કોણ ?

                                    આજે ફાગણ વદ એકાદશી

આજનો સુવિચાર :-. ફરજ સારા માર્ગે દોરી જાય છે પરંતુ લગન તે માર્ગને સુંદર બનાવે છે.

હેલ્થ ટીપ :- ડિપ્રેશનથી દૂર રહેવા પોતાના ઉપર હસતા રહો.

                    કોણ???

bahamacuckoo1

કવિશ્રી:- સુન્દરમ

પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ્ય?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ?
કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલાં પ્રેમળ ચીર?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઉર્મિ સરવરતીર?

અહો! ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળ મોતીમાળ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી સાખ રસાળ?

કોનાં કંકણ આજે એકલ સરીતા કેરે સૂને ઘાટ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ?

ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ?
અહો! ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માડી ફાળ?

અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતનરૂપ ?
કાળકાળતણી ધરતીમાં ખોદી રહ્યું જીવનનાં કૂષ?

                    
                       ૐ નમઃ શિવાય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s