થોડાંક મુક્તકો

                           આજે પોષ વદ દસમ

આજનો સુવિચાર:- સંસાર એવા કર્મયોગીઓની સાથે હોય છે જે તેમનો સાથ નથી છોડતા.

હેલ્થ ટીપ :- લોહીના વિકારમાં તથા પેટની બળતરામાં લીંબુનું શરબત ઉપયોગી થાય છે.

થોડાંક મુક્તકો

મનમેળ તૂટ્યા ઈ તૂટ્યા જ રહે
એને સીવણ સાંધણ હોય નહિ
ઉર આરસીના ટુકડા જ રહે
એને રેવણ રસ હોય નહી.

ભરે ભાણેથી એક જાકાર કહો
પછી કોળીડે સ્વાદ કો હોય નહી
ખમકર કહી ફીટકાર કહો
રણકાર એને હૈયે હોય નહી
—— ઝવેરચંદ મેઘાણી

પરિચય છે મંદિરમાં દેવોને મારો
મસ્જિદમાં મને ખુદા ઓળખે છે
નથી હું અહિંયા અજાણ્યો
તમારી મહેરબાનીથી બધા ઓળખે છે
—મેહુલ [ સુરેન ઠાકર]

લાખ તીણા ઘા સહે છે
ટાંકણાના અંગ પર
ત્યારે જ મેહુલ પત્થરનો
એક ઈશ્વર થાય છે.

—– મેહુલ [સુરેન ઠાકર]

પ્રેમના થોડાંક બીજ અહીં
જરાવી શકું
ક્યારેક જે કોઈ
વદનનું સ્મિત બની ખીલી શકે
તો પછી બીજા બધામાં
હું ભલે નિષ્ફળ બનું
જિંદગી મારી
ખરેખર જીવવા જેવી વહે

એકાદ પગલું ક્યાંક
કરૂણાનું હું માંડી શકું
ક્યારેક જે પીડિત હૃદયમાં
સાંત્વના સીંચી રહે
તો પછી બીજાનું ભલે ને
કાંઈ હું ન કરી શકું
જિંદગી મારી કદાપિ ના,
નહીં એળે વહે?

                                                  ૐ નમઃ શિવાય

Advertisements

8 comments on “થોડાંક મુક્તકો

  1. પ્રેરણાદાયક મુક્તકો

    ‘સંસાર એવા કર્મયોગીઓની સાથે હોય છે જે પોતાનો સાથ નથી છોડતા.’
    વિસ્તારથી સમજાવશો

    ‘લોહીના વિકારમાં તથા પેટની બળતરામાં લીંબુનું શરબત ઉપયોગી છે.’…કદાચ શબ્દ ઉમેરશો

    Like

  2. ========================
    પરિચય છે મંદિરમાં દેવોને મારો
    મસ્જિદમાં મને ખુદા ઓળખે છે
    નથી હું અહિંયા અજાણ્યો
    તમારી મહેરબાનીથી બધા ઓળખે છે
    —મેહુલ [ સુરેન ઠાકર]
    ========================
    આ મેહુલ [સુરેન ઠક્કર]ની રચના નથી;પણ
    “શૂન્ય” પાલનપુરી રચના છે.એમની આ રચના
    નીચે પ્રમાણે છે.

    =======================
    પરિચય છે મંદિરમાં દેવોને મારો,
    અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
    નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી.
    તમારા પ્રતાપે બધા ઓળખે છે.

    “શૂન્ય” પાલનપુરી.
    =========================================
    આ મુક્તક તરીકે અલગ નહીં,પણ આખી ગઝલના
    આગાઝ તરીકે આવે છે.છ શેરોની આ એમની ગઝલ છે.
    =========================================

    આ શેરના અનુસંધાનમાં એમનું જ નીચેનું
    એક મુક્તક માણવા જેવું છે.

    ========
    પવિત્રતા
    =============================
    જામને નમે શીશો,હોઠને નમે પ્યાલી,
    ભક્તિ કેરી લીલા છે રાત દી સુરાલયમા;
    ધર્મીઓને જોવી હો જો પવિત્રતા મનની,
    ડોકિયું કરી આવે બે ઘડી સુરાલયમાં.
    “શૂન્ય” પાલનપુરી.
    ============================
    નોંધઃ જોડણી પુસ્તકમાં જેમ છે તેમ જ રાખી છે.
    ============================

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s