કાનુડો શું જાણે મારી પ્રીત

                       આજે ફાગણ સુદ સાતમ

આજનો સુવિચાર:- નવું નવું શીખતા રહો, જિંદગીમાં નવા નવા રંગ ઉમેરાશે.

હેલ્થ ટીપ:- જમતા પહેલા હળવા વેજીટેબલ સૂપ લેવાથી આહારમાં લેવાતી કેલેરીમાં 20%નો ઘટાડો થાય છે.

mirabai1

કાનુડો શું જાણે મારી પ્રીત

 

કાનુડો શું જાણે મારી પ્રીત, બાઈ અમે બાળ કુંવારા રે

જલ રે જમુનાનાં અમે ભરવાને ગ્યાતા વાલા,
કાનુડે ઉડાડ્યાં આછાં નીર, ઉડ્યાં ફરરરર રે- કાનુડો

વૃંદા રે વનમાં વાલે, રાસ રચ્યો રે  વાલા
સોળસે ગોપીનાં તાણ્યાં ચીર, ફાડ્યાં ચરરરર રે- કાનુડો

હું વેરાગણ કાના, તમારા નામની રે,
કાનુડે માર્યાં બે તીર, વાગ્યાં અરરરર રે- કાનુડો

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ વાલા,
કાનુડે બાળીને કીધાં ખાખ, કે ઉડી ખરરરર રે- કાનુડો  

                             જય  શ્રી  કૃષ્ણ

2 comments on “કાનુડો શું જાણે મારી પ્રીત

  1. એક પ્રશ્ન મીરાંએ જ પુછ્યો છે કે
    ,

    કાનુડો શું જાણે મારી પ્રીત….

    લાં……….બુ વિચારતા ખરેખર વિચારતા થઈ જવાય એવી વાત છે.

    આ નાનકડી પંક્તિમાં.

    શું કાનુડાને મીરાંની પ્રિતની જાણ હતી … ? કે જાણ થઈ હશે….
    ?

    મીરાંએ મનોરોગીની કક્ષાએ જઈને કાનુડાને ચાહ્યો છે…પુજ્યો છે… એ સ્થિતી કોઈ પ્યારની – પ્રેમની અંતિમ સ્થિતીએ પહોંચીને જ પામી શકે. કે પછી પ્રેમમાં કોઈ અંતિમ સ્થિતી પણ આવી શકે ખરી??

    મીરાંના પ્રેમમાં ભક્તિ હતી કે ભક્તિની કક્ષએ પ્રેમ પહોંચ્યો હતો એ તો મીરાં જ જાણે અને કાનુડો ય ન જાણે….તો જ તો બાપડી ગાવા લાગી ને કે કાનુડો શું જાણે મારી પ્રીત….

    Like

Leave a comment