વસંતના વ્હાલ

                                       આજે મહા વદ ચોથ

આજનો સુવિચાર :- વૃદ્ધાશ્રમ શું સૂચવે છે?
                                       પુત્રને પ્રેમ કરો
                                 પુત્ર માટે સંપત્તિ બનાવો
                                                 પરંતુ
                              પુત્રને સંપત્તિ વીલથી આપો

                          — એક વકીલની વણમાગી સલાહ

હેલ્થ ટીપ :- બાળેલી મસૂરની દાળ દાંત સફેદ કરવાનાં ગુણ ધરાવે છે.

વસંત

વસંત

 

[ યુ.અસ.એ.થી શ્રી રમેશભાઇ પટેલે તેમની આ કૃતિ મોલકલાવ્યા બદલ મેઘધનુષ તરફથી આભાર.]

વસંતના વ્હાલ

આ મ્હેંક્યા વસંતના વ્હાલ
કે સહિયર શું કરીએ?

આ મ્હેંદી મૂકી હાથ
કે સહિયર શું કરીએ?

આ નીકળ્યાં ઝરણાં તોડી પહાડ
ને વાગી વાંસલડી રે વાટ
કે સહિયર શું કરીએ?

આ ફૂલે મઢ્યા ગાલ
કે સહિયર શું કરીએ?

આ આભે ખીલ્યો ચાંદ
ને ફાગણ ખેલે ફાગ
કે સહિયર શું રમીએ?

આ કોટે વળગ્યા વહાલ
કે સહિયર શું કરીએ?

આ યૌવનનો ઉભરાટ
ને કોયલ બોલે ઊંચે ડાળ
કે સહિયર શું કરીએ?

આ મ્હેંદી મૂકી હાથ
ને ખૂલ્યાં પ્રેમનાં દ્વાર
કે સહિયર સાથ રમીએ? (૨)


                                           ૐ નમઃ શિવાય

2 comments on “વસંતના વ્હાલ

 1. આ ફૂલે મઢ્યા ગાલ
  કે સહિયર શું કરીએ?

  આ આભે ખીલ્યો ચાંદ
  ને ફાગણ ખેલે ફાગ
  કે સહિયર શું રમીએ?

  આ કોટે વળગ્યા વહાલ
  કે સહિયર શું કરીએ?
  very nice. Rreal spring fragrance.

  Chirag Patel

  Like

 2. આ મ્હેંદી મૂકી હાથ
  ને ખૂલ્યાં પ્રેમનાં દ્વાર…વ્યકિતત્વમાં પ્રેમની સંભાવના વધતી જવી જોઈએ. એટલી બધી વધવી જોઈએ કે, છોડ પ્રત્યે, પક્ષીઓ પ્રત્યે, પશુઓ પ્રત્યે, માનવી પ્રત્યે, અપરિચિતો માટે, અજાણ્યા લોકો માટે, વિદેશીઓ માટે, જે બહુ દૂર છે તેને માટે, ચંદ્ર ને તારા માટે આપણો પ્રેમ નિત્ય વધતો જ રહે. આપણો પ્રેમ જેમ વધતો રહે તેમ જીવનમાં કામની સંભાવના ઘટતી જાય.

  પ્રેમ અને ઘ્યાન બંને મળીને ઇશ્વરનું દ્વાર ખોલી નાખે છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s