કીચન ટીપ્સ

                             આજે મહા વદ દસમ

આજનો સુવિચાર :- કૃપાણમાંથી ન નીકળી જાય તો શસ્ત્ર પણ શાસ્ત્ર બની જાય છે. – મોરારીબાપુ

હેલ્થ ટીપ :- મૂઢમાર વાગ્યો હોય અને દુખતું હોય તો બરફથી માલિશ કરવાથી રાહત રહેશે.

 

                                         કીચન ટિપ્સ

* રાઈના કુરિયાની સુગંધ વધારવા માટે રાઈને વાટતા પહેલા એક કલાક તડકામાં રહેવા દો.

* મિલ્ક શેઈક બનાવતી વખતે તેમાં એક ચમચી જેલી અથવા જામ ભેળવવાથી મિલ્ક શેઈક વધારે સ્વાદિષ્ટ, ઘટ્ટ અને સ્મૂધ બનશે.

* બીટ ખરીદતી વખતે એકદમ કડક અને થોડાંક મૂળિયા હોય તેવાં લો જેથી બીટ લાલ અને લીસા રહેશે.

* ચણા રાતના પલાડવાનું ભૂલી જાઓ તો સવારના ચણા ધોઈને ગરમ પાણીમાં એક કલાક પલાળી રાખો.

* દાળ કે કઠોળમાં મીઠું વધારે પડી ગયું હોય તો તેમાં લીંબુનોરસ ઉમેરવાથી ખારાશ ઓછી થઈ જશે.

* ગ્રેવીવાળું શાક બનાવવા કોબીની છીણની ગ્રેવી બનાવો, સ્વાદિષ્ટ લાગશે.

* લીંબુની છાલ કે નારંગીની છાલને તાત્કાલિક સૂકવવા ઓવનને હાઈ ટેમ્પરેચરમા મૂકી આ છાલને 2 થી 3 મિનિટ ગરમ કરો, તુરંત કડક થઈ જશે.

* દાળ બાફતી વખતે તેમાં એક ચમચી તેલ અને ચપટી મીઠું ભેળવવાથી દાળ જલ્દી ચઢી જશે.

* લીલાં મરચાં, આદુ, લસણ જેવા મસાલાની જુદી જુદી પેસ્ટ બનાવી આઈસ ટ્રેમાં જામવા દો. ક્યુબ થઈ જાય ત્યારે અલગ અલગ ઝીપલોકમાં મૂકી દો. જરૂર પડે એક એક ક્યુબનો ઉપયોગ કરી શકશો.

* ઓઈલ ફ્રી વડા ખાવા વડાના ખીરાને સેંડવિચ ટોસ્ટરમાં ભરી બેઈક કરો. વડા ઓઈલ ફ્રી વડા બનશે.

* વાસણમાં જામેલી ચીકાશને દૂર કરવા તેને પહેલા ચાની ભૂકીથી ઘસો ત્યારબાદ ડીટરજંટથી ઘસવાથી ચીકાશ દૂર થશે.

* પ્લાસ્ટિકની બરણીમાંથી વાસ આવતી હોય તો તેમાં છાપાનો કાગળ મૂકી આખી રાત રહેવા દો.

* જૂનો થયેલો ચણાનો લોટ ફેંકી ન દેતાં વાસણ ઘસવામાં ઉપયોગમાં લો જેનાથી વાસણોમાં ચમક આવી જશે.

                                               ૐ નમઃ શિવાય