કહો તો હું કોણ?

                           આજે મહા વદ બારસ

આજનો સુવિચાર :- હાલમાં મોરબીમાં ચાલતી મોરારી બાપુની ‘માનસ સાહિબ’ કથામાં માનસને આધારે ‘સાહિબ’ની પરિભાષા આપતા કહે છે કે ‘પાઠશાળામાં પ્રવેશ આપી પ્રેમના પાઠ ભણાવી પાસ કરે એ સાહિબ’.

હેલ્થ ટીપ:- તમાલપત્ર અને તજને સરખે ભાગે લઈ પાઉડર બનાવી રોજ સવારે ઊઠીને એક ચમચી પાઉડર હૂંફાળા પાણી સાથે લેવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

                                       કહો તો હું કોણ?

1]
બે માથાં અને બે પગ,
જાણે એને આખું જગ,
જે કોઈ આવે એની વચમાં,
કપાઈ જાય એની કચકચમાં

2]
એક પ્રાણી એવું,
જે વન-વગડામાં રહેતું,
મોટા-મોટા કાન,
ને શરીર છે સુંવાળું

3]
નાનું મોટું મળે ને પાણીમાં એ તરે,
સૌ સવારી કરે, તેને કયું વાહન કહે?

4]
વડ જેવાં પાન,
ને શેરડી જેવી પેરી,
મોગરા જેવાં ફૂલ ને આંબા જેવી કેરી.

5]
હવા કરતાં હળવો હું,
રંગે બહુ રૂપાળો,
થોડું ખાઉં ને ધરાઈ જાઉં,
વધુ ખાઉં તો ફાટી જાઉં.

6]
એની અછત ઝટ વર્તાય
એનાં વગર સૌ પરસેવે ન્હાય
એને પામવા વિકલ્પો શોધાય
એના વગર લગીરે ના જીવાય

7]
હું સૂર્યમંડળનો એક સભ્ય,
સૌથી સુંદર લાગું છું,
પીળાશ પડતો રંગ મારો
મારી ફરતે બર્ફીલા વલયો

8]
ઘરમાં મહેમાનોને દેવાય
વોટમાં નેતાઓને દેવાય
આરામ કરવામાં વપરાય

                                            ૐ નમઃ શિવાય

3 comments on “કહો તો હું કોણ?

 1. સાહિબના શેર યાદ આવ્યા
  સાહિબ તેરી સાહિબી સબ ઘટ રહી સમાય,
  જ્યોં મેંદીકે પાતમેં લાલી રહી છિપાય.

  સાહિબ તેરી સાહિબીયું ‘મત(વૉટ) મેં રહી સમાય,
  જ્યોં મેંદીકે પાતમેં લાલી રહી છિપાય.

  સંત મિલે સાહિબ મિલે ,અંતર રહી ન રેખ ,
  મનસા,વાચા,કર્મણા સાધુ સાહેબ એક.

  ધન મિલે, મિલે સાહિબી,મિલે મોટર સુરેખ,
  પ્રધાનપદ ધારણ કરે ,હો સાધુ સાહિબ એક.

  તજતમાલપત્રની અજમાવેલી અસર
  હું કોણ?જવાબ જડે તો જણાવશો

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s