તેના 15,000 રનના ટેસ્ટ સ્કોરમાં કેટલી બાઉંડરી અને સિક્સર મારી છે?

11] સૌ પ્રથમ ભારતરત્ન પદવી મેળવનાર કોણ હતું ? કઈ સાલમાં મેળવી હતી?

12] ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ છે?

13] સૌથી ઓછી ‘વન-ડે’માં 50 વિકેટ લેવાનો વિશ્વવિક્રમ કોણ ધરાવે છે?

14] નાલંદા વિદ્યાપીઠના અવશેષો ભારતના કયા રાજ્યમાં મોજુદ છે?

15] ઈ.સ. 2007ની સાલમાં ઈંટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રોકાયેલ ભારતીય અવકાશયાત્રી કોણ?

                                           ૐ નમઃ શિવાય