શ્રીનાથજી

                  આજે ફાગણ સુદ આઠમ [હોળાષ્ટકનો પ્રારંભ]

આજનો સુવિચાર :- સાપ આખી દુનિયામાંવાંકો ચૂકો ચાલે છે પણ પોતાના દરમાં સીધો જ જાય છે.

હેલ્થ ટીપ :- આદુ સાથે ગોળ લેવાથી કફના રોગોનો નાશ થાય છે, હરડે સાથે લેવાથી પિત્તના રોગોનો અને સૂંઠ સાથે લેવાથી વાયુના રોગોનો નાશ થાય છે.

997328_small1

                                    શ્રીનાથજી

     શ્રીનાથજી વૈષ્ણવોનું આરાધ્ય સ્વરૂપ છે. તે ગોવર્ધનનાથજીના નામથી પણ ઓળખાય છે. હજારો વર્ષ પૂર્વેવ્રજમાં નંદ યશોદાજીને ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયેલા તેજ આજથી સાડા પાંચસો વર્ષ પહેલાં વ્રજમાં શ્રીગિરિરાજજીમાંથી શ્રી ગોવર્ધનનાથજી સ્વરૂપે પ્રગટ થયા છે.

    વ્રજમાં ગોવર્ધન પર્વત છે. એક વ્રજવાસીની ગાય રોજ પોતાનું દૂધ એ પર્વત ઉપર એક જગ્યાએ શ્રવી આવતી હતી. વ્રજવાસીએ તપાસ કરતા તેને શ્રીનાથજીની ઉર્ધ્વભુજા [ડાબો હાથ જે ઊંચો છે] ના દર્શન થયાં. જ્યારે શ્રીમહાપ્રભુજીનું ચંપારણ્યમાં પ્રાગટ્ય થયું ત્યારે ગિરિરાજજીમાં શ્રીનાથજીના મુખાર્વિંદના દર્શન થયાં.

    શ્રીનાથજીની આજ્ઞાથી શ્રીમહાપ્રભુજી વ્રજમાં પધાર્યા. આન્યોર ગામના સદુ પાંડે નામના વ્રજવાસીએ શ્રીમહાપ્રભુજીને સઘળી માહિતી આપી. શ્રીમહાપ્રભુજીએ વ્રજવાસીઓ સાથે શ્રીગિરિરાજજી ઉપર જઈ કંદરામાંથી શ્રીનાથજીને બહાર પધરાવ્યા. એક નાનકડું મંદિર તૈયાર કરાવી તેમાં તેમની સેવા શરૂ કરી.

    શ્રીનાથજીને લાડમાં ‘શ્રીજી બાવા’ પણ કહેવાય છે. વર્ષો પછી પુરણમલ ક્ષત્રી નામના વૈષ્ણવે ગિરિરાજજી ઉપર વિશાળ મંદિર બનાવડાવ્યું જેમાં શ્રીનાથજીને પધરાવવામાં આવ્યા. લગભગ અઢીસો વર્ષ શ્રીનાથજી આ મંદિરમાં બિરાજ્યા.

    મોગલ બાદશાહ ઔરંગઝેબના ત્રાસના નિમિત્તે શ્રીનાથજી પોતાની ઈચ્છાથી વ્રજ છોડી રાજસ્થાનમાં ઉદેપુર પાસે સિંહાડ ગામમાં પધાર્યા. જે આજે નાથદ્વારાના નામથી ઓળખાય છે. આજે પણ શ્રીનાથજી અહીં બિરાજે છે.

       શ્રીનાથજીનું સ્વરૂપ પોતાની જાતે પ્રગટ થયેલું છે. આ સ્વરૂપ એક સાત વર્ષના બાળક જેવું છે. તેમની જમણી ભુજા [હાથ] પોતાની કટિ [કમર] ઉપર અને ડાબી ભુજા ઊંચી દ્વારને અડેલી હોય તેમ છે જાણે પોતે નિકુંજને દ્વારે ઊભા હોય. શ્રીનાથજી શ્રીગિરિરાજની કંદરામાં આવેલી શ્રીસ્વામિનીજીની નિકુંજના અધિપતિ છે એટલે તેઓ ‘નિકુંજનાયક’ કહેવાય છે. આ સ્વરૂપની પીઠીકા ચોરસ છે. શ્રીજીબાવાનું આ સ્વરૂપ શ્યામ છે.

                                ગિરિરાજધરણ શ્રીજી તમારે શરણ

                                                  જય શ્રી કૃષ્ણ

Advertisements

4 comments on “શ્રીનાથજી

 1. અખાએ બ્ર્હ્મદર્શનમા પણ યાદ કર્યો સાપ!
  ધ્યેય ધ્યાતા અરૂ કરન કારન, માયાકે મધ્ય જો સહી;
  રજ્જુ લગી સો ભુજંગ ભ્રમ હેં, બિન રજ્જુ કેસો અહી
  આદુ માટે તો આદુ ખાઈને પડવા જેવું છે
  પણ ધ્યાન રાખવું જૂનો ગોળ પચવામાં હળવો અને રુચિકર છે. તે હૃદય માટે હિતકર, પૌષ્ટિક અને શ્રમહર છે. થાક ઉતારવા માટે ગોળનો ઉપયોગ આપણે ત્યાં વર્ષોથી થતો આવ્યો છે. જૂનો ગોળ વાયુ તથા પિત્તનો નાશ કરે છે. માટલામાં ભરી રાખેલો જૂનો ગોળ પરમ પથ્ય છે.
  ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં, રમેશ
  ગોળ રસ્તા, ગોળ જીવે હાંફવું શું ચીજ છે ?
  ———————————————–
  પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ જ શ્રીનાથજી સ્વરૂપે પૃથ્વી પર વિધમાન છે. શ્રીનાથજી તરીકેનું ભગવાન કૃષ્ણનું રૂપ એ સમયનું છે કે જયારે દેવરાજ ઇન્દ્રના કોપથી વ્રજવાસીઓનું રક્ષણ કરવા માટે માત્ર સાત વર્ષની ઉમરે બાળકષ્ણે પોતાના ડાબા હાથની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઊચકયો હતો. સતત સાત દિવસ સુધી મુશળધાર વરસાદ વરસાવીને પણ જયારે દેવરાજ ઇન્દ્ર વ્રજવાસીઓનું કંઇ બગાડી શકયા નહીં ત્યારે તેમનો અહંકાર દૂર થયો અને તેઓ ભગવાન કૃષ્ણને શરણે આવ્યા. ગિરિરાજધરણે પર્વતને તેના સ્થાને સ્થાપિત કરી દીધો. ઇન્દ્રએ ગિરિરાજધરણ ભગવાન શ્રીકૃષ્ણની
  જય શ્રી કૃષ્ણ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s