આજે મહા સુદ ચોથ [ગણેશચતુર્થી, ગણેશજયંતી]
આજે ગાંધી નિર્વાણ દિન
આજનો સુવિચાર:- દર્પણ હંમેશા કહે છે : તારા ચહેરાની પાછળ તારા પિતાનો ચહેરો છુપાયેલો છે. એ ચહેરો દર્પણમાં નહિ, અર્પણમાં દેખાશે !
હેલ્થ ટીપ :- પાનમાં ખાવાનો કાથો મોંમા ભભરાવવાથી આવેલું મોં મટે છે.
આજે ગણેશ ચતુર્થી એટલે ગણેશજીનો જન્મદિન
ગાઈએ ગણપતિ જગ વંદન – [3]
શંકર સુવન ભવાની નંદન
— ગાઈએ ગણપતિ
મોદક પ્રિયે મૃદુ મંગલદાતા
વિદ્યા વારીદી બુદ્ધિ વિધાતા
— ગાઈએ ગણપતિ
સિદ્ધિ સદન ગજવદન વિનાયક
કૃપાસિંધુ સુંદર સબગાયક
— ગાઈએ ગણપતિ
માંગત તુલસીદાસ કર જોરે
બસહુ રામ સીય માનસ મોરે
— ગાઈએ ગણપતિ
ૐ નમઃ શિવાય
દર્પણ હંમેશા કહે છે : તારા ચહેરાની પાછળ તારા પિતાનો ચહેરો છુપાયેલો છે. એ ચહેરો દર્પણમાં નહિ, અર્પણમાં દેખાશે !
I like this quot.(sundar)
good song.
LikeLike
આજે ગણેશ ચતુર્થી એટલે ગણેશજીનો જન્મદિન
શરીરના મૂલાધાર ચક્રમાં સ્વયં ગણેશજીનો નિવાસ છે. મૂલાધાર ચક્ર શરીરમાં ગુદા પાસે છે. મૂલાધાર ચક્ર આત્માનું પણ સ્થાન છે જે ઁકારમય છે. અહીંયાં પ્રણવ અર્થાત્ ઁકાર સ્વરૃપ ગણેશજી વિરાજમાન છે. મૂલાધાર ચક્રમાં ધ્યાનની સ્થિતિ જરૃરી હોય છે જેનાથી મન શાંત રહે છે.અમેરિકામાં લંબોદરની ર્મૂિતઓ ભારતીય ગણેશજી જેવી જ છે.
અથર્વશીર્ષનો સાર છે- ‘ગં ગણપતયે નમ: ।’ તેનો નિત્ય પાઠ કરવો જોઈએ.
ગણેશને કુંડલિનીના મૂળ આધાર ચક્રના સ્વામી માનવામાં આવ્યા છે. મૂલાધાર ચક્રને પૃથ્વી તત્ત્વનું નિરુપક કહેવામાં આવે છે જેને પીતવર્ણના વર્ગાકાર અને લં બીજમંત્રથી સમજવામાં આવે છે. આ વર્ગાકારની ચારે બાજુ પત્તા છે. તેની અંદર બીજમંત્રથી નીચે શિવલિંગનો વાસ હોય છે.
LikeLike
દર્પણ હંમેશા કહે છે : તારા ચહેરાની પાછળ તારા પિતાનો ચહેરો છુપાયેલો છે. એ ચહેરો દર્પણમાં નહિ, અર્પણમાં દેખાશે !
wahhh khub saras..
LikeLike
AAPNI TEMAJ PRAGNAJUBAHEN NI VAATO GAME CHHE !
THX BANNE BAHENAA !
LikeLike