ખોયા પાક

                               આજે પોષ વદ બીજ

આજનો સુવિચાર:- જીવનનો જીવન તરીકે સ્વીકાર કરો. – શ્રી કૃષ્ણ

હેલ્થ ટીપ :- શરદીની કારણે નાક વારંવાર બંધ થઈ જતું હોય તો નીલગીરીનાં થોડા ટીપા ગરમ પાણીમાં નાખી નાસ લેવાથી બંધ પડેલું નાક ખૂલી જશે.

ખોયાપાક

ખોયાપાક

                                                            ખોયા પાક

[મુંબઈ સ્થિત શ્રીમતી ચંદાબેન આહુજાએ આ વાનગી લખી મોકલી આપવા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

સામગ્રી:-


1] 750 ગ્રામ સાકર
2] 21/2 લીટર ભેંસનું દૂધ
3] 35 ખારેકનો ભૂકો [crushed]
4] 125 ગ્રામ ખસખસ [મિક્સરમાં અધકચરા પીસેલા]
5] 15 બદામ [ટુકડા કરેલા]
6] 15 પીસ્તા [ટુકડા કરેલા]
7] 75 ગ્રામ ધાણા [થોડા કુટેલા]
8] 5 ગ્રામ કુટેલી એલચી દાણા

રીત:-

એક કઢાઈમાં દૂધ ગરમ કરવા મૂકવું. જેવું ઉકળવા લાગે ત્યારે તેમા ખારેક નાખવી. ખારેક નરમ પડવા લાગે તેમાં ધાણાનાં મગસ નાખવા.દૂધ જ્યારે ગાઢું બનવા લાગે ત્યારે તેમાં સાકર ઉમેરો. ત્યારબાદ દૂધને પૂરેપૂરૂં બળવા દો. માવા જેવું થઈ જતાં ગેસ પરથી ઉતારી તેમાં બદામ પીસ્તાનાં ટુકડા નાખો.

શિયાળામાં આ ખોયા પાક ખૂબ શક્તિવર્ધક છે.

 

                   

                                       માવા કેસર રોલ્સ

સામગ્રી:-

1] 2 કપ છીણેલો માવો
2] ½ કપ બુરૂ સાકર [સાકરનો પાઉડર]
3] 1 ચમચી એલચી પાઉડર
4] 4 થી 5 કેસરનાં તાંતણા [જેને એક મોટા ચમચા દૂધની અંદર ઓગાળવા]
5] 2 થી 3 ટીપાં કેસર કલર
6] 2 ખાવાના ચાંદીના વરખ
7] 2 થી 3 ચાંદીનાં વરખવાળા પીસ્તા

રીત:-

1] માવા અને બુરૂ સાકરને ભેગાં કરીને એક જાડા તળિયાવાળી કઢાઈમાં ધીમી આંચે જ્યાં સુધી સાકર ઓગળી તેનું પાણી ઊડી ન જાય ત્યાં સુધી હલાવતા રહો. લગભગ 10 થી 12 મિનિટ લાગશે. ત્યાર બાદ તેનાં બે ભાગ કરો.

2] તેનાં એક ભાગમાં એલચી પાઉડર ભેળવી તેને ઠંડુ પડવા દો. બીજા ભાગમાં કેસર અને કેસરનો રંગ ભેળવો અને તેને પણ ઠંડો પડવા દો.

3] પહેલા પ્રથમ ભાગને લઈને પ્લાસ્ટિકના બે શીટની વચ્ચે મૂકી તેને 4” થી 6” જેટલો રોટલો વણો.તેવી જ રીતે કેસરવાળા ભાગને પણ વણી લો.

4] ત્યારબાદ માવાના રોટલા પર કેસરનો રોટલો એવી રીતે ગોઠવો કે તુટે નહીં.

5] બન્ને રોટલાના વચલા પ્લાસ્ટિક શીટ ધીરેથી કાઢો જેથી તુટે નહીં

6] પ્લાસ્ટિકના શીટનો ટાઈટ રોલ બનાવો અને 10 મિનિટ સુધી મૂકો જેથી તે કઠણ બની જશે. ત્યાર બાદ તેમાંથી બાકી રહેલું પ્લાસ્ટિક શીટ ધીરે રહીને ખેંચી કાઢો. તેને ચાંદીના વરખમાં વીટાળી લો અને તેના 16 ભાગ કરો.

7] તેના દરેક ભાગને સ્લાઈઝ કરેલા સિલ્વર પીસ્તાથી શણગારો.

                                              ૐ નમઃ શિવાય