વસંતના વ્હાલ

                                       આજે મહા વદ ચોથ

આજનો સુવિચાર :- વૃદ્ધાશ્રમ શું સૂચવે છે?
                                       પુત્રને પ્રેમ કરો
                                 પુત્ર માટે સંપત્તિ બનાવો
                                                 પરંતુ
                              પુત્રને સંપત્તિ વીલથી આપો

                          — એક વકીલની વણમાગી સલાહ

હેલ્થ ટીપ :- બાળેલી મસૂરની દાળ દાંત સફેદ કરવાનાં ગુણ ધરાવે છે.

વસંત

વસંત

 

[ યુ.અસ.એ.થી શ્રી રમેશભાઇ પટેલે તેમની આ કૃતિ મોલકલાવ્યા બદલ મેઘધનુષ તરફથી આભાર.]

વસંતના વ્હાલ

આ મ્હેંક્યા વસંતના વ્હાલ
કે સહિયર શું કરીએ?

આ મ્હેંદી મૂકી હાથ
કે સહિયર શું કરીએ?

આ નીકળ્યાં ઝરણાં તોડી પહાડ
ને વાગી વાંસલડી રે વાટ
કે સહિયર શું કરીએ?

આ ફૂલે મઢ્યા ગાલ
કે સહિયર શું કરીએ?

આ આભે ખીલ્યો ચાંદ
ને ફાગણ ખેલે ફાગ
કે સહિયર શું રમીએ?

આ કોટે વળગ્યા વહાલ
કે સહિયર શું કરીએ?

આ યૌવનનો ઉભરાટ
ને કોયલ બોલે ઊંચે ડાળ
કે સહિયર શું કરીએ?

આ મ્હેંદી મૂકી હાથ
ને ખૂલ્યાં પ્રેમનાં દ્વાર
કે સહિયર સાથ રમીએ? (૨)


                                           ૐ નમઃ શિવાય