આજે પોષ સુદ પૂનમ [શાકંભરી પૂનમ, નવરાત્રીનો અંત]
આજે સ્વામી રામાનન્દ જયંતી
ઓરિસ્સામાં ‘ધડાધડ ઊંધિયુ’ દિન
‘ધડાધડ’ એટલે એક ઘડામાં અનેક પ્રકારનાં શાક,ભાજી,કઠોળ વગેરે સાથે રાંધીને તૈયાર કરાતું ઊંધિયુ. આ પ્રકારનું ઊંધિયું ઓરિસ્સામાં પરણિત દીકરીઓને ઘરે મોકલવામાં આવે છે.
આજનો સુવિચાર:- ગરીબોને ભોજન આપો પછી જ ઈશ્વરપ્રાપ્તિના અધિકારી બનશો.
— સ્વામી વિવેકાનન્દ
હેલ્થ ટીપ :- અમેરિકન બ્યુટીશીયનની માન્યતા મુજબ ટામેટાને ચીરી તેનો છુંદો કરી તેમાં દહીં, ½ ચમચી ગ્લિસરીન ભેળવી ચએરા પર દસ મિનિટ માટે લગાદવામાં આવે તો ચહેરો તાજગી ભર્યો થઈ જશે.
જવાબ આપો
1] મેઘાલયની રાજધાનીનું નામ?
શિલોંગ
2] ગુજરાતનું સૌ પ્રથમ ‘સ્ત્રી સામાયિક’ કયું હતું?
સ્ત્રીબોધ—1857માં શરૂ થયું હતું
3] ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન કોણ હતા?
સરદાર વલ્લભભાઈ પટેલ
4] મુન્નાભાઈ એમ.બી.બી.એસ.ની હિરોઈન કોણ હતી?
ગ્રેસી સિંહ
5] બિટનના રાજા જ્યોર્જ પાંચમાના આગમનની યાદમાં કઈ બે ઈમારતો બંધાયેલી હતી? કયા શહેરોમાં?
ગેટ વે ઑફ ઈંડિયા – મુંબઈ
ઈંડિયા ગેટ – દિલ્હી
6] ધારાવી ઝૂંપડપટ્ટીની મૂળ રહેવાસી કોમ કઈ?
કોળી સમાજ
7] અત્યારે દેશી અને વિદેશી નકામાં વહાણો તોડવાનું કામ ક્યાં ચાલે છે
‘અલંગ’ શિપ બ્રેકિંગ યાર્ડ- ભાવનગર પાસે
8] ‘બૃહન્નલા’ એટલે કોણ?
અર્જુન
9] ભારત તથા વિદેશમાં સ્થાપિત થયેલી પૂ.ગાંધીજીની પ્રતિમા બનાવનાર જાણીતા ભારતીય શિલ્પકાર કોણ?
પદ્મશ્રી શ્રી ‘રામ સુતાર’
10] સચીન તેંડુલકરે તેના 15,000 રનના ટેસ્ટ સ્કોરમાં કેટલી બાઉંડરી અને સિક્સર મારી છે?
કુલ 1,600 બાઉંડરી અને 161 સિક્સર મારી છે.
11] સૌ પ્રથમ ભારતરત્ન પદવી મેળવનાર કોણ હતું ? કઈ સાલમાં મેળવી હતી?
સર્વપલ્લી રાધાકૃષ્ણન –ઈ.સ. 1954માં આ પદવી મેળવી હતી.
12] ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ છે?
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ છે.
13] સૌથી ઓછી ‘વન-ડે’માં 50 વિકેટ લેવાનો વિશ્વવિક્રમ કોણ ધરાવે છે?
અજિત આગરકર
14] નાલંદા વિદ્યાપીઠના અવશેષો ભારતના કયા રાજ્યમાં મોજુદ છે?
બિહાર રાજ્યમાં
15] ઈ.સ. 2007ની સાલમાં ઈંટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રોકાયેલ ભારતીય અવકાશયાત્રી કોણ?
સુનિતા વિલિયમ્સ
ૐ નમઃ શિવાય