અક્ષત દાણા

                             આજે મહા વદ છઠ

આજનો સુવિચાર :- સત્યના પથ પર અડગ રહેનાર સાચો બહાદુર છે.

હેલ્થ ટીપ :- વધુ પડતી મસૂર દાળના ઉપયોગથી લોહી ઘટ્ટ બને છે અને દૃષ્ટિનું તેજ ઘટાડે છે પરંતુ તાજા તલના તેલ અથવા ગાયના ઘી સાથે મસૂરનો ઉપયોગ ગુણમાં વૃદ્ધિ કરે છે.

main-church11

                                    અક્ષત દાણા

    ઈટાલીના મિલાનો શહેરમાં વિશ્વવિખ્યાત ચર્ચ બાંધતી વખતે કેટલીક મૂર્તિઓ એવી ઊંચી અને ભિડાતી જગ્યાએ મૂકવાની હતી કે કોઈની નજર ત્યાં સુધી પહોંચી શકે તેમ ન હતી. તો પણ શિલ્પકાર પોતાના કામમાં મશગુલ થઈને મૂર્તિઓના એક એક મરોડ ને રેખાઓમાં પોતાની કલા ઠાલવતો હતો. એક મિત્રે એ જોઈ ટીકા કરી : ‘આ મૂર્તિ પર કોઈની નજર સરખી પડવાની નથી, તો એની પાછળ શા માટે આટલી મહેનત કરે છે ?’
શિલ્પકારે આંખ ઊંચી કર્યા વિના જવાબ આપ્યો : મારી કૃતિ છે એટલે શ્રેષ્ઠ જોઈએ- પછી ભલે કોઈ જુએ કે અ જુએ. હું તો જોઉં છું અને બીજું કોઈ નહિ તો ભગવાન તો જોશે જ ને?’ મારી મર્યાદાઓ છે પણ તેમાં પણ હું જેટલું શ્રેષ્ઠ આપી શકું એવો મારો આગ્રહ છે. લોકો મારું કામ જુએ કે ન જુએ, શાબાશી આપે કે ન આપે તો યે હું સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક કામ કરતો રહીશ.’

     પૂજામાં દેવમૂર્તિને ચોખા ચઢાવાય છે, એ ચોખાના દાણા અખંડ, અક્ષત હોવા જરૂરી છે. સો સારા દાણા સાથે એક તૂટેલો હોય તો ‘ચાલશે’ એમ મનાય તો તે સાચી પૂજા નથી. એવી જ રીતે આપણું જીવન પણ એક યજ્ઞ છે. એક એક કાર્ય વિશુદ્ધ, શ્રેષ્ઠ, અક્ષત રાખવાનો જેનો દિલથી આગ્રહ હોય તે સાચો જીવનપૂજારી છે, તેની સાચી પૂજા છે.
                                                                                                              [સૌજન્ય: અખંડ આનંદ]

                                                  ૐ નમઃ શિવાય

One comment on “અક્ષત દાણા

  1. સત્યના પથ પર અડગ રહેનાર સાચો બહાદુર છે….
    સત્યને સમજવા, સત્યને પામવા પ્રત્યેક પરમાર્થી તનતોડ પુરુષાર્થ કરતો હોય છે. પણ સત્ય-અસત્યની યથાર્થ ભેદરેખા નહીં સમજાવાથી ગુંચવાડામાં જ અટવાઈ જાય છે..સત્ એટલે શાશ્વત તત્ત્વ આત્મા. અને સત્ય – અસત્ય એ વ્યવહારમાં છે. વ્યવહાર સત્ય સાપેક્ષ છે, દ્રષ્ટિબિંદુના આધારે છે. બ્રહ્મ સત્ય અને જગતે ય સત્ય. બ્રહ્મ અવિનાશી સત્ય છે ને જગત વિનાશી સત્ય છે ! ને સમાધાન અહીં થઈ જાય છે. જ્યાં અવિનાશી સત્ છે ત્યાં વ્યવહારનાં સત્ય કે અસત્ય ગ્રહણીય કે ત્યજ્ય ન બનતાં, નિકાલી બને છે, જ્ઞેય સ્વરૂપ બને છે !વ્યવહાર સત્ય-અસત્યની ભજના કે ઉપેક્ષા પૂરી થાય છે, ત્યાં પછી વ્યવહાર સત્યનો આગ્રહ પણ અંતરાયરૂપ બની જાય છે !વ્યવહાર સત્ય પણ કેવું હોવું ઘટે ? હિત, પ્રિય ને મીત હોય તો જ તે સત્યને સત્ય કહેવાય. વાણી, વર્તન ને મનથી પણ કોઈને કિંચિત્માત્ર દુઃખ ન દેવું એ મૂળ સત્ય, પણ વ્યવહાર સત્ય છે !
    અક્ષત દાણા-પૂર્ણનું પ્રતિક છે-તે અંગે ઘણું સરસ માર્ગદર્શન્
    મસૂર અને બીજા કઠોળોમાં સ્નેહ જરુરી રહે છે

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s