હોળી આવી રે

                                  આજે ફાગણ સુદ એકાદશી

 

આજનો સુવિચાર:- ‘આહ’ સાથે નહિ ‘વાહ’ સાથે જિંદગી જીવવામાં જ જિંદાદિલી છે.

હેલ્થ ટીપ:- રાતના સુતી વખતે ગરમ દૂધમાં એક ચમચી ઘી નાખી પીવાથી રાહત રહેશે.

[ યુ.એસ.એ. સ્થિત શ્રી રમેશભાઈ પટેલે તેમની આ રચના મોકલ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

holi1

હોળી આવી રે

વગડે મહોર્યા કેસુડા ના રંગ , કે હોળી આવી રે
છાઈ મસ્તી મનને અંગ, કે હોળી આવી રે

આવી વસંતની વણઝાર, ઉછળે રંગોના ઉપહાર
આજ આવી કા’નાની યાદ, આવો હેતે રમીએ રાસ
કે હોળી આવી રે

ટહુકે કોયલ આંબા ડાળ, વૃક્ષો ઝૂમે મંજરી સાથ
પુષ્પોએ ધરિયા રુપ રંગ, નવોઢાના ઉરે છલકે ઉમંગ
કે હોળી આવી રે

ખેતરે મલકે મોંઘા મોલ, ફાગણે વાગે ફાગિયા ઢોલ
મનમાં ઝૂમે ખુશીનાં ગીત, આજે ઝૂમે મનના મીત
કે હોળી આવી રે

મલકે યૌવન ઊભા બઝાર, ખાશું આજ ધાણી ને ખજૂર
અબીલ ગુલાલ છાયો રે આકાશ, પાપનો થાજો રે ભાઈ નાશ
કે હોળી આવી રે

હલકે હલકે ફોરે રે ફોરમ, કે હોળી આવી રે
છાઈ મસ્તી મનને અંગ, કે હોળી આવી રે
કે હોળી આવી રે

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

                                          ૐ નમઃ શિવાય

Advertisements

2 comments on “હોળી આવી રે

 1. આહ’ સાથે નહિ ‘વાહ’ સાથે જિંદગી જીવવામાં જ જિંદાદિલી છે.
  વાહ
  રાતના સુતી વખતે ગરમ દૂધમાં એક ચમચી ઘી નાખી પીવાથી ?રાહત રહેશે
  હલકે હલકે ફોરે રે ફોરમ, કે હોળી આવી રે
  છાઈ મસ્તી મનને અંગ, કે હોળી આવી રે
  કે હોળી આવી રે
  વાહ

  Like

 2. મલકે યૌવન ઊભા બઝાર, ખાશું આજ ધાણી ને ખજૂર
  અબીલ ગુલાલ છાયો રે આકાશ, પાપનો થાજો રે ભાઈ નાશ
  કે હોળી આવી રે

  One of the . best poem for Holy’

  It has all colors. Enjoyed.

  Vital Patel

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s