પરીક્ષા

                                  આજે ફાગણ વદ છઠ

આજનો સુવિચાર:-માણસને બોલવાનું શીખતા બે વર્ષ લાગે છે, પણ મુંગા ક્યારે રહેવું એ શીખતા એની આખી જિંદગી વીતી જાય છે.

હેલ્થ ટીપ:- એસિડિટી હોય તો ગુલકંદનું સેવન કરો.

[યુ.એસ.એ. સ્થિત શ્રી રમેશભાઈ પટેલે એમની આ રચનાઓ મોકલવા બદલ મેઘધનુષ આભારી છે.]

 exam1

પરીક્ષા

ત્રણ અક્ષરનું નામ તું પરીક્ષા
પ્રગતિનું તું છે દર્પણ પરીક્ષા

જ્ઞાનનો મહીમા અનેરો દેશ વિદેશે
નવયુગના થઈ તારા ચમકો આકાશે

વિદ્યા ઉપાસના એજ જીવનનું તર્પણ
કેળવણી છે સંસ્કારનું સોનેરી નિરુપણ

શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

*******************************************

ચીમ્પુભાઈની પરીક્ષા

ભૂલી ભણવાનું હાય! કીધી અમે મજા
ભલા મમ્મી પપ્પાને થાશે હવે સજા

ડરતો ચીમ્પુ બોલ્યો ઓ પપ્પા
આવે છે દોડતી મારી પરીક્ષા

ચિમ્પુ છે નાનો સૌનો લાડકડો
પરીક્ષાના ભારે ચડ્યો છે તાવલો

ચીમ્પુભાઈને ગાદી ને તકિયા
મમ્મી આવી લેતી બલૈયા

શાળાનું પત્રક વાંચે જનકરાય
નોકરીયેથી રજા રાખે જનકરાય

આવી પરીક્ષા ને જાગે જનકરાય
વાંચવાનું ટેબલ બનાવે જનકરાય

ચીમ્પુને પાનો ચડાવે જોશે જનકરાય
પૂછાતા પ્રશ્નો કરાવે હોંશે જનકરાય

ચીમ્પુ ઝોકે ચડે ને ઉઠાડે જનકરાય
ચાનું થરમોસ વારેવારે માગે બટુકરાય

ગાંઠીયા ભાવનગરી તળે જનકરાય
પરીક્ષાના ઉજાગરા કરે જનકરાય

ગોળ સાકરના ટૂકડા મુખે મૂકતો ભાઈ
આવી પરીક્ષાને જંગે હાલ્યા ચીમ્પુભાઈ

પરીક્ષા આપી ચીમ્પુભાઈ હરખે હરખે ફૂલાયા
પાસ થયો ચીમ્પુ ને વધામણી ખાય જનકરાયા

શ્રી રમેશભાઈ પટેલ(આકાશદીપ)

                                                      ૐ નમઃ શિવાય

Advertisements

One comment on “પરીક્ષા

 1. ત્રણ અક્ષરનું નામ તું પરીક્ષા
  પ્રગતિનું તું છે દર્પણ પરીક્ષા

  શાળાનું પત્રક વાંચે જનકરાય
  નોકરીયેથી રજા રાખે જનકરાય

  પરીક્ષા આપી ચીમ્પુભાઈ હરખે હરખે ફૂલાયા
  પાસ થયો ચીમ્પુ ને વધામણી ખાય જનકરાયા

  શ્રી રમેશભાઈ પટેલ(આકાશદીપ)
  Very nice and our own story.

  Vital Patel(USA)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s