હોળી

         આજે ફાગણ સુદ ચૌદસ [હુતાશની પૂનમ, હોલિકા દહન]

આજનો સુવિચાર :- આફતના વાદળો ઘેરાય ત્યારે સમજવું કે સુખનો વરસાદ વરસવાનો છે.

હેલ્થ ટીપ :- સીઝનમાં જાંબુ ખાવાથી પથરી થતી નથી.

 

હોલિકા દહન

હોલિકા દહન

                                                                હોળી

         શિશિરઋતુને વિદાય કરતો અને વસંતઋતુનું સ્વાગત કરતો તહેવાર એટલે હોળી. પ્રાચીન સમયથી દરેક ઋતુનાં પરિવર્તનના કાળને તહેવાર રૂપે ઉજવવામાં આવે છે. આમ જોઈએ તો હોળીને તહેવાર એ શિશિરઋતુ દરમિયાન વધેલા મચ્છરના ત્રાસને નાશ કરવાનો છે. આદિવસે આપણે અગ્નિ પ્રગટાવીને મચ્છરોનો નાશ કરીએ છીએ અને કેસુડાનાં રંગે રંગાઈને વસંતનાં વધામણા કરીએ છીએ. ફાગણ માસ એટલે ઋતુસૌંદર્યનો લોકોત્સવ અને ઋતુ પરિવર્તનનો રંગોત્સવ.

        ભવિષ્યોત્તર પુરાણમાં જણાવ્યા મુજબ ઢૂંઢા નામની રાક્ષસી બાળકોને હેરાન પરેશાન કરતી. તેને બીભત્સ શબ્દોથી નવાજીને ઠેરઠેર અગ્નિ પ્રગટાવી તેની આસપાસ પ્રદક્ષિણા કરીને નાના-મોટા સહુ ભગવાનનો મંત્રજાપ કરે છે. મંત્રજાપ અને અગ્નિથી ડરી રાક્ષસી ભાગી જાય છે.

     સતયુગમાં રઘુરાજાએ હોલિકા ઉત્સવનો પ્રચાર કર્યો હતો. બીજી માન્યતા પ્રમાણે બાલકૃષ્ણના પ્રાણ લેવા આવેલી પૂતનાનો સંહાર કર્યો અને તેના વિશાળ દેહના ટુકડા કરી તેને ગામ બહાર સળગાવી ગોવાળોએ આનંદ પ્રગટ કર્યો. ત્યારથી હોળીના પર્વની શરૂઆત થઈ. ગોપીઓએ ભક્તિથી કામને બાળ્યો ત્યારથી હોળી પર્વ શરૂ થયો એવો એક મત છે. સૌથી પ્રચલિત કથા ભક્ત પ્રહલાદની છે. ભક્ત પ્રહલાદની રક્ષા થઈ અને હોલિકાનું દહન થયું. આ ખુશાલી વ્યક્ત કરવા લોકો પિચકારીમાં રંગબેરંગી રંગો અને ગુલાલ ઉડાડવામાં આવે છે.

હોળીનો બીજો દિવસ એટલે ધુળેટી અને ફૂલડોલ, વસંતોત્સવ, રંગોત્સવ કે પોંખોત્સવ પણ કહે છે. કહેવાય છે કે એકવાર ભગવાન કૃષ્ણે યાદવોને ખૂશ કર્યાં હતા તેથી યાદવોએ ભગવાનને રાજી કરવા ફૂલને ઝૂલો [ડોલ] બનાવી તેમાં શ્રી કૃષ્ણ અને અર્જુનને બેસાડી તેમની પૂજા કરીને પ્રેમથી ઝૂલાવ્યા, ત્યારથી ડોલોત્સવનો શુભારંભ થયો હતો.

    ડોલોત્સવમાં ઝૂલો શણગારવામાં આવે છે, ફાગ ખેલાય છે, રસિયા ગવાય છે અને ચારે બાજુ ગુલાલ ઉડાડી આનંદ અને ઉલ્લાસનું વતાવરણ ઊભું થાય છે. આ દિવસ ચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ દિન છે. તેમણે પ્રેમ ભક્તિના હિંડોળે હરિને ઝૂલાવ્યા હતા.

                    જુદા જુદા પ્રદેશમાં જુદી જુદી રીતે આ પર્વ મનાય છે.

મારવાડમાં લોકો કહેવાય છે કે ‘દિવાળી અઠેકઠે પણ હોળી તો ઘરે જ’ તેઓ ડફ વગાડી ફાગ ખેલે છે અને ઘરે ઘરે નૃત્ય કરે છે. મહારાષ્ટ્રમાં હોળીને ‘શિમગો’ કહે છે જ્યારે દક્ષિણમાં ‘કામદહન’ના નામે આ તહેવાર ઊજવવામાં આવે છે. બંગાળમાં ફાગણ સુદ ચૌદસથી હોલયાત્રાનો પ્રારંભ થાય છે. ઉત્તર ભારતમાં હોળીના પર્વે ઘેરૈયા એકબીજા ઉપર રંગ છાંટે છે. વ્રજભૂમિ અને ભરતપૂર તરફ એકબીજા પર પથ્થર નાખવાનો રિવાજ છે જ્યારે ઉત્તર ગુજરાતમા વીસનગર બાજુ એકબીજા ઉપર જૂનાં જૂતાં ફેંકવામાં આવે છે.

ધૂળેટી રમતા પહેલા થોડી સાવચેતી લો.

હોળી રમતા પહેલા ચહેરા ઉપર અને ત્વચા પર તેલ લગાડો જેથી રંગોની આડ અસર ન થાય.

નખ પર નેઈલ પોલિશ લગાડી લો જેથી નખ ખરાબ ન થાય.

વાળમાં તેલ લગાડો જેથી રાસાયણિક રંગથી વાળ ખરાબ ન થાય.

કોઈના ચહેરા પર રંગથી ભરેલા કે પાણીથી ભરેલા ફુગ્ગા ફેંકશો નહીં. કેટલીકવાર રંગવાળું પાણી આંખમાં ઉતરી આંખોને નુકશાન પહોંચાડે છે.

રંગાયા પછી આંખોને છાલક મારીને ધોતા નહીં કારણ રંગ કે ગુલાલ આંખોમાં જવાની શક્યતા વધી જશે.

હોળી રમતા પહેલા દાગીના ઉતારી ઘરે મૂકી દેજો જેથી તૂટવા કે ખોવાઈ જવાનો ભય ન રહે.

હોળી રમતા વધુ પડતા ઘસાયેલા કપડા ન પહેરતા જેથી વધુ ફાટી જવાનો ભય ન રહે અને ઈજ્જત બચી રહે.

                                        ૐ નમઃ શિવાય

Advertisements

One comment on “હોળી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s